ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ સુર્યોદય પહેલા થયો નરાધમોની જિંદગીનો સુર્યાસ્ત...

author img

By

Published : Mar 20, 2020, 5:32 AM IST

દિલ્હીના નિર્ભયા કેસે સમગ્ર દેશને હચમચાવ્યો છે. ત્યારે આરોપીઓને જલ્દી ફાંસી થાય તેવી માગ સમગ્ર દેશના લોકો કરી રહ્યા હતા. આખરે 20 માર્ચ શુક્રવારના રોજ સવારે 5:30 વાગ્યે નિર્ભયા કેસના ચારેય નરાધમોને ફાંસીના ફંદે લટકાવી દેવામાં આવ્યા છે. આ નિર્ભયા દુષ્કર્મ કાંડમાં 6 નરાધમો સામેલ હતા.

Delhi rape case
દિલ્હીના નરાધમોનો આખરે અંત

નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના ચારેય દોષિતોને આજે સવારે 5ઃ30 વાગ્યે ફાંસી આપવામાં આવી છે. દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના દિવસે 6 નરાધમોએ ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી નિર્ભયાએ આખરે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઘટનામાં નિચલી કોર્ટે 5 દોષિતોને ફાંસીની સજા કરી હતી. જ્યારે એક આરોપી સગીર હોવાથી 3 વર્ષની સજા બાદ તે છૂટી ગયો હતો.

નિર્ભયાના ચારેય આરોપીઓને આજે સવારે 5:30એ ફાંસી આપવામાં આવી હતી. આ પહેલા દોષિતોની એક પછી એક અરજીઓના કારણે ફાંસીના મામલે વિલંબ થયો હતો.

જાણો, આ પહેલા ક્યારે થવાની હતી ફાંસી ..?

  • 22 જાન્યુઆરી 2020એ સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી
  • 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવા ડેથ વોરંટ જાહેર કરાયું હતું
  • 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી
  • 5 માર્ચે દિલ્હી કોર્ટે સવારે 5:30 ફાંસી આપવા આદેશ કર્યો હતો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.