ETV Bharat / assembly-elections

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ વખતે જોવા મળશે ત્રિપાખીયો જંગ

author img

By

Published : Nov 24, 2022, 1:16 PM IST

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (rajkot rural assembly seat) પર આ વખતે ત્રિપાખીયો જંગ જોવા મળશે.રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને(bhanuben babriya bjp candidate) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર એવા વશરામ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર આ વખતે જોવા મળશે ત્રિપાખીયો જંગ
this-time-tripakhio-jang-will-be-seen-at-rajkot-rural-assembly-seat

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે.રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (rajkot rural assembly seat) પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને (bhanuben babriya bjp candidate) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને (suresh bathvar congres candidate) આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર એવા વશરામ સાગઠીયાને (vashram sagthiya aam aadmi party candidate) ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ વખતે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ત્રિપાખીયો જંગ જોવા મળશે.

વિધાનસભા બેઠકનો ઇતિહાસ: રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. વર્ષ 1990માં ભાજપે આ બેઠક પર ખાતુ ખોલ્યું હતું. જોકે 1995મા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. 1998માં ફરી ભાજપ આ બેઠક જીત્યું અને ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.1995માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જો કે તે બાદ 1998,2002, 2007, 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે. 2012ની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરીયાએ 9 હજાર વોટથી કોંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઈ સાગઠિયાનો કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા સામે 3 હજાર કરતા ઓછી સરસાઈથી વિજય થયો હતો.

મતદારોની સંખ્યા: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ગ્રામ્ય મત ક્ષેત્રમાં શહેરના 1.91 લાખ અને ગ્રામ્યના મળી કુલ 366956 મતદારો રહેલા છે. મવડી વિસ્તારના વોર્ડ નં.11, 12ના મત નિર્ણાયક બને છે. લોકસભાની ચૂંટણી વખતે પણ આ મત ઉપર વધુ મદાર હોય છે. અનામત બેઠકમાં શહેરમાં રહેલા 1.91 લાખ પૈકી 1.15 લાખ કડવા અને લેઉવા પટેલ મતદાર છે. તો 26338 પ્રજાપતિ, 25000 કડીયા, 11000 ક્ષત્રિય, 31000 દલિત, 15000 બ્રાહ્મણ, 7000 લોહાણા, અન્ય જ્ઞાતિના 55000 મત અંકે કરવા પક્ષોની રણનીતિ હોય છે.

બેઠકની ખાસીયત: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા 71 બેઠકનો વિસ્તાર મોટો છે. જ્યારે આ બેઠકના મતવિસ્તારમાં રાજકોટ શહેરના ત્રણ વોર્ડ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારની સૌથી મોટી ખાસિયત એ છે કે લોધિકા જીઆઇડીસી વાવડી ઇન્ડસ્ટ્રીઝ સ વિસ્તારમાં આવેલ છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આ મત ક્ષેત્રમાં આવી જાય છે. જ્યારે આ બેઠકના મતદારો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના એમ બે વિસ્તારના હોવાના કારણે બેઠક પર ખૂબ જ રસાકસી પણ જોવા મળતી હોય છે.

બેઠકની માગ: આ વિસ્તાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોવાથી શહેરી વિસ્તારના કેટલાક વોર્ડમાં હજુ પણ પ્રાથમિક પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, આરોગ્ય, શાળા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાં બે જેટલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવતા હોય જેમાં વાવડી જીઆઇડીસી મેટોડા ત્યારે આ વિસ્તારમાં પણ સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકોની પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ છે.

ઉમેદવારોની ખાસિયત: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ભાનુબેન બાબરીયાની ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ભાનુબેન બાબરીયા ભાજપમાંથી બે ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે ફરી તેમને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાનુબેન મહિલા ઉમેદવાર હોવાના કારણે આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે સુરેશ બથવારએ પીજીવીસીએલના પૂર્વ ડેપ્યુટી એન્જિનિયર છે. ત્યારે તેઓ એક શિક્ષિત ઉમેદવાર તરીકે પોતાની છાપ વિસ્તારમાં મૂકી રહ્યા છે. સુરેશ બથવાર એજ્યુકેશન સાથે સંકળાયેલા હોવાથી તેઓ અવારનવાર શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપતા નજરે પડે છે. હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વશરામ સાગઠીયાની વાત કરીએ તો વશરામ સાગઠીયાએ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ તેઓ પોતાના મતવિસ્તારમાં અને સમાજમાં આવવું સ્થાન ધરાવે છે. તેમને પોતાની છબી એક દલિત નેતા તરીકેની ઉભી કરી છે. જ્યારે તેઓ એક ટ્રસ્ટ પણ ચલાવે છે અને તેના આધારે તેઓ લોકોને સેવા કરતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.