ETV Bharat / bharat

ભારતમાં કોરોનાનો કેર, 24 કલાકમાં 24 હજારથી વધુ પોઝિટિવ કેસ, 613 દર્દીના મોત

author img

By

Published : Jul 5, 2020, 11:10 AM IST

દેશમાં દિવસેને દિવેસ કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે સંક્રમિતો કુલ આંક 6,73,165ને પાર પહોંચી છે. જ્યારે 613 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 19,268 લોકોના મોત થયા છે.

24 કલાકમાં 24 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 613ના થયા મોત
Global COVID-19 trackerGlobal COVID-19 tracker

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે સંક્રમિતો કુલ આંક 6,73,165ને પાર પહોંચી છે. જ્યારે 613 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 19,268 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલી આંકડાકીય માહિતીનુસાર, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6,48,315ને પાર પહોંચી છે. દેશમાં હજુ પણ 2,44,814 લોકોની કોરોના સારવાર થઈ રહી છે. જ્યારે 4,09,082 લોકો આ મહામારીથી સ્વસ્થ્ય થયા છે. દેશમાં કોરોના મહામારીથી સ્વસ્થ્ય થનાર લોકોના દર 60.81 ટકા છે. જ્યારે મૃત્યુઆંક 2.88 ટકા છે.

કોરોના સંક્રમણથી પાંચ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ સામેલ છે. મહારાષ્ટ્ર કુલ 1,92,990 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારબાદ તમિલનાડુમાં 1,02,721 કેસ, દિલ્હીમાં 94,695 કેસ, ગુજરાતમાં 34,600 અને ઉત્તરપ્રદેશમાં 25,797 કોરોના કેસ નોંધયા છે.

કોરોના સંક્રમણમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8,376 લોકોના મોત થયા છે, ત્યારબાદ દિલ્હીમાં 2,923, ગુજરાત 1,904, તમિલનાડુમાં 1,385 અને ઉત્તરપ્રદેશમાં 749 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.