ETV Bharat / bharat

વડોદરા એરપોર્ટ પર કેજરીવાલના આગમન પર લાગ્યા મોદી મોદીના નારા

author img

By

Published : Sep 20, 2022, 2:04 PM IST

Updated : Sep 20, 2022, 3:44 PM IST

'આપ' સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર પહોચતા અરવિંદ કેજરીવાલનું સ્વાગત મોદી મોદીના નારાથી કરાયુ હતું. પત્રકાર પરિષદમાં કેજરીવાલ મહત્ત્વની જાહેરાત કરનાર છે.

AAP national convener Arvind Kejriwal greeted Modi Modi chants at Vadodara airport
AAP national convener Arvind Kejriwal greeted Modi Modi chants at Vadodara airport

વડોદરાઃ અરવિંદ કેજરીવાલ આજે વડોદરાની મુલકાતે છે. અરવિંદ કેજરીવાલ (AAP national convener Arvind Kejriwal) આજે બપોરે 12.30 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે આગમન કરતા જ વિવાદમાં સપડાયા હતા. વડોદરા એરપોર્ટ પર પહોચતા જ અરવિંદ કેજરીવાલનું સ્વાગત મોદી મોદીના નારાથી (Modi Modi chants at Vadodara airport) કરાયુ હતું.

  • વડોદરામાં જ્યારે હું એરપોર્ટ પર ઉતર્યો, ત્યારે 4-5 લોકો મોદી-મોદીના નારા લગાવતા હતા. ભાજપ ગભરાઈ ગઈ છે, ભાજપ પોતાની હાર ભાળી ગઈ છે. એટલે સ્વભાવિક રીતે તેઓ મારી વિરુદ્ધ નારા તો લગાવડાવશે જ!
    - @ArvindKejriwal pic.twitter.com/RcgG9UDGkD

    — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પત્રકાર પરિષદમાં કેજરીવાલ મહત્ત્વની જાહેરાત કરનાર છે. અરવિંદ કેજરીવાલ વડોદરા ખાતે બપોરે 1ઃ30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને (arvind kejriwal press conference) સંબોધિત કરી હતી. અરવિંદ કેજરીવાલ વડોદરા ખાતે બપોરે 3ઃ00 વાગ્યે પેરન્ટ્સ ટીચર્સ ટાઉન હોલ ખાતે મિટિંગ કરશે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પણ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે.

ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા 21 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં યાત્રા કરશે. 6 દિવસ ઉત્તર ગુજરાતમાં હવે પરિવર્તન જોઈએ યાત્રા કરશે. ઊપરાંત મનિષ સિસોદિયા રોજ અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભાઓ ગજવશે.

Last Updated : Sep 20, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.