ETV Bharat / bharat

Rajsthan Accident: રાજસ્થાનના બાડમેરમાં બે વાહનોની ટક્કર, ગુજરાતના 3 લોકોના મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 12:59 PM IST

રાજસ્થાનના બાડમેરમાં દર્દનાક રોડ અકસ્માત સર્જાયો હતો. બે વાહનો વચ્ચેની ભીષણ અથડામણમાં કારમાં સવાર ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

રાજસ્થાનના બાડમેરમાં બે વાહનોની ટક્કર
રાજસ્થાનના બાડમેરમાં બે વાહનોની ટક્કર

રાજસ્થાન: બાડમેર જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ધોરીમાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર બે વાહનો વચ્ચેની ભયાનક અથડામણમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. કારમાં સવાર ચારેય મિત્રો રાજસ્થાનની મુલાકાત લઈને પાછા ગુજરાત પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.

ગુજરાત પરત ફરતાં બની ઘટના: હેડ કોન્સ્ટેબલ કેસારામના જણાવ્યા અનુસાર ગુજરાતના રહેવાસી ચાર લોકો કારમાં ગુજરાત તરફ જઈ રહ્યા હતા. ધોરીમાન્ના પોલીસ સ્ટેશન વિસ્તારના બોર ટોલ પ્લાઝા પાસે બે વાહનો અથડાયા હતા. અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ટક્કર માર્યા બાદ અન્ય વાહનનો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નજીકના લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી અને ઘણી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા.

અકસ્માતમાં મૃતકોની ઓળખ પહલાદ ભાઈના પુત્ર વિષ્ણુભાઈ, ચંદુભાઈ પટેલના પુત્ર જીજ્ઞેશભાઈ અને ગિરધારીભાઈના પુત્ર જીતિનભાઈ તરીકે થઈ છે.

પોલીસ તપાસ શરૂ: રમણભાઈના પુત્ર વિષ્ણુભાઈ તરીકે જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર ચાર મિત્રો ગુજરાતથી બીકાનેર અને જેસલમેરના તનોટ ફરવા આવ્યા હતા. તેઓ મુસાફરી કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. હેડ કોન્સ્ટેબલ કેસારામે જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

  1. Jammg Kashmir: પૂંછમાં 3 નાગરિકોની કથિત કસ્ટોડિયલ હત્યા અંગે સેના દ્વારા કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ
  2. Year-ender 2023 : વર્ષ 2023 ની માનવતાને શર્મસાર કરતી ઘટના, ઉજ્જૈનમાં અર્ધ-નગ્ન હાલતમાં સગીર બાળકી મદદ માંગતી રહી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.