ETV Bharat / state

Morbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે

author img

By

Published : Jan 31, 2023, 5:20 PM IST

Updated : Jan 31, 2023, 7:00 PM IST

મોરબી પુલ દુર્ઘટના મામલે આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને મોરબીની સબજેલમાં ધકેલાયો છે. આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ આજે જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતો. જયસુખ પટેલને કોર્ટ બહાર લાવતા જ મૃતકના પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હવે પોલીસ જયસુખ પટેલના રિમાન્ડની અરજી કરશે.

મોરબી પુલ દુર્ઘટના મામલે
મોરબી પુલ દુર્ઘટના મામલે

મોરબી: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને સબજેલમાં ધકેલાયો છે. આજે જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતો. પોલીસ જયસુખ પટેલના રિમાન્ડની અરજી કરશે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને સબજેલમાં ધકેલાયો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આરોપી ઓરેવાના માલિક જયસુખ પટેલને સબજેલમાં ધકેલાયો

જયસુખ પટેલ જેલમાં ધકેલાયો: બુધવારે આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ આજે મંગળવારે જયસુખ પટેલ સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયાને પગલે કોર્ટ કેમ્પસમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોર્ટે હાલ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેથી સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસે આરોપીનો કબજો મેળવી લીધો છે અને હવે રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ દરમિયાન પોલીસ ઝૂલતો પુલ દુર્ઘટનાથી અત્યાર સુધી આરોપી ક્યાં ક્યાં ગયા હતા સહિતની પૂછપરછ કરી શકે છે.

ફાંસી આપવાની માંગ સાથે આક્રોશ: પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થતા મૃતકોના પરિવારના સભ્યો કોર્ટે દોડી આવ્યા હતા અને ફાંસી આપવાની માંગ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોનો રોષ જોતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોર્ટના આદેશ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત સાથે જયસુખ પટેલને સબ જેલ ખાતે લઇ જવામાં આવ્યા હતા તેમજ ત્યાંથી પોલીસે કબજો મેળવીને ડીવાયએસપી કચેરી લાવવામાં આવ્યા હતા.

મૃતકના પરિજનોનો ભારે હોબાળો: ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ ચૂકી છે અને વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તેમજ જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલ સામે કલમ 304 મુજબ ગુનો દાખલ થયો છે. જયસુખ પટેલને કોર્ટ બહાર લાવતા જ મૃતકના પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જયસુખ પટેલ હાય-હાયના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો: Morbi Bridge Collapse : ઓરેવા કંપનીની પીડિતાઓને વળતરમાં રાહતની માંગને હાઇકોર્ટે ફગાવી

તમામ આરોપીને ચાર્જશીટની નકલ અપાઈ: મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ગુનો ઓરેવા ગૃપના મેનેજર સહીત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં 1262 પાનાંની ચાર્જશીટ રજુ કરી હતી. જે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યા બાદ તમામ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામા આવી હતી. કેસની વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Asaram Rape Case: દુષ્કર્મ કેસ મામલે આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ: ઝૂલતો પુલ દુર્ઘટનાની એફઆઈઆરમાં ઓરેવા ગ્રુપના એમડીનું નામ દાખલ કરવામાં આવ્યું ના હતું અને કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ તેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી દર્શાવ્યા છે. જેઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આજે જયસુખ પટેલ કોર્ટમાં હાજર થતાં કોર્ટે તેમને જેલમાં ધકેલ્યા છે.

મોરબી ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતા પુલનું રિનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોનાં મોત થયાં હતાં. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મૂકવામાં આવ્યું નહોતું.

Last Updated : Jan 31, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.