Omicron variant of Concern : તેના 50 જેટલા મ્યુટેશન અને રસી વિશે જણાવે છે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. સમીર ગામી

author img

By

Published : Dec 7, 2021, 8:38 PM IST

Omicron variant of Concern :  તેના 50 જેટલા મ્યુટેશન અને રસી વિશે જણાવે છે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. સમીર ગામી

કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો (Omicron variant of Concern) ગુજરાતમાં પ્રથમ કેસ જામનગરમાં (Omicron First Case in Jamnagar) નોંધાયો છે. ઑમિક્રોન વેરિઅન્ટ અને સામાન્ય કોરોનાના લક્ષણોમાં શું તફાવત છે? રસી કેટલી અસરકારક છે? લોકોએ શું સાવચેતી રાખવી જોઇએ? તે સંદર્ભે વધુ માહિતી આપતા શહેરના જાણીતા ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. સમીર ગામીએ (Chest specialist Sameer Gami) જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો બી.1.1.529 વેરિઅન્ટ ઓમિક્રોન છે અને તેના 50 જેટલા મ્યુટેશન (Omicron variant mutations) છે. આ વેરિયન્ટ બાળકો માટે ચિંતા લાવી શકે છે.

  • કોરોના વાઇરસનો બી.1.1.529 વેરિઅન્ટ ઓમિક્રોન છે
  • દેશમાં છ ડિસેમ્બર સુધી Omicron Variantના 23 કેસ નોંધાયા છે.
  • આક્રમક રીતે એટલે ઝડપથી ફેલાઇ શકે છે, પરંતુ ગંભીર નથી

સુરત : કોરોનાનો Omicron Variant સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. ત્યાં 2000થી વધુ કેસ નોંધાયા છે. આક્રમક રીતે એટલે ઝડપથી ફેલાઇ શકે છે, પરંતુ ગંભીર નથી. ઓમિકોન વેરિઅન્ટ પર રસી (Vaccination) કેટલી અસરકારક રહેશે, તે હાલ કહી શકાય નહીં. પરંતુ રસી લીધી હોય તો પણ સંક્રમણ થઇ શકે છે. રસી ન લીધી હોય તો ગંભીર રીતે સંક્રમણ થઇ શકે છે. ભારત દેશમાં છ ડિસેમ્બર સુધી ઓમિકોન વેરિઅન્ટના 23 કેસ નોંધાયા છે. જિનોમ સીક્વન્સ કર્યા પછી ખબર પડે કે સામાન્ય કોરોના (Covid-19) છે કે કોરોનાનો ઓમિકોન વેરિઅન્ટ છે. આ વેરિઅન્ટ (Omicron variant of Concern ) ભારત દેશમાં કઇ રીતે વર્તશે? કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે? કે નબળો થઇ જશે? એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. હાલ તો આ વેરિઅન્ટ કોઇપણ વયના લોકોને થઇ શકે છે. નવા વેરિઅન્ટની સારવાર માટે દવા સરખી જ છે. દર્દીને ક્વોરેન્ટીન કરવા, આઇસોલેશનમાં રાખવા.

જે લોકો એ વેકસીન નથી લીધી તેઓને તેની અસર ગંભીર થઈ શકે

ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે જે લોકોને વ્યક્તિનો બંને ડોઝ લાગી ગયો છે તેમને પણ આ વેરિએન્ટની (Omicron variant of Concern ) અસર જોવા મળી રહી છે જોકે આ અસર માઇલ્ડ છે. જે લોકોએ વેકસીન (Vaccination)નથી લીધી તેઓને આ વેરિએન્ટની ગંભીર અસર થઇ રહી છે અમે અનુમાન લગાવી શકીએ છીએ કે ભારતમાં જે લોકો એ બંને વેકસીન લીધી છે તેઓને માઇલ્ડ રહેશે. અને જે લોકો એ વેકસીન નથી લીધી તેઓને તેની અસર ગંભીર થઈ શકે.

આ વેરિયન્ટ બાળકો માટે ચિંતા લાવી શકે

ફેફસાંમાં અસર પણ તેવી જ રીતે છે જે રીતે ફેઝ 2 માં જોવા મળી

સંભાવના છે કે ત્રણથી ચાર અઠવાડિયામાં સ્પષ્ટ થઇ જશે કે ત્રીજી લહેર કેવી હશે. જો આ વેરિઅંટ Omicron Variant બંને વેકસીન લેનારને પણ ગંભીર અસર કરશે અથવા તો જેઓને કોરોના થયો હશે તેમને ફરીથી કોરોના થાય તો આ વેરિયન્ટ ત્રીજી લહેર લાવવાની તાકત રાખે છે. જો વેકસીન (Vaccination)લેનાર લોકોને માઇલ્ડ અસર કરશે તો ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી આવશે. આ વેકસીનેશનની ગંભીર અસર (Omicron variant of Concern) તે લોકોમાં જોવા મળી રહી છે કે જે લોકો વેકસીનેટેડ નથી તેમને ન્યૂમોનિયા થાય છે. ફેફસામાં અસર પણ તેવી જ રીતે છે જે રીતે ફેઝ 2 માં જોવા મળી છે.

બાળકોને ગંભીર અસર થઈ શકે

બાળકોમાં ઇન્ફેક્શન લાગવાની સંભાવના સૌથી (Omicron variant of Concern ) વધુ છે જ્યારે બીજી બાજુ એક શોધમાં જાણવા મળ્યું છે કે અનેક બાળકોને કોરોના થઈ ચુક્યો છે. એન્ટી બોડી પોઝિટિવિટી અનેક લોકોમાં જોવા મળી છે. બાળકો માટે વેકસીન (Vaccination) જેટલી જલ્દી થાય તેટલી જલ્દી લાવવી જરૂરી છે બાળકો વેકસીનેટેડ નથી જેથી તેમનેે Omicron Variant નો ચેપ લાગવાની સંભાવના વધારે છે.

ઓમિકોન વેરિઅન્ટના લક્ષણો :

  • થાક લાગવો
  • ગળામાં બળતરા
  • સામાન્ય શરદી-ખાંસી
  • સામાન્ય કોરોનાની જેમ સ્વાદ-સુગંધમાં ફેરફાર થતો નથી

શું સાવચેતી રાખવી જોઇએ

  • હાથ સાફ રાખો,માસ્ક પહેરવું ,રસી લેવી જોઇએ
  • શરદી-ખાંસી હોય તો તાત્કાલીક તપાસ કરાવવી
  • અન્ય લોકોથી એક મીટરનું ભૌતિક અંતર રાખવું
  • વેન્ટિલેશન સુધારવા માટે બારીઓ ખોલવી જોઇએ
  • નબળી વેન્ટિલેટેડ અથવા ગીચ જગ્યાએ જવાનું ટાળો
  • ખાંસી કે છીંક આવે ત્યારે નાક-મોઢા પર રૂમાલ રાખો અથવા હાથ કોણી પાસેથી વાળી નાક-મોં પર રાખો

આ પણ વાંચોઃ Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા

આ પણ વાંચોઃ Omicron Variant In Surat: ઓમિક્રોનની દહેશત વચ્ચે મહાનગરપાલિકા એક્શન મોડમાં, શાળા-કોલેજોમાં પણ થઈ રહ્યા છે ટેસ્ટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.