ETV Bharat / bharat

કોરોના સંકટ પર વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, કહ્યું- દેશને લોકડાઉનથી બચાવો

author img

By

Published : Apr 21, 2021, 7:32 AM IST

ભારતમાં કોરોના સંકટને પગલે સ્થિતિ ગંભીર બનતી જાય છે. વડાપ્રધાન મોદીએ આ વિશે દેશને સંબોધન કરતાં રાજ્યોને કહ્યું હતું કે, લોકડાઉન એ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ.

કોરોના સંકટ પર વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, કહ્યું- દેશને લોકડાઉનથી બચાવો
કોરોના સંકટ પર વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન, કહ્યું- દેશને લોકડાઉનથી બચાવો

  • રાજ્યોને વિનંતી કરીશ કે, આપણું છેલ્લુ વિકલ્પ લોકડાઉન હોવું જોઈએ: મોદી
  • વડાપ્રધાને કહ્યું કે, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
  • ઓક્સિજન ઉત્પાદન વધારવા માટે અનેક સ્તરે પગલા લેવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી વધુ ઘાતક થતી જાય છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે, આજની પરિસ્થિતિમાં આપણે દેશને લોકડાઉનથી બચાવવું પડશે. હું રાજ્યોને પણ વિનંતી કરીશ કે, આપણો છેલ્લો વિકલ્પ લોકડાઉન હોવું જોઈએ. લોકડાઉન ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરો અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ધ્યાન ફક્ત કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન ગેહલોતે કહ્યું, ભયંકર થયો કોરોના, વડાપ્રધાન બંધ કરે રેલીઓ

જે વેદના ભોગવી રહ્યા છો, તેનો મને અહેસાસ છે.: મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશ કોરોના સામે ખૂબ મોટી લડત લડી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા, સ્થિતિ કાબૂમાં હતી અને ત્યારબાદ, કોરોનાની આ બીજી લહેર ઘાતક બની રહી છે. મને લાગે છે કે તમે જે વેદના ભોગવી રહ્યા છો, તેનો મને અહેસાસ છે. તેમણે કહ્યું કે, પાછલા દિવસોમાં જીવ ગુમાવનારા તમામ લોકો પ્રત્યે હું દુઃખ વ્યક્ત કરું છું. એક પરિવારના સભ્ય તરીકે હું તમારા દુઃખમાં શામેલ છું. પડકાર મોટો છે પરંતુ, આપણે મળીને તેને સંકલ્પ, હિંમત અને તૈયારી સાથે આ સમયને પાર કરવાનો છે.

રાજ્યોમાં નવા ઓક્સિજન પ્લાન્ટ

ઓક્સિજન ઉત્પાદન અને સપ્લાય વધારવા માટે અનેક સ્તરે પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યોમાં નવા ઓક્સિજન પ્લાન્ટ હોવા જોઈએ, એક લાખ નવા સિલિન્ડર પહોંચાડવા, ઔદ્યોગિક એકમોમાં વપરાતા ઓક્સિજનનો ઉપયોગ તબીબી હેતુ માટે થવો જોઈએ, ઓક્સિજન રેલ જેવા દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક, આપ્યા આ આદેશ

શક્ય તેટલા લોકો સુધી પહોંચવાની કોશિશ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રસીકરણ અંગે ગઈકાલે (સોમવારે) બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મેથી, 18 વર્ષથી ઉપરની કોઈપણને વ્યક્તિ રસી લઈ શકે છે. હવે, ભારતમાં જે રસી બનશે તેનો અડધો જથ્થો સીધા રાજ્યો અને હોસ્પિટલોને આપવામાં આવશે. રસીકરણના પ્રથમ તબક્કાથી, અમે શક્ય તેટલા લોકો સુધી પહોંચવાની કોશિશ કરી છે. ભારતમાં 10 કરોડ, 11 કરોડ અને 12 કરોડ વેક્સિનનો સૌથી ઝડપી ડોઝ આપવામાં આવ્યા છે. આપણા બધાના પ્રયત્નો જીવન બચાવવા માટે છે. આ સાથે, આર્થિક પ્રવૃત્તિઓ અને આજીવિકાને ઓછામાં ઓછી અસર થાય તે પ્રયાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.