ETV Bharat / bharat

મહાકાલ મંદિરના વધુ એક પૂજારીનું કોરોનાને કારણે મોત

author img

By

Published : Apr 18, 2021, 5:01 PM IST

ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં કોરોનાને કારણે એક પછી એક પૂજારીના મોત કોરોનાને કારણે થઇ રહ્યા છે. રવિવારની સવારે મહાકાલ મંદિરના પૂજારીનું મોત થયું હતું. જે બાદ મહાકાલ મંદિરના પૂજારી અને પુરોહિત પરિવારમાં શોક વ્યાપ્યો છે.

મહાકાલ મંદિર
મહાકાલ મંદિર

  • મહાકાલ મંદિરના વધુ એક પૂજારીનું કોરોનાને કારણે મોત
  • પૂજારીનું કોરોના સંક્રમણને કારણે 10 એપ્રિલના રોજ મોત થયું હતું
  • હાલ મંદિરમાં કોરોના સંક્રમણથી બચાવવા માટે 11 દિવસીય મહામૃત્યુંજય જાપ ચાલી રહ્યો છે

મધ્ય પ્રદેશ : ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ વધુ એક પૂજારીનું મોત થયું હતું. રવિવારની સવારે મહાકાલ મંદિરના પૂજારીનું મોત થયું હતું. આ પૂજારી મહાકાલ મંદિરના પૂજારી સાથે મહાકાલ ધ્વજારોણ સમારોહના અધ્યક્ષ પણ હતા. કોરોના સંક્રમિત થયા બાદ ગત 6 દિવસોથી દેવાસના અમલતાસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમનો તાવ ન ઉતરવાને કારણે શનિવારના રોજ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જે બાદ રવિવારની સવારે તેમનું મોત થયું હતું. તેમનો અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે.

આ પહેલા પણ એક પૂજારીનું થયું હતું મોત

મહાકાલ મંદિરમાં પૂજારીનું કોરોના સંક્રમણને કારણે 10 એપ્રિલના રોજ મોત થયું હતું. તેમને કોરોના સંક્રમિત થયા બાદ ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં દુનિયાને કોરોના સંક્રમણથી બચાવવા માટે 11 દિવસીય મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યો છે, જ્યાં 70થી વધુ પંડિત અને પૂજારી દિવસ-રાત જાપ કરી રહ્યા છે.

આ પણ વાંચો - કોરોના કેસને કારણે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ફક્ત મધ્યપ્રદેશના સ્થાનિકો જ દર્શન કરી શકશે

બે મોત બાદ પણ ફરક નહીં, બેદરકારી દાખવવા બદલ બે પૂજારી સામે ફરિયાદ દાખલ

ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારી અને પૂરોહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા નથી. મંદિરના વહીવટી તંત્રને અંધારામાં રાખીને પૂજારી અને પુરોહિત મંદિરમાં ચાલી રહેલા અતિરૂદ્ર અનુષ્ઠાનમાં પણ શામેલ થઇ રહ્યા છે. શનિવારના રોજ મંદિર વહીવટી તંત્ર દ્વારા એક સહાયક પૂજારી અને એક પૂજારી સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. બન્ને પૂજારીનો મંદિર પરિષરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સહાયક સંચાલક મૂળચંદ જૂનવાલે જણાવ્યું હતું કે, સહાયક પૂજારી શૈલેન્દ્ર શર્મા અને પુરોહિત અજય શર્માના પરિવારના અમુક સભ્યો કોરોના સંક્રમિત થયા છે. નિયમ મુજબ બન્નેને ક્વોરેન્ટાઇન રહેવું જોઇએ, પરંતું બન્ને મંદિર આવી રહ્યા છે. આ સાથે તેમને મંદિરમાં ચાલી રહેલા અતિરૂદ્ર અનુષ્ઠાનમાં પણ ભાગ લઇ રહ્યા છે. તે કારણે તેમની સામે કલમ નંબર 188 મુજબ ગુનો નોંધાયવાયો છે.

આ પણ વાંચો - પવિત્ર શ્રાવણ માસઃ ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં મહાકાલનો વિશેષ શ્રૃંગાર, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.