ETV Bharat / bharat

રાજસ્થાન HC: ધારાસભ્યોના પગાર રોકવા સહિત રાજ્યપાલને પદ પરથી હટાવવાની અરજીઓ પર સુનાવણી

author img

By

Published : Aug 3, 2020, 11:05 PM IST

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે મંગળવારે તમામની નજર હાઈકોર્ટ પર રહેશે. કારણ કે મંગળવારે ધારાસભ્યોના પગાર અટકાવવા રાજ્યપાલને પદ પરથી હટાવવાની અને MLA ભંવરલાલની અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે.

rajasthan-high-court
રાજસ્થાન HCમાં ધારાસભ્યોના પગાર રોકવા, રાજ્યપાલને પદ પરથી હટાવવાની અને MLA ભંવરલાલની અરજીઓ પર કાલે સુનાવણી

જયપુરઃ રાજકીય ખેંચતાણ વચ્ચે બધાની નજર મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટ પર રહેશે. રાજસ્થાન હાઈકોર્ટમા ધારાસભ્યોના પગારને રોકવા અને રાજ્યપાલ દ્વારા સત્ર નહી બોલાવવાને લઇ તેને પદ પરથી હટાવવા સહિત 3 મહત્વપૂર્ણ મામલો પર સુનાવણી કરવામાં આવશે.

વિવેકસિંહ જાદૌને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને હોટલોમાં રોકાવાને લઇ તે કહેતા ચુનોતી આપી કે, કોરોના સંક્રમણને કારણે રાજ્યની આર્થિક સ્થિતિ બરાબર નથી, પરંતુ હજી ધારાસભ્યો તેમના હાલના વિધાનસભા મતક્ષેત્રોમાં નથી જતા અને વ્યક્તિગત કારણોસર હોટેલમાં રોકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોને પગાર ભથ્થા કેમ ચૂકવવા જોઈએ.

જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં એક જ રાજનૈતિક પક્ષ સાથે જોડાયેલા આ ધારાસભ્યો પરસ્પરની સ્પર્ધાને કારણે સામાન્ય લોકોના ધનનો દૂરોપયોગ કરી રહ્યા છે. જેથી દિલ્હી રોડ અને માનેસરના હોટલોમાં રોકાયેલા આ ધારાસભ્યોના પગારને રોકવા જોઇએ. અરજીમાં મુખ્ય પ્રધાન સહિત વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભા સચિવ અને મુખ્ય સચિવને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

રાજ્યપાલ દ્વારા વિધાનસભાનું સત્ર નહી બોલાવવા પર તેને પદથી હટાવવાને લઇ દાખલ કરેલી અરજી પર મંગળવારે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સુનાવણી કરશે. શાંતનુ પેરિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કેબિનેટની દરખાસ્ત બાદ પણ રાજ્યપાલે વિધાનસભાનું સત્ર બોલાવાયું નથી. આવી સ્થિતિમાં, હાઇકોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યપાલને પદ પરથી હટાવવા રાષ્ટ્રપતિને ભલામણ કરે.

બીજી તરફ સચિન પાયલટ જૂથના ધારાસભ્ય ભંવરલાલ શર્મા દ્વારા તેમના વિરુદ્ધ એસઓસીમાં નોંધાયેલી એફઆઇઆરને પડકારતી અરજી મંગળવારે સુનાવણી થશે. ભંવરલાલે એફઆઈઆર રદ કરવાની અથવા તેની તપાસ એસઓજીથી લઇને એનઆઈએને સોંપવાની વિનંતી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.