ETV Bharat / bharat

ભગવાન શ્રીકૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ મોરારી બાપુ સામે કેસ દાખલ

author img

By

Published : Jun 8, 2020, 8:57 AM IST

જાણીતા કથાકાર મોરારી બાપુ સામે જયપુરના કાલવાડ પોલીસ સ્ટેશનમાં ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. આજકાલ મોરારી બાપુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે શ્રીકૃષ્ણ ભગવાન અને તેમના મોટા ભાઇ બલરામ સહિત આખા પરિવાર ઉપર વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળી રહ્યાં છે.

મોરારી બાપુ
મોરારી બાપુ

જયપુર: જાણીતા કથાકાર મોરારી બાપુ સામે જયપુરના કાલવાડ પોલીસ સ્ટેશનમાં ભગવાન શ્રીકૃષ્ણ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. આજકાલ મોરારી બાપુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે શ્રીકૃષ્ણ ભગવાન અને તેમના મોટા ભાઇ બલરામ સહિત આખા પરિવાર ઉપર વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળી રહ્યાં છે.

વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ
વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ

આ જોતાં હિન્દુ સમાજ સાથે સંકળાયેલા વિવિધ ધાર્મિક આગેવાનોએ આકરો વિરોધ દર્શાવ્યો છે અને વાર્તાકાર મોરારી બાપુને આ સમગ્ર પ્રકરણ અંગે માફી માંગવા જણાવ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરના સંત સૌરભ રાઘવેન્દ્ર આચાર્ય મહારાજે કાલવડ પોલીસ સ્ટેશનમાં શ્રીકૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કથાકાર મોરારી બાપુ સામે અપમાનજનક અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવાનો તેમજ હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરનારા તમામ ભક્તોની ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

જે વીડિયોને જોઇને હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિવિધ ધર્મગુરૂઓએ વિરોધ કર્યો છે. તેમજ મોરારી બાપુને માફી માંગવા જણાવ્યું છે. જયપુરના સંત સૌરભ રાઘવેન્દ્ર આચાર્ય મહારાજે કથાકાર મોરારી બાપુની સામે શ્રીકૃષ્ણ વિશે અપમાન અને આપતિજનક શબ્દોનો ઉપયોગ કરવાનો તેમજ હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરનારા તમામ ભક્તોની ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને કાલવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.