ETV Bharat / bharat

ભારત, બાંગ્લાદેશ, નેપાળે બાળ નોંધણીમાં વિશ્વનું નૈતૃત્વ કર્યું: સંયુક્ત રાષ્ટ્ર

author img

By

Published : Dec 13, 2019, 7:53 AM IST

સંયુક્ત રાષ્ટ્ર: છેલ્લા દાયકામાં બાળ નોંધણી અંગેનો એક નવો રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રએ બહાર પાડ્યો છે. આ સમય દરમિયાન ભારત નેપાળ અને બાંગ્લાદેશ બાળ નોંધણીમાં ટોચ પર છે.

child registration
બાળ નોંધણી

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, છેલ્લા દાયકામાં બાળકોના જન્મની નોંધણીમાં જોરદાર પ્રગતિ જોવા મળી છે. જેમાં ભારત, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દક્ષિણ એશિયાઈ દેશોએ વધુ પ્રગતિ કરી છે.

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ દ્વારા બુધવારે '2030 સુધીમાં તમામ બાળકોની જન્મ નોંધણી: શું આપણે યોગ્ય દિશામાં છીએ?' નામનો એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 2000 સુધી 5 વર્ષીય 10માંથી 6 બાળકોની નોંધણી કરવામાં આવી હતી. જે અંદાજીત 60 ટકા હતી.

હવે આ આંકળો વધીને પ્રતિ 4માંથી 3 બાળકો એટલે કે, 75 ટકા સુધી પહોંચી ગયો છે. આ પ્રગતિ ગત 10 વર્ષમાં પ્રાપ્ત કરી છે. આ રિપોર્ટમાં 174 દેશના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત 10 વર્ષ દરમિયાન 5 વર્ષની ઉંમર સુધીના બાળકોની નોંધણી 63 ટકાથી વધીને 75 ટકા સુધી પહોંચી છે.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, આ દિશામાં વૈશ્વિક પ્રગતિનું નૈતૃત્વ દક્ષિણ એશિયાએ જ કરી છે. જેમાં ખાસ કરીને ભારત, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશ સામેલ છે.

ભારતમાં 2005-2006 દરમિયાન 5 વર્ષીય બાળકોની નોંધણી 14 ટકા રહી હતી, જે હવે વધીને એક દાયકા બાદ 80 ટકા પહોંચી ગઇ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/un-report-on-birth-registration-of-children/na20191212222946310



भारत, बांग्लादेश, नेपाल ने शिशु पंजीकरण में की विश्व की अगुवाई : संयुक्त राष्ट्र


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.