ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,596 કેસ નોંધાયા, નવા કેસ 230 દિવસમાં સૌથી ઓછા નોંધાયા

author img

By

Published : Oct 18, 2021, 11:09 AM IST

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 13,596 કેસ નોંધાયા છે અને 166 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. 19,582 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે, 6,152 સક્રિય કેસ ઓછા થયા છે. જ્યારે નવા કેસ 230 દિવસોમાં સૌથી ઓછા છે. કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 3,40,81,000 લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4,52,290 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તો અત્યાર સુધી 3,34,39,000 લોકો સાજા થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,596 કેસ નોંધાયા, નવા કેસ 230 દિવસમાં સૌથી ઓછા નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,596 કેસ નોંધાયા, નવા કેસ 230 દિવસમાં સૌથી ઓછા નોંધાયા

  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 14,000ની નીચે નોંધાયા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,596 કેસ નોંધાયા છે
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19,582 દર્દી સાજા થયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ (Corona Cases) સતત ઘટી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Central Health Ministry) સોમવારે આંકડા જાહેર કર્યા છે, જે મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,000થી ઓછા કેસ (Corona Cases) નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કોરોનાના કેસ (Corona Cases) નોંધાયા છે અને 166 કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. 19,582 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે, 6,152 સક્રિય કેસ ઓછા થયા છે. જ્યારે નવા કેસ 230 દિવસોમાં સૌથી ઓછા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3,40,81,000 લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4,52,290 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તો અત્યાર સુધી 3,34,39,000 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 2 લાખથી ઓછી થઈ ગઈ છે. જ્યારે કુલ 1,89,694 લોકો હજી પણ કોરોનાથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના કુલ કેસ- 3,40,81,315

કુલ સાજા- 3,34,39,331

કુલ સક્રિય કેસ- 1,89,694

કુલ મૃત્યુ- 4,52,290

કુલ રસીકરણઃ 97,79,47,000

  • COVID19 | India reports 13,596 new cases in the last 24 hours; lowest in 230 days. Active caseload stands at 1,89,694: Ministry of Health and Family Welfare pic.twitter.com/nxuu17yVXX

    — ANI (@ANI) October 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશમાં કોરોનાની રસીના 97,79,47,000 ડોઝ અપાઈ ચૂક્યા છે

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબર સુધી દેશભરમાં કોરોનાની રસીના 97,79,47,000 ડોઝ અપાઈ ચૂક્યા છે. ગઈકાલે 12.05 લાખ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તો ICMRના મતે, અત્યાર સુધી 59.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. તો ગઈકાલે 9.89 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા આવ્યા છે, જેનો પોઝિટિવિટી રેટ 2 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે. જ્યારે સાજા થવાનો દર 98.10 ટકા છે. જ્યારે સેક્રિય કેસ 0.57 ટકા છે. તો કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી સૌથી વધુ મૃત્યુ ભારતમાં થયા છે.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં માત્ર 10 કોરોના કેસ, 16 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

આ પણ વાંચો- ...તો નહીં આવે કોરોનાની ત્રીજી લહેર! આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.