ETV Bharat / bharat

રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર થયા લેન્ડ, ભવ્ય સ્વાગત કરાયું

author img

By

Published : Jul 29, 2020, 4:44 PM IST

પાંચ રાફેલ લડાકુ વિમાન ભારત પહોંચી ગયા છે. બુધવારે બપોરે રાફેલનું ઉતરાણ અંબાલા એરબેઝ પર થયું હતું.

રાફેલ
રાપેલ

અંબાલા (હરિયાણા) : ભારતીય વાયુસેનાની શક્તિમાં આજે વધારો થયો છે. ફ્રાન્સથી ઉડાન ભર્યા પછી પાંચેય રાફેલ લડાકુ વિમાન ભારતીય જમીન પર પહોંચી ગયા છે. રાફેલ વિમાન બુધવારે હરિયાણાના અંબાલા એરબેઝ પર ઉતર્યા હતા, જ્યાં તેમનું પાણીની સલામી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • INS Kolkata Delta63: Arrow leader (flying #Rafale),welcome to Indian Ocean
    Rafale leader: Many thanks. Most reassuring to have an Indian warship guarding seas
    INS Kolkata: May you touch the sky with glory. Happy landings
    Rafale leader: Wish you fair winds. Happy hunting. Over&out https://t.co/WlEyiZTtg5

    — ANI (@ANI) July 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ દરમિયાન એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદૌરીયા પણ હાજર હતા. ફ્રાન્સથી પ્રાપ્ત થનારા રાફેલ વિમાનોની આ પહેલી બેચ છે. આ વિમાનો મંગળવારે ફ્રાન્સથી ઉપડ્યા હતા, ત્યારબાદ તેઓ યુએઈમાં રોકાયા હતા અને બુધવારે બપોરે અંબાલા પહોંચ્યા હતા.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરીને વાયુસેનાને અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથસિંહે કહ્યું કે, રાફેલનું મળવું એરફોર્સના ઇતિહાસમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે અને દુશ્મન નજર નાખતા પહેલા વિચાર કરશે.

જો કે, આ રાફેલ વિમાનને સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા નથી, ઇન્ડક્શન માટે અલગથી સંપૂર્ણ સમારોહ યોજાશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાફેલનો ટચડાઉનનો વીડિયો ટ્વીટ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.