ETV Bharat / bharat

ભારત બંધ શાંતિપૂર્વક થશે, હિંસા અથવા ઉપદ્રવ બંધનો ભાગ નહીં: જગતાર બાજવા

author img

By

Published : Sep 26, 2021, 4:27 PM IST

સંયુક્ત કિસાન મોર્ચા 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂત નેતાએ બંધ સમર્થકોને અપીલ કરી છે કે, કોઇને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે. વાંચો અને વીડિયોમાં જોવો બંધ દરમિયાન કઇ-કઇ વસ્તુઓને છૂટ આપવાની વાત કરી રહ્યા છે ખેડૂત નેતા

સંયુક્ત મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ
સંયુક્ત મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ

  • સંયુક્ત કિસાન મોરચા 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું
  • હિંસા અથવા ખલેલ ભારત બંધનો ભાગ નહીં હોય
  • ભારત બંધને સફળ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે

નવીદિલ્હી/ગાઝિયાબાદ: સંયુક્ત કિસાન મોરચા ગાઝીપુર, બોર્ડરના પ્રવક્તા જગતાર સિંહ બાજવાએ જણાવ્યું કે, સંયુક્ત મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા ભારત બંધને સફળ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં વિભિન્ન સંગઠનો સાથે જિલ્લા સ્તર અને રાજ્ય સ્તર પર વાત કરીને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ભારત બંધ શાંતિપૂર્વક થશે. હિંસા અથવા ખલેલ, ભારત બંધનો ભાગ નહીં હોય.

સંયુક્ત કિસાન મોરચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ માટેના દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે. એસકેએમ અનુસાર ભારત બંધ દરમિયાન દેશમાં તમામ પ્રકારની સાર્વજનિક ગતિવિધિ બંધ રહેશે, જેમાં નીચેની જગ્યાઓ સામેલ છે:

  • કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી ઓફિસ અને સંસ્થાઓ, બજાર, દુકાન અને ઉદ્યોગ
  • સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને બધા પ્રકારની શિક્ષણ સંસ્થા
  • તમામ પ્રકારના જાહેર પરિવહન અને ખાનગી વાહનો
  • કોઇ પણ પ્રકારની સરકારી અથવા ગેરસરકારી સાર્વજનિક ફંક્શન

બંધ દરમિયાન આ જગ્યાઓને મળશે છૂટ:

  • હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, એમ્બ્યૂલન્સ અને કોઇ પણ મેડિકલ સેવા
  • કોઇ પણ પ્રકારની સાર્વજનિક(ફાયર બ્રિગેડ, આપત્તિ રાહત વગેરે) અથવા વ્યક્તિગત ઇમરજન્સી(મૃત્યુ, બીમારી, લગ્ન વગેરે)
  • સ્થાનીય સંગઠનો દ્વારા આપવામાં આવેલી કોઇ પણ પ્રકારની છૂટ

SKM ના કાર્યકર્તાઓ માટે નિર્દેશ:

1. બંધ પહેલા મીડિયા દ્વારા સમગ્ર સૂચના આપવામાં આવી જોઇએ જેથી એ દિવસે લોકોને મૂશ્કેલી ના પડે. ટ્રેડ યૂનિયન અને વેપારી સંગઠન વગેરેને સમય સાથે સૂચના આપવામાં આવશે.

2. બંધ પહેલા સ્થાનીય સ્તર પર બધા જન આંદોલનો, જન સંગઠનો અને ગેર ભાજપ રાજનીતિક દળોને બંધમાં જોડવાની કોશિશ કરવામાં આવી જોઇએ.

3. બંધ દરમિયાન લોકોને સ્વેચ્છાથી બધુ બંધ કરવાની અપીલ કરવામાં આવે, કોઇ પણ પ્રકારની જબરદસ્તી કરવામાં ન આવે. આ આંદોલનમાં કોઇ પણ પ્રકારની હિંસા અથવા તોડફોડ ન થવી જોઇએ.

4. બંધના દિવસે સંયુક્ત કિસાન મોરચા તરફથી બંધના સમર્થનમાં કોઇ સભા આયોજિત કરવામાં આવી શકે છે. મોરચા મંચ પરથી કોઇ રાજનૈતિક નેતા ભાષણ આપે નહીં, પરંતું બંધના સમર્થનમાં અલગથી મંચ મૂકીને કોઇ પણ સંગઠન અથવા પાર્ટી પોતાનું આયોજન કરી શકે છે.

5. યાદ રાખો આ બંધ સરકાર વિરુદ્ધ છે, જનતા વિરુદ્ધ નથી. આ બંધ દરમિયાન જનતાને ઓછી મૂશ્કેલી પડે તેનું ધ્યાન આપણે રાખવાનું છે.

આ પણ વાંચો- કિસાન મહાપંચાયત- ટિકૈતે કહ્યું, અમારી કબર પણ બની જાય, ધરણા સ્થળ નહીં છોડીએ

આ પણ વાંચો- સંયુક્ત કિસાન મોર્ચાનું એલાન, મોનસૂન સત્ર દરમિયાન સંસદ બહાર રોજ વિરોધ પ્રદર્શન કરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.