ETV Bharat / bharat

કોરોનાથી નવી અસમાનતાને ઈંધણ મળ્યું છે!

author img

By

Published : Jan 11, 2021, 4:23 PM IST

“અમે ૯૯ લોકો છીએ…યાદ રાખો, બીજી બાજુએ તમે એક જ જણ છો.” આ સૂત્ર ન્યૂ યૉર્ક કે જે વૈશ્વિક મૂડીવાદનું હૃદય મનાય છે ત્યાં ધ્વજ લહેરાવતા લોકો પોકારી રહ્યા હતા. આર્થિક અસમાનતા અને વધી રહેલા શોષણ સામે ‘ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ’ના નામે ન્યૂ યૉર્કમાં નવ વર્ષ પહેલાં આંદોલન શરૂ થયું હતું. એક મહિનામાં જ તે વિશ્વ ભરમાં ફેલાઈ ગયું હતું.

કોરોના
કોરોના

ન્યૂઝ ડેસ્ક: “અમે ૯૯ લોકો છીએ…યાદ રાખો, બીજી બાજુએ તમે એક જ જણ છો.” આ સૂત્ર ન્યૂ યૉર્ક કે જે વૈશ્વિક મૂડીવાદનું હૃદય મનાય છે ત્યાં ધ્વજ લહેરાવતા લોકો પોકારી રહ્યા હતા. આર્થિક અસમાનતા અને વધી રહેલા શોષણ સામે ‘ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ’ના નામે ન્યૂ યૉર્કમાં નવ વર્ષ પહેલાં આંદોલન શરૂ થયું હતું. એક મહિનામાં જ તે વિશ્વ ભરમાં ફેલાઈ ગયું હતું.

ગરીબ લોકોની દુઃખદાયક સ્થિતિ

“અમે ૯૯ લોકો છીએ…યાદ રાખો, બીજી બાજુએ તમે એક જ જણ છો.” આ સૂત્ર ન્યૂ યૉર્ક કે જે વૈશ્વિક મૂડીવાદનું હૃદય મનાય છે ત્યાં ધ્વજ લહેરાવતા લોકો પોકારી રહ્યા હતા. આર્થિક અસમાનતા અને વધી રહેલા શોષણ સામે ‘ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ’ના નામે ન્યૂ યૉર્કમાં નવ વર્ષ પહેલાં આંદોલન શરૂ થયું હતું. એક મહિનામાં જ તે વિશ્વ ભરમાં ફેલાઈ ગયું હતું. દાવાનળની જેમ ફેલાયેલા આ વિદ્રોહ, જે ખાસ તો ઉત્તર અમેરિકા અને યુરોપમાં ફેલાયો હતો, તેનાથી ૭૫૦થી વધુ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં. વિશ્વના માત્ર એક ટકા ધનિક લોકોના હાથમાં સંપત્તિ સતત વધી રહી છે તેના પર ચર્ચા ચાલી રહી છે. કૉવિડના ભય સાથે આ ચર્ચાએ અન્ય એક વળાંક લીધો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ થોડા મહિના પહેલાં જ ચેતવણી આપી હતી કે ‘દાયકાઓથી જે વૈશ્વિક પ્રગતિ થઈ છે તે આ વાઇરસના દ્વારા નિર્દયી રીતે કચડાઈ જવાના ભયમાં છે’, કૉવિડના કારણે તાજેતરમાં ઓછામાં ઓછા દસ કરોડ લોકો ગરીબીની નાગચૂડમાં ધકેલાઈ ગયા છે. એ નોંધવું અગત્યનું છે કે જો વિશ્વના ટોચના દસ અબજોપતિની સંપત્તિ આ વર્ષે કોરોના રોગચાળાના ફાટી નીકળવાના કારણે ૩૦ ટ્રિલિયન જેટલી વધી છે તો એક દિવસમાં માત્ર બે ડૉલર પર જીવતા ગરીબ લોકોની સંખ્યા દસ કરોડ જેટલી વધી છે!

શોષણના પ્રયોગો

સંસાધનોની જેટલી વધી લૂટ તેટલો વધુ વિકાસ- આવા ખોટા વચનથી વિકાસશીલ દેશોનાં આર્થિક, રાજકીય અને સામાજિક મૂલ્યોનું સત્યાનાશ થયું છે. તેનાથી વિશ્વભરમાં અસમાનતાને વેગ મળ્યો છે. તાજેતરનો વિશ્વ બૅન્કનો અહેવાલ જાહેર કરે છે કે કૉવિડના લીધે તેમની નોકરીઓ ગુમાવનાર અને ભયાનક ગરીબીમાં સરી ગયા છે તેવા લોકોની સંખ્યા ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં વધુ છે. જે લોકો ઝૂંપડાંમાં રહે છે અને ઉદ્યોગોમાં પ્રતિકૂળ નોકરી શ્રમજીવી તરીકે કરે છે કે કામ કરે છે તેવા લાખો લોકોની જિંદગી પર કૉવિડે બહુ ખરાબ અસર કરી છે. અનેક આફ્રિકી અને એશિયાઈ દેશોમાં કરવામાં આવેલા વિશ્વ બૅન્કના એક અભ્યાસમાં જણાયું કે શહેરના લોકો ગરીબીથી સૌથી વધુ અસર પામ્યા છે. વધુ અગત્યનું એ છે કે કૉવિડે દક્ષિણ એશિયામાં ઓછામાં ઓછા સાડા પાંચ કરોડ લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. વિકાસશીલ દેશોની યાદીમાં તળિયે રહેલા ૪૭ દેશોનો આર્થિક વિકાસ કૉવિડ કટોકટીના કારણે આરોગ્ય કરતાં પણ ખરાબ છે. વૈશ્વિક વેપાર પડી ભાંગ્યો છે, પર્યટન સ્થગિત થઈ ગયું છે અને ઘર-વાસ (લૉકડાઉન)થી રોજગારીને સુધારી ન શકાય તેવું નુકસાન થયું છે; આ ગરીબ દેશોની વેપાર ખાધ ગયા વર્ષની ૯.૧ હજાર કરોડ ડૉલર જેટલી ખાધ કરતાં વધુ હોવાની સંભાવના છે. ૧૧૦ કરતાં વધુ દેશોએ આઈએમએફને માનવતાવાદી અને આર્થિક સહાય માટે અપીલ કરી છે કારણકે તેઓ કોરોનાની સામે લડવા સક્ષમ નથી. મોટા દેશોએ જાહેર કર્યું છે કે આ વર્ષના અંત સુધી કેટલાક ગરીબ દેશો દ્વારા દેવું ચૂકવવા પર ઋણ સ્થગન (દેવું પછી ચૂકવવું) જાહેર કરશે. આ દેશો માટે આ વર્ષે ૭૩ ટ્રિલિયન જેટલી રકમ ચૂકવવાનો બોજો આ હદ સુધી હળવો તો થયો, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ આ બોજો કઈ રીતે વહન કરશે, જે આવતા વર્ષે બમણો થશે. એવું લાગે છે કે કોરોના પર નિયંત્રણ કરવા માટે રસીની રાહ જોવી ગરીબ દેશો માટે અંતહીન રહેશે. વિશ્વની વસતિના ૧૪ ટકા જેટલાં સંપન્ન રાષ્ટ્રો તમામ રસીના ૫૩ ટકા પ્રાપ્ત કરવાની વ્યવસ્થા પહેલાં જ કરી ચૂક્યાં હોય તેમ લાગે છે! સંપન્ન રાષ્ટ્રો આવતા વર્ષના અંત સુધીમાં તેમના નાગિરકોને રસીના ત્રણ ડૉઝ આપવા માટે તૈયાર છે. આ યાદીમાં સૌથી ટોચ પર કેનેડા છે. જો જરૂરી હોય તો તે તેના નાગરિકને પાંચ વાર રસી આપવા તૈયાર છે. જો આ સ્થિતિ ચાલુ રહી તો વિશ્વના કરોડો લોકોને એક અન્ય વર્ષ માટે રસી મળવાનું શક્ય નહીં બને!

નવા મૉડલોની આવશ્યકતા

સંપત્તિ ભોગવતા થોડાંક રાષ્ટ્રો અને ગરીબીથી પીડાતા બહુમતી રાષ્ટ્રોની અનિશ્ચિત સ્થિતિ હવે માત્ર ત્રીજા વિશ્વના દેશો પૂરતી જ સીમિત નથી…તે ધીમે-ધીમે સમૃદ્ધ રાષ્ટ્રોમાં પણ ફેલાઈ રહી છે. અભ્યાસોમાં જણાયું છે કે ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)ના ૩૭ દેશો વચ્ચે સમૃદ્ધ ક્ષેત્રોમાં આર્થિક અસમાનતા છેલ્લાં પચાસ વર્ષમાં ક્યારેય ન જોવા મળી હોય તે સ્તર સુધી પહોળી થઈ ગઈ છે. તે દર્શાવે છે કે વિશ્વ ભરમાં કોરોનાએ કઈ હદે નકારાત્મક અસર સર્જી છે. કરોડો લોકો જો તેમને સારવાર માટે હૉસ્પિટલને એક જ પણ મોટું બિલ ભરવાનું આવે કે એક વર્ષમાં પાક નિષ્ફળ જાય તો તેઓ ભીષણ ગરીબીમાં સરી પડે તેવી પૂરી શક્યતા છે. અભ્યાસોમાં દર્શાવાયું છે કે વધુ ગરીબ સમુદાયોમાંથી લોકો સમૃદ્ધ પરિવારોના લોકો કરતાં સરેરાશ ૧૫ વર્ષ પહેલાં મૃત્યુ પામે છે. મોટા દેશો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ રણનીતિના કારણે ગરીબ દેશોની સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જિંદગીમાં થઈ રહેલાં પરિવર્તન વિશે પહેલેથી જ ઘણી ચર્ચા ચાલી રહી છે. હવે જે આવશ્યક છે તે છે યોગ્ય કાર્ય યોજનાનો અમલ કરવાની ઈચ્છા અને નિષ્ઠા. કોરોનાના રૂપમાં, આપણને વર્તમાન મૉડલો બદલવાની અને અર્થતંત્રોને પર્યાવરણને અનુકૂળ રીતે અપનાવવાની વધુ એક તક મળી છે. જો આપણે આ કટોકટીનો ફાયદો લેશું અને આ આપત્તિને અવસરમાં પલટીશું તો એ સુનિશ્ચિત છે કે માનવતા અસમાનતાથી મુક્ત સામાજિક ક્રમ સ્થાપિત કરવા પહેલાં પગલાં જરૂર લેશે.

- ઈન્દિરા ગોપાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.