ETV Bharat / bharat

Yellow Alert in Delhi : દિલ્હીમાં યલો એલર્ટ જારી, પ્રતિબંધો લાદવામાં આવશેઃ કેજરીવાલ

author img

By

Published : Dec 28, 2021, 3:48 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કોરોનાને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક(Arvind Kejriwal High Level Meeting) યોજી હતી. કેજરીવાલે દિલ્હીમાં કોરોનાને લઈને યલો એલર્ટ(Yellow Alert in Delhi) જાહેર કર્યું છે.

Yellow Alert in Delhi : દિલ્હીમાં યલો એલર્ટ જારી, પ્રતિબંધો લાદવામાં આવશેઃ કેજરીવાલ
Yellow Alert in Delhi : દિલ્હીમાં યલો એલર્ટ જારી, પ્રતિબંધો લાદવામાં આવશેઃ કેજરીવાલ

નવી દિલ્હી: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કોરોનાને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક(Arvind Kejriwal High Level Meeting) યોજી હતી. મુખ્યપ્રધાન કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) હેઠળ યલો એલર્ટ(Yellow Alert in Delhi) જારી કરવામાં આવ્યું છે કારણ કે શહેરમાં કોવિડ -19ના કેસ(Covid 19 Case in Delhi) વધી રહ્યા છે અને તે મુજબ નિયંત્રણો લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોવિડ-19ના કેસો હળવા છે અને સંક્રમણના કેસ વધવા છતાં ઓક્સિજન કે વેન્ટિલેટરના ઉપયોગમાં કોઈ વધારો થયો નથી.

દિલ્હીમાં કોરોનાને લઈને યલો એલર્ટ

મુખ્યપ્રધાનએ કહ્યું, 'દિલ્હીમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાનો સામનો કરવા માટે અમે પહેલા કરતા 10 ગણા વધુ તૈયાર છીએ. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કોરોનાને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક(Meeting in Delhi with Covid 19) યોજી હતી. કેજરીવાલે દિલ્હીમાં કોરોનાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. બેઠકમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) લાગુ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ

ઉલ્લેખનીય છે કે જ્યારે કોવિડ ચેપ દર સતત બે દિવસ સુધી 0.5 ટકાથી વધુ રહે ત્યારે યલો ચેતવણી જારી કરવામાં આવે છે. આમાં નાઇટ કર્ફ્યુ(Night curfew in Delhi) લાદવા, શાળાઓ અને કોલેજોને બંધ કરવા, બિન-જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ઓડ-ઇવન ધોરણે ખોલવા અને મેટ્રો ટ્રેનો અને જાહેર પરિવહન બસોમાં મુસાફરોની બેઠક ક્ષમતા અડધી કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

સોમવારે શહેરમાં કોવિડ-19ના 331 નવા કેસ નોંધાયા

દિલ્હીના આરોગ્ય વિભાગ(Health Department of Delhi )દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સોમવારે શહેરમાં કોવિડ-19ના 331 નવા કેસ નોંધાયા છે, જે 9 જૂન પછી એક દિવસમાં ચેપના સૌથી વધુ કેસ છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે જ્યારે ચેપ દર વધીને 0.68 ટકા થયો છે. રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસના(Corona virus in Delhi) 290 નવા કેસ નોંધાયા હતા અને ચેપ દર 0.55 ટકા નોંધાયો હતો અને એક દર્દીનું મોત થયું હતું. કોવિડ -19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (DDMA) નાઇટ કર્ફ્યુ લાદ્યો છે જે આગામી આદેશો સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Omicron variant of Concern : તેના 50 જેટલા મ્યુટેશન અને રસી વિશે જણાવે છે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. સમીર ગામી

આ પણ વાંચોઃ Covid 19 pill Paxlovid: દક્ષિણ કોરિયાએ એન્ટી કોવિડ 19 પિલ પેક્સલોવિડના ઉપયોગને મંજૂરી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.