ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે: અફઘાન નાગરિકો

author img

By

Published : Aug 16, 2021, 1:53 PM IST

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul)થી 129 પ્રવાસીઓને લઇને એર ઇન્ડિયાનું વિમાન AI244 રવિવારે દિલ્હી પહોંચ્યું હતું.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે
અફઘાનિસ્તાનમાં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે

  • અફઘાનિસ્તાનના કેટલાય રાજનેતા અને અધિકારી પણ રવિવારે દિલ્હી પહોંચ્યા
  • દિલ્હીમાં રહેનારા લોકો પણ અફઘાનિસ્તાનના ઘટનાક્રમને લઇને ચિંતિત છે
  • અફઘાનિસ્તાનની મહિલાઓ મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતાને લઇને ચિંતિત છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલથી એર ઇન્ડિયા (Air India)ના વિશેષ વિમાનથી દિલ્હી પહોંચેલા અફઘાન નાગરિકોએ ઘરમાં રહી ગયેલા લોકો અને તેમની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે.

આ પણ વાંચો- અફગાન દુતાવાસના ટ્વિટર સાથે છેડછાડ : ડિલીટ કરાયા અમુક ટ્વિટ

129 પ્રવાસીઓને લઇને એર ઇન્ડિયાનું વિમાન AI244 રવિવારે દિલ્હી પહોંચ્યું

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ(Kabul)થી 129 પ્રવાસીઓને લઇને એર ઇન્ડિયાનું વિમાન AI244 રવિવારે દિલ્હી પહોંચ્યું હતું. કાબુલથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલી એક મહિલાનું દુખ વધી ગયું. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, દુનિયાએ અફઘાનિસ્તાનને છોડી દીધું છે. અમારા મિત્રો મરી રહ્યા છે. તાલિબાન (Taliban)અમને મારી રહ્યા છે. અમારી મહિલાઓને કોઇ વધારે અધિકાર મળવાના નથી.

અભ્યાસ કરનારા કેટલાય અફઘાન વિદ્યાર્થીઓ પણ વિમાનથી ભારત પહોંચ્યા

ભારતમાં રહીને અભ્યાસ કરનારા કેટલાય અફઘાન વિદ્યાર્થીઓ પણ વિમાનથી ભારત પહોંચ્યા. બેંગ્લોરમાં બીબીએના વિદ્યાર્થી અબ્દુલ્લા મસૂદીએ કહ્યું, લોકો બેન્ક તરફ ભાગી રહ્યા છે. મે કોઇ હિંસા જોઇ નથી, પરંતું હું એ કહી શકતો નથી, કોઇ હિંસા થઇ જ નથી. મારો પરિવાર અફઘાનિસ્તાનમાં છે. મારો પ્રવાસ પૂર્વ નિયોજીત હતી. કેટલાય લોકો કાબુલથી જતા રહ્યા છે.

પ્રધાનો અને અન્ય લગભગ બધા રાજનીતિક વ્યક્તિઓએ કાબુલ છોડી દીધુ છે

સામાન્ય નાગરિકો સાથે જ અફઘાનિસ્તાનના કેટલાય રાજનેતા અને અધિકારી પણ રવિવારે દિલ્હી પહોંચ્યા. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર રિજવાનુલ્લા અહમદજઇએ કહ્યું, 'અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં શાંતિ છે' પ્રધાનો અને અન્ય લગભગ બધા રાજનીતિક વ્યક્તિઓએ કાબુલ છોડી દીધુ છે. લગભગ 200 લોકો દિલ્હી આવ્યા છે. મને લાગે છે કે, આ નવું તાલિબાન છે જે મહિલાઓને કામ કરવાની મંજૂરી આપશે.

પાકિસ્તાન તાલિબાનના નજીકના સમર્થકોમાંથી એક છે: સાંસદ અબ્દૂલ કાદિર જજઇ

દિલ્હી પહોંચેલા અફઘાનિસ્તાનના સાંસદ અબ્દૂલ કાદિર જજઇએ કહ્યું કે, પાકિસ્તાન તાલિબાનના નજીકના સમર્થકોમાંથી એક છે. તેમણે એએનઆઇને જણાવ્યું કે, અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર થયો હતો. આ ફક્ત એક હેન્ડઓવપ પ્રક્રિયા હતી. હવે કાબુલમાં સ્થિતિ શાંત છે. પાકિસ્તાન તાલિબાનના નજીકના સમર્થકોમાંથી એક છે. સાથે જ તેમણે કહ્યું કે, મારો પરિવાર હજુ પણ કાબુલમાં છે.

હું અફઘાનિસ્તાન પાછો જઇશ : સાંસદ સૈયદ હસન પક્તિયાવલ

અફઘાનિસ્તાનના પત્કિયા પ્રાંતના સાંસદ સૈયદ હસન પક્તિયાવલ પણ દિલ્હી પહોંચ્યા અને કહ્યું કે, તેમના દેશમાં સ્થિતિ ઘણી ખરાબ છે. તેમણે કહ્યું કે, હું દેશ છોડવા નથી માંગતો. હું અહીંયા એક બેઠક માટે આવ્યો હતો. હું અફઘાનિસ્તાન પાછો જઇશ. અહીં સ્થિતિ વાસ્તવમાં ખરાબ છે.

આ પણ વાંચો- કાબુલ એરપોર્ટ લોકો થયા જમા, અમેરિકી સૈનિકોએ હવામાં કર્યું ફાયરિંગ

તાલિબાન કાબુલમાં પ્રવેશી ગયું છે: હિદાયતુલ્લા

દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં રહેનારા લોકો પણ અફઘાનિસ્તાનના ઘટનાક્રમને લઇને ચિંતિત છે. જંગપુરામાં રહેવાવાળા હિદાયતુલ્લાએ કહ્યું કે, નેતા ભાગી રહ્યા છે અને લોકોને મૂશ્કેલી વેઠવી પડે છે. મે મિત્રો સાથે વાત કરી છે અને તેમણે જણાવ્યું છે કે, તાલિબાન કાબુલમાં પ્રવેશી ગયું છે. આ યુદ્ધના કારણે મે મારા પિતરાઇ ભાઇને ખોઇ દીધો છે. ત્યાં દિલ્હીમાં રહેનારી અફઘાનિસ્તાનની મહિલાઓ મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતાને લઇને ચિંતિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.