ETV Bharat / bharat

કૃષિ બીલ મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરશે: અમિત શાહ

author img

By

Published : Nov 29, 2020, 2:09 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, જો ખેડૂત સંગઠનો પોતાના વિરોધ પ્રદર્શનની જગ્યા બદલે તો સરકાર ટૂંક સમયમાં આ અંગે ખેડૂતો સાથે વાતચીત કરશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે, દિલ્હીની બહારના બુરાડી વિસ્તારમાં આવેલા નિરંકારી મેદાનમાં આરોગ્યની, એમ્બ્યુલન્સની તેમજ પીવાના પાણીની પૂરતી સુવિધાઓ છે. તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ આયોજીત કરાઇ છે. આથી ખેડૂતોએ ત્યાં જઇ વિરોધ પ્રદર્શન કરવું જોઇએ. સરકાર કૃષિ બીલને લગતી બધી બાબતો અંગે ચર્ચા કરવા તૈયાર છે તેમ તેમણે જણાવ્યું હતું.

કૃષિબીલ મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરશે: અમિત શાહ
કૃષિબીલ મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરશે: અમિત શાહ

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું મહત્વનું નિવેદન
  • ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શનની જગ્યા બદલે તો સરકાર કૃષિ બીલ મુદ્દે વાતચીત કરશે
  • બુરાડી વિસ્તારમાં આવેલા નિરંકારી મેદાનમાં પ્રદર્શન ખસેડવા કરી અપીલ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને તેમના વિરોધ પ્રદર્શનની જગ્યા રાજધાનીના બુરાડી મેદાનમાં અપીલ ખસેડવા અપીલ કરી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, જો આમ થાય તો કેન્દ્ર સરકાર કૃષિ બીલ અંગે ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે.

ખેડૂતો વિરોધ માટે કડકડતી ઠંડીમાં ટ્રેક્ટરો, ટ્રોલીઓ લઇને દિલ્હીની સીમા પર બેઠા છે

અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ, હરિયાણા અને દેશના કેટલાક અન્ય ભાગોના ખેડૂતો વિરોધ માટે દિલ્હીની સરહદ પર એકઠા થઇ રહ્યા છે. ભારે ઠંડીના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી અન્ય લોકોને પણ સમસ્યાઓ થઇ રહી છે.

"દિલ્હી પોલીસ મોટા મેદાનમાં તમારૂ સ્થાનાંતરણ કરવા માટે તૈયાર છે, કૃપા કરીને ત્યાં જાવ. તમને ત્યાં વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે." ગૃહપ્રધાને જણાવ્યું.

વાટાઘાટો માટે અપાયું આમંત્રણ

ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 3 ડિસેમ્બરે ખેડૂતોના પ્રતિનિધિ મંડળને તેમની સમસ્યાઓ પર વિગતવાર વાટાઘાટો માટે આમંત્રણ અપાયું છે. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.