ETV Bharat / bharat

Wedding From Home: દહેરાદૂનનો વર અને ભોપાલની વધૂ, જુઓ વર્ચ્યુઅલ લગ્ન

author img

By

Published : May 9, 2020, 11:34 AM IST

લૉકડાઉનની વચ્ચે 'વેડિંગ ફ્રોમ હોમ' લોકોની પહેલી પસંદ બની રહી છે, ત્યારે દહેરાદૂનના છોકરા અને ભોપાલની છોકરીએ પણ આવા જ લગ્ન કર્યા હતા.

Etv Bharat, Gujarati News, Covid 19, wedding from home
wedding from home

દહેરાદૂનઃ એક પ્રખ્યાત કહેવત છે, 'જબ મિયા-બીવી રાઝી, તો ક્યા કરેગા કાઝી'. આ કહેવત અનિમેશ દેવનાથ અને નીલૂ રોય પર સ્પષ્ટ બેસે છે. કારણ કે, જ્યારે બંનેએ લગ્નના બંધનમાં બંધાવાનું નક્કી કર્યું તો લોકડાઉન પણ તેને રોકી ન શક્યું.

જે કે, આસામના રહેવાસી અનિમેશ દેવનાથ દિલ્હીમાં પોતાના લગ્નની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ લોકડાઉનને લીધે તેનું આ સપનું પુરું થઇ શક્યું નહીં, પરંતુ વર્ક ફ્રોમ હોમના કલ્ચર પર વેડિંગ ફ્રોમ હોમે તેનું આ સપનું સાકાર કર્યું છે.

Etv Bharat, Gujarati News, Covid 19, wedding from home
Wedding From Home

આસામના રહેવાસી અનિમેશ દેવનાથ દહેરાદૂનની પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયમાં આસિસટેન્ટ પ્રોફેસર છે. જ્યારે તેમના લગ્ન ભોપાલની નીલૂ રોય સાથે નક્કી થયા છે, પરંતુ લોકડાઉનને લીધે બંનેની ડેસ્ટિનેશન વેડિંગનું સપનું પુરું થઇ શક્યું નહીં, જેથી હવે બંને વેડિંગ ફ્રોમ હોમ દ્વારા લગ્ન કરશે. બંનેએ ઓનલાઇન ફેરા ફર્યા અને સાત જન્મો સુધી સાથે રહેવાના એક બીજાને વચન પણ આપ્યા છે.

સમયની માગ છે વેડિંગ ફ્રોમ હોમ

જ્યાં સુધી સોશિયસ ડિસ્ટન્સ રાખવાની જરૂર રહેશે, ત્યાં સુધી વેડિંગ ફ્રોમ હોમ થતા રહેશે. લોકડાઉન બાદથી જ આ કપલ્સને મોટી સમસ્યા હતી. તેમના લગ્ન નક્કી થઇ ચૂક્યા હતા, પરંતુ લગ્ન લોકડાઉનને લીધે થઇ શકતા ન હતા. જેથી બંનેએ વેડિંગ ફ્રોમ હોમની મહત્વ આપીને ધાર્મિક રીતે પૂરા રીત-રિવાજો સાથે પોતાના લગ્ન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.