ETV Bharat / bharat

મથુરાના યમુના એક્સપ્રેસ વે પર ટેન્કરે કારને મારી ટક્કર, 7ના મોત

author img

By

Published : Feb 24, 2021, 7:09 AM IST

યમુના એક્સપ્રેસ વે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અનિયંત્રિત ટેન્કરે ઈનોવા કારને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે. તમામ મૃતકો હરિયાણાના રહેવાસી હતા.

accident
accident

  • ભયાનક માર્ગ અકસ્માતમાં મથુરામાં 7 લોકોનાં મોત
  • મૃત્યુ પામેલા તમામ મૃતકો હરિયાણાના રહેવાસી
  • બેકાબુ થયેલા ટેન્કરે કારને મારી હતી ટક્કર

મથુરા: યમુના એક્સપ્રેસ વે પર મંગળવારની મોડી રાત્રે એક દર્દનાક ઘટના બની હતી. જ્યાં ઝડપી ટેન્કરે કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. કાર આગ્રાથી નોઈડા જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જ્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોક્લાયા હતા.

યમુના એક્સપ્રેસ પર 7 લોકોના મોત

યમુના એક્સપ્રેસ પર મંગળવારે મોડી રાત્રે નૌઝિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર એક હાઇ સ્પીડ ટેન્કર બેકાબૂ થઈ ડિવાઇડરમાં ટકરાઈ ગયું હતું. ટેન્કરની ગતિ એટલી ઝડપી હતી કે તે બીજી બાજુથી આવી રહેલી કાર સાથે ટક્કરાઇ ગયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. ટેન્કરમાં તેલ હોવાને કારણે તેલ લીક થવા લાગ્યું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

યમુના એક્સપ્રેસ વે રોકવો પડયો ટ્રાફિક

ટેન્કરમાં લીકેજ થવાને કારણે યમુના એક્સપ્રેસ વે પર ટ્રાફિક બંધ કરાયો હતો. જેથી કોઈ ઘટના ન બને. જે બાદ ફાયર વિભાગની મદદથી કાર ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ યમુના એક્સપ્રેસ વે જામ થઈ ગયો હતો.

કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

મૃતકોની ઓળખાણ થતાં હરિયાણાના રહેવાસીઓ કારમાં દિલ્હી તરફ જઇ રહ્યા હતા. ત્યારે ટેન્કરે બેકાબૂ થઈ ઈનોવા કારને ટક્કર મારી હતી. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા. જેમાં કાર ચાલક મનોજ તેની પત્ની બબીતા, પુત્ર અભય, હેમંત, અન્નુ અને પુત્રી હિમાદ્રી તેમજ ડ્રાઇવર રાકેશ સાથે હાજર હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.