ETV Bharat / bharat

ભોપાલમાં પકડેલા બાંગલાદેશી આંતકીઓ કેસમાં આવ્યો મોટો ખુલાસો, જાણો હવે શું કરશે મધ્યપ્રદેશ પોલીસ

author img

By

Published : Mar 16, 2022, 4:40 PM IST

રાજધાની ભોપાલમાં ઝડપાયેલા ચાર બાંગ્લાદેશી આતંકવાદીઓ (Terrorists arrested in Bhopal) અંગે એક નવો ખુલાસો થયો છે. હવે તેના તાર પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા જણાય આવ્યા છે. અહીંથી જ તેઓને ભંડોળ મળતું હતું. આ અંગે મધ્યપ્રદેશ પોલીસ બુધવારે કોલકાતા જવા રવાના થઈ ગઈ છે.

ભોપાલમાં પકડેલા બાંગલાદેશી આંતકીઓ કેસમાં એક અને મોટા ખુલાસા, જાણો હવે શું કરશે મધ્યપ્રદેશ પોલીસ
ભોપાલમાં પકડેલા બાંગલાદેશી આંતકીઓ કેસમાં એક અને મોટા ખુલાસા, જાણો હવે શું કરશે મધ્યપ્રદેશ પોલીસ

ભોપાલ: ભોપાલમાં પકડાયેલા ચાર બાંગ્લાદેશી આતંકવાદીઓની (Terrorists arrested in Bhopal) ઘટનાને લઈને ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, અમારી પોલીસ (Madhya Pradesh police investigating terrorists) આ સમગ્ર મામલાના તળિયે પહોંચી રહી છે. હમણાં જ નવીનતમ અપડેટ મળ્યું કે તેમના તાર પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા છે, છે. ત્યાંથી જ તેઓ ફંડ મેળવતા હતા. અમારી પોલીસ ફોર્સ આજે કોલકાતા જવા રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચો:શહેરને ક્રાઈમ કેપિટલ બનતા બચાવો..! ગ્રીષ્મા જેમ ફરી એક મહિલાનું ગળું મજબૂર બન્યું

સ્થાનિક સ્તરે વધુ બે લોકો મળી આવ્યા: જ્યાં સુધી તેમના તાર ફેલાયેલા હશે ત્યાં સુધી અમારી પોલીસ પહોંચી જશે અને કાર્યવાહી કરશે. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, હાલમાં જ કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે, જેમાં પેટ્રોલ બોમ્બ બનાવવાની રીત જણાવવામાં આવી છે. જેહાદ સાથે જોડાયેલી સામગ્રી વિશે અમે પહેલા જ જણાવી ચૂક્યા છીએ. આ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે વધુ બે લોકો મળી આવ્યા છે, જેઓ તેમની મદદ કરી રહ્યા હતા.

  • मध्यप्रदेश का पूरा मंत्रिमंडल आज मुख्यमंत्री श्री @ChouhanShivraj जी के साथ #TheKashmirFiles फिल्म देखने जाएगा।

    मेरी कमलनाथ जी से प्रार्थना है कि वे भी अपने साथी विधायकगणों के साथ यह फिल्म अवश्य देखें और सच से साक्षात्कार करें।1/2@OfficeOfKNath pic.twitter.com/aWrebepZKx

    — Dr Narottam Mishra (@drnarottammisra) March 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો:AIADMK નેતા SP વેલુમણીના 58 સ્થળો પર દરોડા

4 હજાર રૂપિયા આપીને આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા: ઢાકાથી 4 હજાર રૂપિયા આપીને આતંકવાદીઓ ભારતમાં ઘૂસી રહ્યા છે તેવા સવાલ પર ગૃહપ્રધાનએ કહ્યું કે, દેશમાં કેટલાક પ્રાંત એવા છે, જેઓએ દેશની ચિંતા કરવી જોઈએ અને સંકુચિત વિચારસરણી છોડી દેવી જોઈએ. સાયબર ક્રાઈમના વધતા જતા કિસ્સાઓ અંગે ગૃહપ્રધાનએ કહ્યું કે, અમારી પોલીસ સાયબર મામલામાં ખૂબ જ સક્રિય છે. નવા સાધનોથી સજ્જ અને અમારી પોલીસ મધ્યપ્રદેશમાં નવા ગુનાઓ પર નજીકથી કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.