ETV Bharat / bharat

મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ લાલજી ટંડનના અસ્થિઓનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન

author img

By

Published : Aug 11, 2020, 9:56 PM IST

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ સ્વર્ગીય લાલજી ટંડનના અસ્થિઓને દેશભરની પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવામાં આવ્યા છે. આ ક્રમને યથાવત રાખતા મંગળવારે પવિત્ર નર્મદા નદીમાં પણ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

લાલજી ટંડનના અસ્થિઓનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન
લાલજી ટંડનના અસ્થિઓનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન

મધ્યપ્રદેશ: હોશંગાબાદ પાસે વહેતી પવિત્ર નર્મદા નદીમાં મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગીય લાલજી ટંડનના અસ્થિઓને વિસર્જિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિજનો સહિત મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, SP સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હોશંગાબાદના સેઠાની ઘાટ પર વિધિવત રીતે પહેલા કળશની પૂજા કરવામાં આવી હતી. કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહે તેમને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ખુબ નજીક હતા. તેમની લાકડી લઇને તેઓ ફરતા.

તેમના સન્માનમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા અસ્થિ વિસર્જનની વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્વારા મધ્યપ્રદેશ સરકાર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તેવું તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.