ETV Bharat / bharat

air india urination case: એર ઈન્ડિયા પેશાબ કાંડમાં શંકર મિશ્રાને જામીન મળ્યા, પટિયાલા હાઉસ કોર્ટે આપ્યો ચુકાદો

author img

By

Published : Feb 1, 2023, 8:58 AM IST

જામીન પરનો નિર્ણય એડિશનલ સેશન્સ જજ હરજ્યોત સિંહ ભલ્લાએ સંભળાવ્યો હતો. સોમવારે સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી પોલીસે મિશ્રા પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવતા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આરોપી શંકરે ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશાની હાલતમાં એક મહિલા પર પેશાબ કર્યો (Air India Urination Case Verdict Update )હતો.

air india urination case: એર ઈન્ડિયા પેશાબ કાંડમાં શંકર મિશ્રાને જામીન મળ્યા, પટિયાલા હાઉસ કોર્ટે આપ્યો ચુકાદો
air india urination case: એર ઈન્ડિયા પેશાબ કાંડમાં શંકર મિશ્રાને જામીન મળ્યા, પટિયાલા હાઉસ કોર્ટે આપ્યો ચુકાદો

ન્યુ દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાને જામીન મળી ગયા છે. પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે તેને એક લાખના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તે 6 જાન્યુઆરીથી પોલીસ કસ્ટડીમાં છે.

નિવેદનમાં વિરોધાભાસ: કોર્ટે કહ્યું, પોલીસ જે મહિલાને સાક્ષી તરીકે લાવી હતી, તે જ ફરી ગઈ છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ ભલ્લાએ કહ્યું હતું કે તપાસ એજન્સી દ્વારા નામ આપવામાં આવેલ સાક્ષી તેમના પક્ષમાં જુબાની આપી રહ્યા નથી. ફરિયાદીના નિવેદન અને ઇલા બેનર્જી (સાક્ષી)ના નિવેદનમાં વિરોધાભાસ છે.જો કે, આરોપી શંકર મિશ્રાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મહિલા ફરિયાદીએ ઘટના બાદ ટિકિટ માટે વળતર માંગ્યું હતું અને તે આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરવા સંમત થઈ હતી.

DGCAએ 30 લાખનો દંડ ફટકાર્યો: આ ઘટના બાદ DGCAએ એરલાઇન પર 30 લાખનો દંડ લગાવ્યો છે. તેમજ પાઈલટનું લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બીજી તરફ એરલાઈન્સના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ 4 ક્રૂ મેમ્બર અને એક પાઈલટને ફરજ પરથી હટાવી દીધા છે. તેમને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એરલાઇન્સ પણ તેમની આલ્કોહોલ સેવા નીતિઓની સમીક્ષા કરી રહી છે. એર ઈન્ડિયાએ સ્વીકાર્યું કે આ બાબતોને ફ્લાઈટ અને એરપોર્ટ પર બંને રીતે વધુ સારી રીતે હેન્ડલ કરી શકાઈ હોત.

આ પણ વાંચો: Teacher Arrested in Maharashtra: મહારાષ્ટ્રના શિક્ષકે વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવ્યો, શિક્ષકની ધરપકડ

પ્રત્યક્ષદર્શીનું નિવેદન: એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં પેશાબની ઘટના બાદ હવે એક સહ-યાત્રીનું નિવેદન સામે આવ્યું છે. આ મુસાફર સુગતા ભટ્ટાચારજી છે. તેણે જણાવ્યું કે આ ઘટના લંચ પછી બની હતી. આરોપી શંકર મિશ્રાએ 4 વખત દારૂ પીધો હતો. ત્યારબાદ તે ભટ્ટાચારજીને પણ વારંવાર પ્રશ્નો પૂછી રહ્યો હતો. લંચ પૂરું કર્યા પછી, ભટ્ટાચારીએ ફ્લાઈટ એટેન્ડન્ટને શંકર પર નજર રાખવા કહ્યું હતુ.

ફ્લાઇટમાં પેશાબ કરવાના આરોપીનો કોર્ટમાં ખુલાસો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાના મામલામાં બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપી શંકર મિશ્રાએ કોર્ટમાં કહ્યું કે નશામાં તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી, પરંતુ પેન્ટની ઝિપ ખોલવી તે યૌન ઈચ્છા માટે નહોતી.

આ પણ વાંચો: Morbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે

દુર્વ્યવહારની ઘટનાઓ: એર ઈન્ડિયાએ મંગળવારે પેશાબ કરવાની ઘટનાઓ અને મુસાફરો દ્વારા દુર્વ્યવહારની ઘટનાઓને પગલે ફ્લાઇટમાં દારૂની નીતિમાં ફેરફાર કર્યો છે. બદલાયેલી નીતિ મુજબ, મુસાફરોને ફ્લાઇટમાં આલ્કોહોલ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં સિવાય કે ક્રૂ મેમ્બર દ્વારા સેવા આપવામાં આવે. કેબિન ક્રૂને એવા મુસાફરોની ઓળખ કરવામાં સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે જેઓ ફ્લાઇટમાં પોતાનો દારૂ પીતા હોઈ શકે છે. (Air India Urination Case Verdict Update )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.