ETV Bharat / assembly-elections

ભાજપ આ રેકોર્ડ તોડવામાં અસમર્થ રહ્યું, 2007માં બન્યો હતો આ સંજોગ

author img

By

Published : Dec 9, 2022, 6:59 PM IST

Updated : Dec 9, 2022, 7:49 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામોમાં (Gujarat Assembly Election 2022 Results) ભાજપના 156 કમળ ખીલવાની ઠેર-ઠેર ચર્ચા થઈ રહી છે. માથાના ટોળામાં ચર્ચાતી વાતો ભાજપના વિશ્વ વિક્રમ તરફ પ્રકાશ પાડતી દેખાય રહી છે, જેમાં એક સામાન્ય શબ્દ લોકોના મોઢે છે રેકોર્ડ બ્રેક. જો કે અમે તમને જણાવી રહ્યા છે ભૂતકાળનો એક એવો રેકોર્ડ જે ભૂતકાળમાં બન્યો અને ભાજપ એ તોડવામાં અસમર્થ રહ્યુ છે. (Gujarat Assembly Election big Lead Record)

GUJARAT ASSEMBLY ELECTION BIG LEAD RECORD BY BJP CANDIDATES
GUJARAT ASSEMBLY ELECTION BIG LEAD RECORD BY BJP CANDIDATES

ગાંધીનગર: ભાજપ... ભાજપ... ભાજપ... અને મોદી-મોદીના શબ્દો સાથે રેકોર્ડ (Gujarat Assembly Election big Lead Record0) નામનો શબ્દ પણ મોદીનો સામાનાર્થી થઈ પડ્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાની દરેક સભામાં એક નિવેદન સાથે વિનંતીના બાણ ચલાવ્યા હતા કે મારો રેકોર્ડ આ વખતે તમારે તોડવાનો છે અને ભૂપેન્દ્રને નરેન્દ્રથી પણ વધુ મત આપી વિજય બનાવાના છે. સાથે જ તેમણે પોતાની સભાઓમાં 150ના અંક પર વારંવાર ભાર મૂક્યો હતો. થયુ પણ કઈક આવુજ અને ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા પરથી પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને 192263 મતોની સરસાઈથી જીત પોતાને નામ કરી હતી. આટ આટલા રેકોર્ડ બન્યા પણ ભાજપ આ રોકર્ડ તોડવમાં અસમર્થ રહ્યુ.

2007માં બન્યો હતો આ સંજોગ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007ના પરિણામોની (Gujarat Assembly Election 2022 Results) વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાકર નરોત્તમ પટેલે 584098 મત મેળવી કોંગ્રેસના ગોવિંદ ધાનાણીના 237158 મત સામે 346940ના જંગી મતોના વધારાથી આ વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. એટલુ જ નહી પણ 2007માં જ અમિત શાહે 407659 મતોથી સરખેજની બેઠક પોતાને નામ કરી હતી. જેમા તેમણે કોંગ્રેસના શશિકાંત જેમને 171836 મત મળ્યા હતા તેમને 235823ના જંગી મતોના વધારાથી હરાવી આ વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ આ રેકોર્ડ પણ તોડી શક્યા નથી.

ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડ્યો: ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ભાજપે કુલ 156 બેઠકો (BJP Win Gujarat Election 2022) કબજે કરીને નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડી નાંખ્યો છે. તો માધવસિંહ સોલંકીની 149 બેઠકની જીતનો રેકોર્ડ બ્રેક ( Madhavsinh Solanki Record Break ) થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022 Results) પ્રચારમાં આવ્યા ત્યારે જાહેરસભામાં જ કહેતા હતા કે આ ચૂંટણીમાં નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તમે બધા રેકોર્ડબ્રેક મતદાન કરજો. તેમ કહીને પ્રચાર કરતાં હતા. ત્યારે કોઈએ સ્વપ્નેય નહોંતું વિચાર્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે 2002માં ભાજપે 127 બેઠક જીતવાનો રેકોર્ડ કર્યો હતો તે તોડશે. હવે જ્યારે ચૂંટણી પરિણામ આવી ગયા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે. 2002માં ભાજપના નરેન્દ્ર મોદીની 127 બેઠક જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

સૌથી વધુ માર્જિન સાથેની જીતઃ 2007ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, તેમાં સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર ભાજપ ( BJP ) માંથી નરોત્તમભાઈ પટેલ અને સામે કોંગ્રેસ ( Congress ) માંથી ધાનાણી જનકભાઈ ગોવિંદભાઈ ચૂંટણી લડ્યા હતાં. પરિણામ (Gujarat Election Interesting Results ) જાહેર થયા ત્યારે ભાજપના નરોત્તમભાઈ પટેલને 5,84,098 મત મળ્યા હતા અને કોંગ્રેસના જનકભાઈ ધાનાણીને 2,37,158 મત મળ્યા હતા. આમ ભાજપના નરોત્તમભાઈ પટેલ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ 3,46,940 ભારે મતના માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail ) વિજયી બન્યાં હતાં.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ હતું.

સૌથી વધુ મત મેળવવાનું કારણઃ 2002માં નરોત્તભાઈ પટેલ ગુજરાત વિધાનસભામાં જીત્યા હતાં, અને તેઓ તે વખતે પાણી પુરવઠાપ્રધાન બન્યાં હતાં. 2004માં સુરતમાં પૂર આવ્યું હતું, ત્યારે નરોત્તમભાઈની સહાય કામગીરી ખૂબ વખણાઈ હતી. તેઓને 2007માં મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યાં હતાં. ચોર્યાસી બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ વિસ્તારમાં કોળી પટેલ, પાટીદાર અને ઉત્તર ભારતીયમાં મરાઠી લોકોની વસ્તીની બહુમતી છે. આથી નરોત્તમભાઈ સૌથી વધુ માર્જિનથી ( Highest and Lowest Margin Victory Detail )જીત્યાં હતાં.

2017માં સૌથી વધુ માર્જિન સાથે જીત 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Gujarat Election Interesting Results )માં અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક પર ભાજપના અને હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલને કુલ 1,75,652 મત મળ્યા હતાં અને કોંગ્રેસના ઉમેદવાર શશીકાન્ત પટેલને 57,902 મત મળ્યા હતાં. એટલે કે ભાજપના ભૂપેન્દ્ર પટેલ 1,17,750 સૌથી વધુ મતના માર્જિન સાથે જીત હાંસલ કરી હતી. 2017ની ચૂંટણી પરિણામમાં સૌથી વધુ માર્જિન સાથેની જીત ( Highest and Lowest Margin Victory Detail ) ઘાટલોડિયા બેઠક પર હતી.

સૌથી વધુ મત ભૂપેન્દ્ર પટેલને શા માટે અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર ભાજપનો ગઢ છે અને તે બેઠક ભાજપ માટે ખૂબ જ સલામત અને શ્યોરશોટ્સ જેવી છે. ઘાટલોડિયામાં પાટીદાર બહુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હોવાથી ત્યાંના ટોટલ મત ભાજપને જાય છે.

Last Updated : Dec 9, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.