ETV Bharat / assembly-elections

પ્રથમ તબક્કાના મતદાનમાં 13065 મતદાનમથકોનું લાઈવ વેબકાસ્ટિંગ મોનિટરિંગ કઇ રીતે થશે જૂઓ

author img

By

Published : Nov 30, 2022, 9:50 PM IST

પ્રથમ તબક્કાના મતદાનમાં 13065 મતદાનમથકોનું લાઈવ વેબકાસ્ટિંગ મોનિટરિંગ કઇ રીતે થશે જૂઓ
પ્રથમ તબક્કાના મતદાનમાં 13065 મતદાનમથકોનું લાઈવ વેબકાસ્ટિંગ મોનિટરિંગ કઇ રીતે થશે જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ની મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર (Gujarat Election Monitoring) રાખવા રાજ્યના 50 ટકાથી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં ( First Phase Poll ) 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ( Gujarat Election web casting) કરાશે. જેનું મતદાન પહેલા ચૂંટણી પંચ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ( Vidya Samiksha Kendra ) પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ની મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ( First Phase Poll )કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ ( Gujarat Election web casting ) કરાશે.

મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે
મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે

રાજ્યકક્ષાનો મોનિટરિંગ રુમ કાર્યરત ચૂંટણી પંચ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર( Vidya Samiksha Kendra ) સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત (Gujarat Election Monitoring) કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે.

જિલ્લા કક્ષાએ મોનિટરિંગ પ્રથમ તબક્કામાં ( First Phase Poll ) જ્યાં મતદાન થવાનું છે. તે તમામ 19 જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ (Gujarat Election Monitoring) કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું ( Gujarat Election web casting) આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે. વધુમાં, લાઈવ વેબકાસ્ટિંગથી આ તમામ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.