ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: પોલીસની N-188 માસ્કની અનોખી પહેલ

author img

By

Published : Oct 5, 2020, 9:13 AM IST

મધ્યપ્રદેશ પોલીસે N-188 માસ્ક અભિયાન શરૂ કર્યું છે. બેતુલમાં પોલીસ અને બ્લુ ગેંગ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.પોલીસે માસ્ક પહેર્યા વij ફરતા વાહન ચાલકને રોકી પલાશના પાંદડાથી બનેલા માસ્ક પહેરાવ્યા હતા.

Madhya Pradesh
Madhya Pradesh

બેતુલઃ સમાજ સેવા અને જાગૃતિના ક્ષેત્રમાં હમેશા ચર્ચામાં રહનારી બેટુલ પોલીસ મહિલા અને બ્લુ ગેંગે હવે માસ્ક નથી પહેરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં માસ્ક વગર ફરતા લોકોને પોલીસ પલાશના પાંદડાનું માસ્ક પહેરાવ્યું હતું. સાથે પાંદડાંનું આ માસ્ક પહેરાવીને શપથ લેવડાવ્યા કે હવે તેઓ માસ્ક વિના ઘરની બહાર નહીં નીકળે. પોલીસે આ પર્ણ માસ્કને N-188 માસ્ક નામ આપ્યું છે. કોરોનાથી બચવા અને બેદરકાર લોકોને જાગૃત કરવા માટે બ્લુ ગેંગે આ અભિયાન ચલાવ્યું છે.

બેતુલ પોલીસની મહિલા સેલ અને બ્લુ ગેંગ મળીને પલાશ પાંદડા, ચિરોલ બંધન અને વાંસના સિંકનો ઉપયોગ કરીને N-188 નામનુ કુદરતી માસ્ક બનાવ્યા છે. Nનો મતલબ કુદરતી અને 188 જે આઈપીસીની કલમ છે. જે લોકો તંત્રના નિયમોનું પાલન નથી કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

DSP સંતોષ પટેલે કહ્યું હતું કે અમારી આ પહેલથી લોકોને હંમેશાં યાદ રહેશે કે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરીને જવુ પડશે. આ ઉદ્દેશ સાથે માસ્ક વિનાના લોકોને પ્રતીકાત્મક સજા તરીકે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન ઘણા લોકો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાનગી શાળાના બાળકોએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.