ETV Bharat / bharat

CJI રંજન ગોગોઈ નિવૃત્ત, અનેક ઐતિહાસિક ચુકાદા આપ્યા

author img

By

Published : Nov 17, 2019, 3:06 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ આજે એટલે કે, 17 નવેમ્બર 2019ના રોજ નિવૃત થયા છે. 15 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળનો અંતિંમ દિવસ હતો. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે તેમની જગ્યાએ નવા CJI બનશે. CJI ગોગોઈ 3 ઓક્ટોબર 2018ના રોજ મુખ્ય ન્યાયાધીશના પદ પર શપથ લીધા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના જજ તરીકે 23 એપ્રિલ 2012ના દિવસે નિયુક્ત થયા હતા. ત્યારથી અત્યાર સુધી તેમણે અયોધ્યા સહિત અનેક ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. જેની માટે દેશ તેમને હંમેશા યાદ કરશે.

Chief Justice of India (CJI) Ranjan Gogoi farewell at the Supreme Court premises Sabarimala review petition Ayodhya title dispute entry of women into Sabarimala temple important cases dealt by Justice Gogoi northeast to be appointed to the top post cji Chief Justice of India Ranjan Gogoi ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અયોધ્યા ચુકાદો આપનાર ન્યાયાધીશ અયોધ્યા ચુકાદો આપનારા જજ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સબરીમાલા ચુકાદો રાફેલ ચુકાદો

જસ્ટિસ રંજન ગોગોઈનો જન્મ 18 નવેમ્બર1954ના રોજ થયો હતો. તેઓ દેશના 46માં CJI બન્યા. ગોગોઈ 1978માં બાર કાઉન્સિલમાં જોડાયા હતા. જસ્ટિસ ગોગોઈએ પોતાના કાર્યકાળની શરૂઆત ગુવાહાટી હાઈકૉર્ટથી કરી હતી. 2001માં ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ થયા નિવૃત, કાર્યકાળ દરમિયાન આપ્યા ઐતિહાસિક ચુકાદા

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આજે સેવાનિવૃત થઈ રહ્યાં છે. શુક્રવારે રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ હતો. ચીફ જસ્ટિસે પોતાના કાર્યકાળમાં કેટલાય મહત્વના ચુકાદા આપ્યા. તેઓ ચાર જજો દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ સામેલ હતા. હાલમાં જ તેમણે અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આપી પોતાના કાર્યકાળને યાદગાર બનાવી દીધો.

Chief Justice of India (CJI) Ranjan Gogoi  farewell at the Supreme Court premises  Sabarimala review petition  Ayodhya title dispute  entry of women into Sabarimala temple  important cases dealt by Justice Gogoi  northeast to be appointed to the top post  cji  Chief Justice of India  Ranjan Gogoi  ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા  મુખ્ય ન્યાયાધીશ  રંજન ગોગોઈ  અયોધ્યા ચુકાદો આપનાર ન્યાયાધીશ  અયોધ્યા ચુકાદો આપનારા જજ  સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ  સબરીમાલા ચુકાદો  રાફેલ ચુકાદો
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

શપથ લેતા જ અયોધ્યા પર એક્શન

જસ્ટિસ ગોગોઈની સામે જે સૌથી મોટો પડકાર હતો. તે અયોધ્યા જમીન વિવાદ. શપથ લેતાની સાથે જ તેમણે અયોધ્યા બાબતે સુનાવણી માટે એક બંધારણીય પીઠની રચના કરી. તેમણે પોતે તે પીઠની આગેવાની લીધી. તેમજ બંને પક્ષો સાથે પીઠને વાતચીત કરવા પણ કહ્યું. ત્યારબાદ સતત 40 દિવસ સુધી આ મુદ્દે સુનવણી કરી ચુકાદો આપ્યો.

અયોધ્યા જમીન વિવાદ

Chief Justice of India (CJI) Ranjan Gogoi  farewell at the Supreme Court premises  Sabarimala review petition  Ayodhya title dispute  entry of women into Sabarimala temple  important cases dealt by Justice Gogoi  northeast to be appointed to the top post  cji  Chief Justice of India  Ranjan Gogoi  ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા  મુખ્ય ન્યાયાધીશ  રંજન ગોગોઈ  અયોધ્યા ચુકાદો આપનાર ન્યાયાધીશ  અયોધ્યા ચુકાદો આપનારા જજ  સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ  સબરીમાલા ચુકાદો  રાફેલ ચુકાદો
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

CJI રંજન ગોગોઈના કાર્યકાળનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો અયોધ્યા જમીન વિવાદ રહ્યો. આ ચુકાદાના કારણે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમની વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેચે રામ મંદિર અને બાબરી મસ્જિદની વિવાદીત જમીનના મુદ્દે અંતિમ નિર્ણય કર્યો. આ ચુકાદો 9 નવેમ્બર 2019ના રોજ આપ્યો હતો.

રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)

અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર લાગુ કરવાના મુદ્દે સમગ્ર દેશમાં કેટલાય વિવાદ થયા. પરંતુ સીજેઆઈ ગોગોઈનો ચુકાદો મજબૂત હતો. તેમણે સ્પષ્ટ કર્યુ કે નિયત સમયમર્યાદામાં એનઆરસીને લાગુ કરવામાં આવે, જેથી ગેરકાયદેસર રીતે અસમમાં રહેતા લોકોની ઓળખાણ થઈ શકે. ગોગોઈનો જન્મ અસમના ડિબ્રૂગઢમાં જ થયો હતો.

રાફેલ મુદ્દો

14 નવેમ્બર 2019ના રોજ સીજેઆઈ રંજનગ ગોગોઈના વડપણવાળી 3 જજોની બેચે વાયુસેના માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા લડાકુ વિમાન રાફેલ ડીલ પર નિર્ણય સંભળાવ્યો. કેટલાય પ્રધાનો, સાંસદો અને વરિષ્ઠ વકીલોએ આ ડીલને પડકાર આપતા પુનઃવિચાર માટે અરજી દાખલ કરી હતી. પરંતુ કૉર્ટે અરજી રદ્દબાતલ કરતા સ્પષ્ટ કર્યુ કે આ મુદ્દે અલગથી તપાસની કોઈ જરૂર નથી

હવે CJI કાર્યાલય પણ RTI હેઠળ

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય હવે આર.ટી.આઈ. કાયદાની અંતર્ગત છે. સુપ્રીમ કૉર્ટે 13 નવેમ્બર 2019ને બુધવારે આ ચુકાદો આપ્યો. કૉર્ટે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય સાર્વજનિક છે. જેથી તે આર.ટી.આઈ. અંતર્ગત આવશે.

પ્રેસ કોન્ફરન્સ પણ કરી

સુપ્રીમ કૉર્ટની ત્રણ ન્યાયાધીશ અને જસ્ટિસ રંજન ગોગોઈએ મળીને 12 જાન્યુઆરી 2018ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ હવે ત્રણેય જજ નિવૃત થઈ ગયા છે. એવું પહેલીવાર હતુ કે ન્યાયાધીશો આ રીતે પત્રકાર પરિષદ કરી હોય. તેમણે કેસની વહેંચણી અને રૉસ્ટર સિસ્ટમ સામે સવાલ ઉભા કર્યા હતા. ત્યારબાદ રૉસ્ટર સિસ્ટમને સાર્વજનિક કરાઈ હતી.

Intro:Body:

CJI Gogoi package

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.