ETV Bharat / bharat

દવાઓના વધતા ભાવ નિયંત્રણમાં રાખવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે

author img

By

Published : Dec 5, 2019, 10:36 PM IST

ન્યૂઝ ડેસ્ક: દેશમાં અનેક લોકો નાની-મોટી બિમારીઓથી લઈને ગંભીર બિમારીનો સામનો કરી રહ્યાં છે. તેમના માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. દવાઓની વધતી કિંમતો પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ બાદ દવા અને દવા બજારમાં ઔષધીઓના ભાવમાં આશરે 80 ટકા સુધી ઘટાડો જોવા મળી શકે છે.

Effective steps are being taken to curb the rising prices of drugs
દવાઓના વધતા ભાવ નિયંત્રણમાં રાખવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે

મળતી માહિતી મુજબ લગભગ 10,000 બિન-સુનિશ્ચિત દવાઓ છે, જે ભારત સરકારના સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલર જનરલના નિયમનકારી ભાવ હેઠળ આવરી લેવામાં આવતી નથી. આ 10 હજાર ડ્રગ કેટેગરીની યાદીમાં વિટામિનની ગોળીઓથી લઈને એન્ટિબાયોટિક્સનો સમાવેશ કરવામાં આવે છે. દવા નિર્માતા અને સપ્લાયરોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે કે, દવાઓ પર તેમનો નફો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ.

કેન્સરના દર્દીઓ માટે વપરાયેલી મોંઘી દવાઓ ઉપર વેચાણકર્તાઓને લગભગ 30 ટકા નફો મળે છે. મોંઘી દવાઓ ઉપર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીના પ્રતિબંધ બાદ અન્ય પ્રકારની દવાઓની માગ સ્વાભાવિક રીતે જ વધી છે.

હાલના સમયમાં અસલી દવાઓના સ્થાને મિલાવટી દવાઓ પણ બજારમાં મળી રહી છે. જેમાંની વધારે પડતી દવાઓ કટોકટી અને જીવન રક્ષક દવાઓની કેટેગરીમાં આવે છે. આ હકીકત ચોંકાવનારી છે કે, મેલેરિયા અને ન્યુમોનિયાના ઉપચારમાં નકલી દવાઓના ઉપયોગને કારણે વિશ્વમાં દર વર્ષે અઢી લાખ બાળકો મૃત્યુ પામે છે. વર્ષ 2008 દરમિયાન વિશ્વના આશરે 75 દેશોમાં 29 જેટલી નકલી દવાઓ મળી આવી હતી.

દસ વર્ષના સમયગાળા દરમિયાન નકલી દવાઓની યાદી 95 ઉપર પહોંચી ગઈ અને અસરગ્રસ્ત દેશોની સંખ્યા 113 થઈ ગઈ છે. આંકડા દર્શાવે છે કે, આ નકલી દવાઓનું ઉત્પાદન ભારત અને ચીનમાં સૌથી વધુ છે. જો નકલી દવાઓના ઉત્પાદનના દોષી સાબિત થાય તો યુરોપિયન દેશોમાં 15 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

ડ્રગ વ્યસની માટે સૌથી વધુ અનુકૂળ વાતાવરણ દવાના ક્ષેત્રમાં છે. જે જાહેર આરોગ્ય અને સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. સરકારી હોસ્પિટલોમાં જ 11 ટકા દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થઈ છે. એસોચેમે (ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ) લગભગ ચાર વર્ષ પહેલાં સ્વીકાર્યું હતું કે, ભારતમાં બનાવટી દવાના વેપારમાં અંદાજીત 30 હજાર કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી છે.

માશેલકર સમિતિએ પહેલાં જ વ્યવસ્થિત કાર્યવાહી પર વિસ્તારથી જણાવ્યું છે. જે ચિકિત્સા ક્ષેત્રમાં દેશનું ગૌરવ જાળવવા માટે જરૂરી છે. તાત્કાલિક કાર્યવાહીમાં કરવામાં આવતી ઢીલ ગેરકાયદેસર અને અસામાજિક તત્વોને કોઈ પણ રોકટોક વિના તેમને ખોટા કાર્યો કરવા માટે સંપૂર્ણ છૂટછાટ આપે છે. બ્લોક-ચેન ટેકનોલોજી ગત કેટલાંક વર્ષોથી નકલી દવાઓનું નિર્માણ કાર્ય અટકાવવા અને તેને નિયંત્રિત કરવામાં મદદ કરી રહી છે.

આ પ્રકારના ઉપાયો અપનાવીને નકલી દવાઓના ઝહેરના વ્યાપારનો કારોબાર પુરી રીતે કાબુમાં લેવા હવે મોડું કરવું જોઈએ નહીં. આ જરુરી છે કે, એક રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવી જોઈએ, જેથી ભારતીય દવા ઉદ્યોગમાં ફેલાઈ રહેલું આ દુષણ સાફ કરી શકાય અને ગ્રાહકનું જીવન સુરક્ષિત હાથોમાં રહે. વિશેષ કરીને એ દવાઓ પર જેના ઉપર ગ્રાહકોનું જીવન નિર્ભર છે.

જો દેશમાં ફક્ત જેનેરિક દવાઓ જ લોકપ્રિય હોત તો અત્યાર સુધીમાં અનેક ગરીબ દર્દીઓને ફાયદો મળી શક્યો હોત. જેનેરિક ઔષધીય ભંડાર સસ્તી દવાઓની સેવાઓ માટે પ્રખ્યાત છે. કેન્દ્રીય સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ હજારથી વધુ જેનરિક ફાર્મસીઓ રાહત દરે દવાઓ આપી રહી છે. હકીકત એ છે કે, સત્તાવાર જાહેરાત અને વાસ્તવિકતા વચ્ચે ઘણી અસમાનતા છે. અધ્યયન અનુસાર અમેરિકામાં ત્રણ ચતુર્થાંશથી વધુ અને બ્રિટનમાં તેનાથી પણ વધુ ડોકટર્સ તેમના દર્દીઓને જેનેરિક દવાઓ ખાવાની ભલામણ કરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે જેનરિક દવાઓનો અગ્રણી સપ્લાયર છે. ભારતની અંજાદીત 30 ટકા દવા નિકાસનો અમેરિકાને, 19 ટકા આફ્રિકામાં અને 16 ટકા યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત રશિયા, નાઈજીરીયા, બ્રાઝિલ અને જર્મનીમાં પણ ભારત દવાની નિકાસ કરે છે.

સ્થાનિક રીતે જેનેરિક દવાઓના ઉપયોગમાં જાગૃતિ લાવવામાં નિષ્ફળતા માટે વિવિધ કારણોને જવાબદાર ગણવામાં આવે છે. મોટાભાગના લોકોને દવાના ઉત્પાદન અને ગુણવત્તા વિશે જાણી જોઈને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જે રિટેલ આઉટલેટ, ડોકટર્સ, હોસ્પિટલો અને અન્ય સ્વાર્થી હિતધારકોની મદદ કરે છે.

NPPA દ્વારા થોડા સમય પહેલાં દેશની રાજધાની નવી દિલ્હીની ચાર મોટી ક્લિનિક્સ માટે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં દર્દીઓ પાસેથી પૈસા લૂંટીને સસ્તી દવાઓ પર 160-1200 ટકા અને બિન-નિયમનકારી દવાઓ પર 115-360 ટકા નફો મેળવાતો હોવાનું જણાવવામાં આવ્યું છે. પેઢી દર પેઢી દેશભરમાં ચાલી રહેલી લૂંટની આ પ્રક્રિયાથી ઈલાજ પુરો થતા સુધીમાં અનેક પરિવારો આર્થિક રીતે બરબાદ થાય છે.

ભારત જેવા દેશમાં કે જ્યાં દવાઓના ભાવ દર્દીઓની સારવારના ખર્ચમાં 70 ટકાનો વધારો કરે છે, એ સમયની માગ છે કે, સરકારે જેનેરિક ઉત્પાદનોના વ્યાપક ઉપયોગને વધારવા માટેનાં પગલાં અમલમાં મૂકવા જોઈએ. જેમાં સતત વધી રહેલા દવાના ભાવ પર કાબુ મેળવવો, ખાનગી કંપનીઓ દ્વારા વેચવામાંમ આવતી દવાઓ તેમજ નકલી દવાઓ બંધ કરવાનું પણ સામેલ છે. આ સમગ્ર પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંયુક્ત ભાગીદારીની જરુર છે. જે ગરીબોના મૂળભૂત અધિકારને સુરક્ષિત કરી શકે છે. આરોગ્ય અને સારવારનો અધિકાર, એકવાર રોગગ્રસ્ત સિસ્ટમ નિરોગી થઈ જાય તો આપણા માટે સ્વસ્થ રાષ્ટ્રની આશા રાખવી મુશ્કેલ નહીં હોય.

Intro:Body:



विशेष लेख : दवाओं की बढ़ती कीमतों पर नियंत्रण रखने के लिए उठाए जा रहे प्रभावी कदम

દવાઓના વધતા ભાવ નિયંત્રણમાં રાખવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે





દેશમાં અનેક લોકો નાની-મોટી બિમારીઓથી લઈને ગંભીર બિમારીનો સામનો કરી રહ્યાં છે. તેમના માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. દવાઓની વધતી કિંમતો પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ બાદ દવા અને દવા બજારમાં ઔષધીઓના ભાવમાં આશરે 80 ટકા સુધી ઘટાડો જોવા મળી શકે છે. વાંચો આ અંગે વિશેષ અહેવાલ.



મળતી માહિતી મુજબ લગભગ 10,000 બિન-સુનિશ્ચિત દવાઓ છે, જે ભારત સરકારના સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલર જનરલના નિયમનકારી ભાવ હેઠળ આવરી લેવામાં આવતી નથી. આ 10 હજાર ડ્રગ કેટેગરીની યાદીમાં વિટામિનની ગોળીઓથી લઈને એન્ટિબાયોટિક્સનો સમાવેશ કરવામાં આવે છે. દવા નિર્માતા અને સપ્લાયરોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે કે, દવાઓ પર તેમનો નફો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ.



કેન્સરના દર્દીઓ માટે વપરાયેલી મોંઘી દવાઓ ઉપર વેચાણકર્તાઓને લગભગ 30 ટકા નફો મળે છે. મોંઘી દવાઓ ઉપર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીના પ્રતિબંધ બાદ અન્ય પ્રકારની દવાઓની માગ સ્વાભાવિક રીતે જ વધી છે.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.