ETV Bharat / bharat

75 Years of Independence: આક્રમણકારોને ધૂળ ચટાડનારાં યોદ્ધા કિત્તુર ચેન્નમ્મા કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી

author img

By

Published : Nov 13, 2021, 9:50 AM IST

ભારત દેશે આક્રમણકારો સામે લડનારા એકથી એક મહાન યોદ્ધાઓને જોયા છે. યોદ્ધાઓ હંમેશા પુરૂષો જ હોય તે જરૂરી નથી, પરંતુ દેશની મહિલાઓ જ્યારે તેમની માતૃભૂમિની રક્ષાની વાત આવે છે ત્યારે તેઓ પણ સમાન લડત આપે છે. આ જ રીતે ઉલ્લાલનાં કિત્તુર ચેન્નમ્મા (Kittur Chennamma of Ullal) અને અબ્બક્કા મહાદેવી (Abbakka Mahadevi) એવી સ્ત્રીઓ છે, જેમણે વસાહતી શાસકોનો ખૂબ બહાદૂરીથી પ્રતિકાર કર્યો હતો.

75 Years of Independence: આક્રમણકારોને ધૂળ ચટાડનારાં યોદ્ધા કિત્તુર ચેન્નમ્મા કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી
75 Years of Independence: આક્રમણકારોને ધૂળ ચટાડનારાં યોદ્ધા કિત્તુર ચેન્નમ્મા કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી

  • ભારત દેશે આક્રમણકારો (Invaders) સામે લડનારા અનેક યોદ્ધા (Warriors) જોયા છે
  • માતૃભૂમિની રક્ષા માટે પુરુષ યોદ્ધાઓ જ નહીં, દેશની મહિલાઓએ પણ સમાન લડત આપી છે
  • કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી પણ આ યોદ્ધાઓમાંથી એક છે

હૈદરાબાદઃ માત્ર પુરૂષો જ નહીં, આ દેશની બહાદુર મહિલાઓએ સખત પ્રતિકાર કરીને સંસ્થાનવાદી શક્તિઓ (Colonial power) સામે લડત આપી હતી. તેમણે ભારતની ભૂમિ પર યુરોપીયન સત્તાઓની (European powers) રાજકીય આકાંક્ષાઓને તોડી પાડી હતી. અત્યારે દેશમાં આઝાદીના 75મા વર્ષની (Celebration of 75 Years of Independence) ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે 2 બહાદુર રાણીઓને યાદ કરીએ, જેઓ તેમના અંતિમ શ્વાસ સુધી સંસ્થાનવાદી શાસકો સામે લડ્યાં હતાં.

આક્રમણકારોને ધૂળ ચટાડનારાં યોદ્ધા કિત્તુર ચેન્નમ્મા કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી

કિત્તુર રાણી ચેન્નમ્મા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે

ઉત્તરીય કર્ણાટકમાં (North Karnataka), કિત્તુર રાણી ચેન્નમ્મા (Kittur Queen Chennamma) એક એવું નામ છે, જે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. દર વર્ષે 23 ઓક્ટોબરે, બેલાગવી અને આસપાસના વિસ્તારોના લોકો અંગ્રેજો સામે ચેન્નમ્માની પ્રથમ જીતની (Chennamma's first victory against the British) ઉજવણી કરે છે. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના (British East India Company) પોલિટિકલ એજન્ટ (Political Agent) અને ધારવાડના કલેક્ટર જોન ઠાકરેએ (Dharwad Collector John Thackeray) ચેન્નમ્માને નજરઅંદાજ કરીને કિત્તુર કિલ્લાની તિજોરીને જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રાનીના લેફ્ટનન્ટ અમાતુર બલપ્પાએ (Rani's Lieutenant Amatur Balappa) તેની હત્યા કરી હતી. તેના સેનાપતિઓ સાંગોલ્લી રાયન્ના અને બલપ્પા (Generals Sangolli Rayanna and Balappa) સાથે રાણીએ કંપનીની સેનાને ઉભી પૂંછડીએ ભગાડી મૂકી નાશ કર્યો હતો.

કિત્તુર રાણી ચેન્નમ્માનો જન્મ વર્ષ 1778માં થયો હતો

કિત્તુર રાણી ચેન્નમ્માનો (Kittur Queen Chennamma) જન્મ વર્ષ 1778માં બેલાગવી જિલ્લાના કાકાટીમાં થયો હતો. 15 વર્ષની વયે તેમનાં લગ્ન કિત્તુરના રાજા મલ્લસરજા (King Mallasarja of Kittur) સાથે થયા હતા, ત્યારે ચેન્નમ્મા તીરંદાજી (Archery), ઘોડેસવારી (Horse riding) અને તલવારબાજી (Fencing)માં સારી રીતે નિપૂણ હતાં. વર્ષ 1816માં રાજા મલ્લસરજાનું (King Mallasarja) અવસાન થયું અને મલ્લસરજાનો પુત્ર પ્રથમ રાણી રૂદ્રમ્મા સાથે સિંહાસન પર આવ્યો, પરંતુ વર્ષ 1824માં તેમનું પણ અવસાન થયું અને રાજ્યના કોઈ વારસદાર વિના, ચેન્નમ્માને કિત્તુરને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની (British East India Company) સાથે મળીને તેના રાજ્યને સંભાળવા માટે છોડી દેવાયાં હતાં. ત્યારબાદ તેમનાં રાજ્યને પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાણી ચેન્નમ્માએ વર્ષ 1824માં વારસદાર તરીકે શિવલિંગપ્પાને દત્તક લીધા હતા

વર્ષ 1848-58ની વચ્ચે ઔપચારિક રીતે સ્થાપના કરવામાં આવી હોવા છતાં, બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની (British East India Company) એ કિત્તુર પર ક્ષતિનો સિદ્ધાંત લાગુ કર્યો. જ્યારે રાણી ચેન્નમ્માએ (Queen Chennamma) વર્ષ 1824માં શિવલિંગપ્પાને (Shivalingappa) તેના વારસદાર તરીકે દત્તક લીધા હતા. પોલિટિકલ એજન્ટ જોન ઠાકરેએ (Political Agent John Thackeray)તેના વારસદારને મંજૂરી આપી નહતી અને તેણીને કંપનીને પ્રદેશ કબૂલ કરવાની ફરજ પાડી હતી. રાણીએ બોમ્બે પ્રેસિડેન્સીમાં (Bombay Presidency) તેના કારણની દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે તેણીની વિનંતી નકારી કાઢવામાં આવી, ત્યારે તેણીએ બ્રિટિશરો સામે બળવો કર્યો હતો.

રાણીના સેનાપતિ સાંગોલી રાયન્નાએ ગેરિલા વ્યૂહરચનાથી બ્રિટિશરો સામે લડવાનો કર્યો હતો પ્રયાસ

જોકે, રાણી પ્રથમ હુમલામાં સફળ રહ્યાં હતાં. રાણી અને તેમના માણસો બહાદૂરીપૂર્વક લડ્યા હતા પણ ચેન્નમ્મા બીજા હુમલામાં પકડાઈ ગયાં હતાં. સબ-કલેક્ટર મુનરો, થોમસ મુનરોના ભત્રીજા-મદ્રાસના ગવર્નર જનરલ- કિત્તુર દળો દ્વારા માર્યા ગયા હતા. રાણી ચેન્નમ્માને બૈલહોંગલ કિલ્લામાં કેદ કરવામાં આવ્યા, જ્યાં વર્ષ 1829માં તેમનું મૃત્યુ થયું હતું. રાણીના સેનાપતિ સાંગોલી રાયન્નાએ (Sangoli Rayanna, the queen's general) તેની ગેરિલા વ્યૂહરચનાથી (Guerrilla strategy) બ્રિટિશરો સામે લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જ વર્ષે જ્યારે રાની મૃત્યુ પામી ત્યારે તેને પકડી લેવામાં આવ્યો અને ફાંસી આપવામાં આવી હતી.

કિત્તુર ચેન્નમ્માનો વારસો (The legacy of Kittur Chennamma) આજ સુધી જીવંત છે અને કર્ણાટક સરકાર (Karnataka Government) દર વર્ષે 22 અને 24 ઓક્ટોબરની વચ્ચે તેમની જીતની ઉજવણી કરે છે.

અબક્કા મહાદેવી, જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પોર્ટુગીઝો તેમનાથી ડરીને જ રહ્યા

જો ચેન્નમ્માએ બ્રિટિશરો સામે આતંક મચાવ્યો હતો તો 300 વર્ષ પહેલાં દરિયાકાંઠાના કર્ણાટકની એક મહિલા પોર્ટુગીઝ માટે દુઃસ્વપ્ન બની ગઈ હતી. ભારતમાં ઉતરેલી પ્રથમ સંસ્થાનવાદી શક્તિઓ. જ્યાં સુધી તે જીવતી હતી. ત્યાં સુધી પોર્ટુગીઝો તેમના જીવનથી ડરતા હતા. તે હતા અબક્કા મહાદેવી. જેમણે તુલુનાડુમાં મેંગલોર નજીક ઉલ્લાલના નાના રાજ્ય પર શાસન કર્યું હતું. અબ્બક્કા ચૌતસના હતા, જેમણે માતૃવંશીય વારસાને અનુસર્યો હતો અને અબ્બક્કાને વર્ષ 1525માં ઉલ્લાલનાં રાણી તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ગોવા પર કબજો કર્યા પછી પોર્ટુગીઝોએ તેમનું ધ્યાન પશ્ચિમ કિનારે ફેરવ્યું હતું અને વર્ષ 1525માં મેંગ્લોર કબજે કર્યું. મેંગલોરની બાજુમાં આવેલા ઉલ્લાલ બંદર અરબી દ્વિપકલ્પ સાથે મસાલાના વેપાર સાથે ખૂબ સમૃદ્ધ હતું.

અબક્કા મહાદેવીએ તમામ જાતિ-ધર્મના સ્થાનિક શાસકો સાથે ઝડપથી જોડાણ કર્યું હતું

સ્ત્રી દ્વારા એક નાના સામ્રાજ્ય પર શાસન કરાતું હોવાથી વસાહતી દળોએ તેને હલકામાં લીધું હતું, પરંતુ પોર્ટુગીઝો ખોટા પડ્યા. તે તો ખૂબ જ ચપળ મહિલા હતાં, જેમણે જાતિ અને ધર્મના તમામ સ્થાનિક શાસકો સાથે ઝડપથી જોડાણ કર્યું. તેમની સેનામાં તમામ સમુદાયોના સૈનિકોનો સમાવેશ થતો હતો અને નૌકાદળમાં સ્થાનિક મોગાવીરા માછીમારો અને મુસ્લિમ બેરીનો સમાવેશ થતો હતો, જેઓ નૌકા યુદ્ધમાં સારા હતા. તેમણે પોર્ટુગીઝ કાફલા પર અગ્નિવાન (અગ્નિ-તીર)નો ઉપયોગ કર્યો હોવાનું પણ કહેવાય છે, જેના કારણે આક્રમણકારોના નૌકા જહાજોને મોટા પાયે નુકસાન થયું હતું.

રાણીએ પોર્ટુગીઝોને અંદર ક્યારેય ન આવવા દીધા

તેમણે કાલિકટના ઝામોરિન (Zamorin of Kalikat) સાથે જોડાણ કર્યું અને આગામી વર્ષો સુધી પોર્ટુગીઝોને દૂર રાખ્યા હતા. આ સાથે જ તેમણે પુનરાવર્તિત માગણીઓ છતાં પોર્ટુગીઝોને કોઈ પણ શ્રદ્ધાંજલિ આપવાનો ઈનકાર કર્યો હતો. તેમની રણનીતિથી નિરાશ થઈને, પોર્ટુગીઝોએ વર્ષ 1555માં એડમિરલ ડોમ અલ્વારો દા સિલ્વેરાની (Admiral Dom Alvaro da Silvera) આગેવાની હેઠળ નૌકાદળ મોકલ્યું, પરંતુ રાણી કિલ્લાને પકડી રાખવામાં સફળ રહ્યાં હતા. પોર્ટુગીઝોએ વર્ષ 1557માં ફરી એકવાર મેંગલોર પર આક્રમણ કર્યું, પરંતુ અબક્કાનો ઉલ્લાલ બીજા દાયકા સુધી તેમની પહોંચથી દૂર રહ્યો હતો.

પોર્ટુગીઝોના બીજા હુમલા પછી રાણીએ મસ્જિદમાં આશરો લીધો હતો

વર્ષ 1568માં બીજો હુમલો થયો હતો. જ્યારે પોર્ટુગીઝ જનરલ જોઆઓ પીક્સોટોએ (Portuguese General Joao Pixotto) મોટી સેના સાથે ઉલ્લાલ પર કૂચ કરી હતી. તેઓ ઉલ્લાલને પકડવામાં સફળ થયા, પરંતુ રાણી ત્યાંથી જતા રહ્યાં હતાં. તેમણે નજીકની એક મસ્જિદમાં આશરો લીધો અને ઝડપથી તેના દળોને એકત્રિત કર્યા. તે જ રાત્રે તેઓ પરત ફર્યા પોર્ટુગીઝ જનરલ પીક્સોટોની હત્યા કરી. સિત્તેર પોર્ટુગીઝ સૈનિકો જીવતા પકડાયા હતા. તેમણે તેમના એડમિરલ મસ્કરેન્હાસને પણ મારી નાખ્યા અને પોર્ટુગીઝનો મેંગ્લોરથી પીછો કર્યો.

વર્ષ 1570માં વિશ્વાસઘાતના કારણે રાણી હારી ગયા હતા

પછીના વર્ષોમાં પોર્ટુગીઝ પ્રદેશો મેળવવામાં સફળ થયા, પરંતુ અબ્બાક્કા તેમના માટે સૌથી મોટો માથાનો દુખાવો બની રહ્યાં હતાં. યુદ્ધમાં તેમનો મુકાબલો કરવામાં અસમર્થ પોર્ટુગીઝને તેના વિમુખ પતિ સાથે સાથી મળ્યો અને વર્ષ 1570માં તેમને વિશ્વાસઘાતથી હરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાણી અબ્બ્ક્કાને કેદ કરવામાં આવ્યા, પરંતુ તેમણે જેલમાં બળવો કર્યો અને લડતા લડતા મૃત્યુ પામ્યા હતા.

રાણી અબ્બક્કા એક દંતકથા છે

દરિયાકાંઠાના કર્ણાટક માટે, અબક્કા એક દંતકથા છે અને તેમની બહાદુરી પેઢી દર પેઢી યક્ષગાન દ્વારા પસાર થાય છે, જે દરિયાકાંઠાના કર્ણાટકની લોકપ્રિય લોકકળા (Popular folk art of Karnataka) છે. તેણીને દૈવા કોલામાં પણ ગાવામાં આવે છે, જે સમાધિનું સ્થાનિક ધાર્મિક નૃત્ય છે. તેમનું સન્માન કરતાં ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard) હિન્દુસ્તાન શિપયાર્ડમાંથી (Hindustan Shipyard) ઉત્પાદિત તેમના ઈનશોર પેટ્રોલ વેસલ્સનું (Insured petrol vessels) પ્રથમ નામ રાણી અબક્કા (Queen Rani Abakka) તરીકે રાખ્યું અને રાણી અબક્કા વર્ગમાં 5 પેટ્રોલિંગ જહાજોનો સમાવેશ થાય છે, જે આઝાદ દેશના દરિયાકિનારા પર જાગ્રત રાખે છે.
આ પણ વાંચો-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.