ETV Bharat / bharat

સંયુક્ત કિસાન મોર્ચાનું એલાન, મોનસૂન સત્ર દરમિયાન સંસદ બહાર રોજ વિરોધ પ્રદર્શન કરાશે

author img

By

Published : Jul 4, 2021, 8:34 PM IST

સંયુક્ત કિસાન મોર્ચા (SKM) ના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું છે કે, 19 જુલાઈથી શરૂ થતા મોનસૂન સત્ર દરમિયાન સંસદની સામે કેન્દ્રના ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં રોજેરોજ 200 જેટલા ખેડૂતો પ્રદર્શન કરશે.

મોનસૂન સત્ર દરમિયાન સંસદ બહાર રોજ વિરોધ પ્રદર્શન કરાશે
મોનસૂન સત્ર દરમિયાન સંસદ બહાર રોજ વિરોધ પ્રદર્શન કરાશે

  • 19 જુલાઈથી સંસદનું શિયાળુ સત્ર થશે શરૂ
  • કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહ્યું છે પ્રદર્શન
  • સંસદના મોનસૂન સત્ર દરમિયાન રોજ કરવામાં આવશે વિરોધ

નવી દિલ્હી : કૃષિ કાયદાઓના વિરોધમાં 40થી વધુ ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોર્ચા (SKM) ના નેતૃત્વમાં છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધ નોંધાવી રહ્યા છે. SKMના પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓના વિરોધમાં 19 જુલાઈથી શરૂ થતા મોનસૂન સત્ર દરમિયાન સંસદની બહાર રોજ પ્રદર્શન કરવામાં આવશે. મોનસૂન સત્ર શરૂ થતા પહેલા તમામ વિપક્ષી સાંસદોને પણ કાયદાઓનો વિરોધ કરવા એક ચેતવણીપત્ર આપવામાં આવશે.

રાષ્ટ્રીય માર્ગો પર વિરોધ પ્રદર્શન

ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેઓ અમારી માગ નહિ સાંભળે, ત્યાં સુધી અમે સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરતા રહીશું. તમામ ખેડૂત સંગઠનોમાંથી 5-5 સભ્યોને વિરોધ પ્રદર્શન માટે લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા પેટ્રોલ, ડીઝલ અને LPG ના વધતા જતા ભાવોના વિરોધમાં 8 જુલાઈના રોજ દેશવ્યાપી વિરોધનું આહ્વાન કર્યું છે. જેમાં લોકોને પોતાની પાસે જે પણ વાહન હોય તે લઈને રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઉતરવા માટે અપીલ કરી છે અને સાથે ગેસ સિલિન્ડર પણ લાવવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.