ETV Bharat / state

મજા માણવા માટે ચાલું કર્યું ચેઈન સ્નેચિંગ, અને પોલીસે કર્યા હાલ બેહાલ

author img

By

Published : Aug 30, 2022, 3:47 PM IST

Updated : Aug 30, 2022, 7:00 PM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચેઈન સ્નેચિંગ કરી ફરાર થઈ જનાર બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે ગુજરાત વ્યાપી ચેન સ્નેચિંગ ગેંગના આરોપી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ મોજ શોખ માટે આ ઘટનાને અંજામ આપતા હતા. આરોપીઓ ગુજરાતના બીજા શહેરોની અંદર પણ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા છે. Chain snatching gang, chain snatchers caught from surat, two chain snatchers caught from surat, Chain snatchers arrested in Surat

ચેઈન સ્નેચિંગ કરી ફરાર થઈ જનારાનો ત્રાસ સુરતમાં જ નહીં ગુજરાતભરમાં હતો, મહિલાઓને જ કરતા ટાર્ગેટ
ચેઈન સ્નેચિંગ કરી ફરાર થઈ જનારાનો ત્રાસ સુરતમાં જ નહીં ગુજરાતભરમાં હતો, મહિલાઓને જ કરતા ટાર્ગેટ

સુરત તારાપુરથી સ્પોર્ટ બાઈક મારફતે સુરતમાં આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોની અંદર ચેઈન સ્નેચિંગ (Chain snatching gang )કરી ફરાર થઈ જનાર બે આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે(Surat Crime Branch)ધરપકડ કરી છે. માત્ર મોજ શોખ માટે આ લોકોની ઘટનાને અંજામ (two chain snatchers caught from surat)આપતા હતા. એટલું જ નહીં સુરત સહિત ગુજરાતના બીજા શહેરોની અંદર પણ અનેક ગુનાને (chain snatchers caught from surat)અંજામ આપી ચૂક્યા છે.

અલગ અલગ વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગ કરી ફરાર થતા સ્પોર્ટ્સ બાઈક પર રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેન્જ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર અને પોલીસને ચેલેન્જ કરનાર બે ચેઇન સ્નેચરોની(Chain snatching)આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે આખરે ધરપકડ(Chain snatchers arrested in Surat)કરી છે. ગુજરાત વ્યાપી ચેન સ્નેચિંગ ગેંગના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારો સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ભરૂચ બીજા કેટલાક શહેરોની અંદર પણ સ્નેચિંગના ગુનાને અંજામ આપીને ફરાર થઈ જતા હતા.

ચેઈન સ્નેચિંગ

આ પણ વાંચો યુ-ટ્યુબ પર વીડિયો જોઈને ચેઈન સ્નેચિંગ કરતાં શિખ્યો, 50 થી વધુ લોકોને શિકાર બનાવ્યા

બે આરોપીની ધરપકડ અગાઉ ચેઈન સ્નેચીંગના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી, CCTV, ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટ દરમિયાન બાતમી મળી હતી કે સ્પોર્ટ બાઈક ઉપર વહેલી સવારે સ્નેચિંગ કરતા બે શખ્સો અડાજણ વિસ્તારની અંદર ફરી રહ્યા છે. તે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વોચમાં હતી તે દરમિયાન સ્પોર્ટ બાઈક ઉપર આવેલા અશોક બેલદાર અને મહાવીરસિંહ ચૌહાણ નામના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

સુરતમાં 8 થી વધુ ચેન સ્નેચિંગના ગુના આચર્યા સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં સ્પોર્ટ બાઇક પર આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા કારણ કે મહિલાઓ કોઈ પ્રતિકાર કરવામાં સફળ ન રહે તે માટે મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. આમ આ યુવકોએ સુરતમાં 8 થી વધુ ચેન સ્નેચિંગના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. વધુ પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ યુવકો સુરત સહિત બનાસકાંઠામાં પણ અનેક ગુનાને અંજામ આપતા હતા. આ આરોપીઓ પાસેથી 6 ચેઇન પણ મળી આવી છે વધુ પૂછપરછમાં ગુજરાતમાં બીજા ઘણા ગુનાઓ ઉકેલાય તેવી શકયતા છે.

આ પણ વાંચો Chain snatchers arrested in Kalol: ચેઈન સ્નેચિંગ કરતા 2 આરોપી કલોલથી ઝડપાયા, મોજશોખ પૂરા કરવા કરતા હતા ચોરી

મહિલાઓને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા આ બંને યુવકોને ઝડપી પાડી તેમની તલાસી લેતા તેમની પાસેથી અલગ અલગ વિસ્તારોમાં કરેલી સ્નેચિંગની સોનાની છ જેટલી ચેનો મળી આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક આ બંને આરોપીની ધરપકડ કરી અને મુદ્દા માલ અને બાઈક કબજે કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમની પૂછપરછની અંદર એક ઘટસ્પોટએ પણ થયો હતો કે આ યુવકો માત્ર સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની અંદર પણ આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા હતા. સૌથી વધુ ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ સુરત શહેરમાં આપ્યા હોવાની પણ વાત સામે આવી હતી.

Last Updated : Aug 30, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.