ETV Bharat / assembly-elections

કોંગ્રેસ 38 બેઠક પર ઉમેદવારના નામ શા માટે જાહેર નથી કરી શકી, માંજલપુરમાં સસ્પેન્સ

author img

By

Published : Nov 16, 2022, 6:47 PM IST

કોંગ્રેસ 38 બેઠક પર ઉમેદવારના નામ શા માટે જાહેર નથી કરી શકી, માંજલપુરમાં સસ્પેન્સ
કોંગ્રેસ 38 બેઠક પર ઉમેદવારના નામ શા માટે જાહેર નથી કરી શકી, માંજલપુરમાં સસ્પેન્સ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં દર વખતે કોંગ્રેસ મોડીજ ઉમેદવારની યાદી જાહેર કરે છે. જ્યારે ભાજપ પક્ષે 10 નવેમ્બરના રોજ એક સાથે 160 જેટલા ઉમેદવારો તાત્કાલિક ધોરણે જાહેર કર્યા હતા, પરંતુ છેલ્લી 22 બેઠક માટે છ દિવસ મનોમંથન કર્યું હતું. તેમ છતાં પણ હજુ એક બેઠક વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકનું (Manjalpur assembly seat of Vadodara) નામ હજી સુધી જાહેર થયું નથી. આ બાબતે શું કહ્યું રાજકીય પંડીતે તે જાણીએ આ અહેવાલમાં.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) અંતર્ગત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ધીમે ધીમે જાહેર કરે છે. જ્યારે ભાજપ પક્ષે 10 નવેમ્બરના રોજ એક સાથે 160 જેટલા ઉમેદવારો તાત્કાલિક ધોરણે જાહેર કર્યા હતા, પરંતુ છેલ્લી 22 બેઠક માટે છ દિવસ મનોમંથન કર્યું હતું. તેમ છતાં પણ હજુ એક બેઠક વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકનું (Manjalpur assembly seat of Vadodara) નામ હજી સુધી જાહેર થયું નથી. ત્યારે કોંગ્રેસે પણ 35 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

માંજલપુર બેઠક પર ભાજપ નથી જાહેર કર્યું નામ ભાજપમાં બાકી રહેલા 4 બેઠક પૈકી 3ના નામ જાહેર કર્યા છે પણ હજુ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકનું નામ જાહેર થયું નથી. ત્યારે માંજલપુર બેઠક પર પૂર્વપ્રધાન યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે. માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. પરંતુ ભાજપે 2022માં જીત માટે કેટલાક સમીકરણો બદલ્યા જેમ પૂર્વપ્રધાનોની પણ ટીકીટ કાપી છે. હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવાર ટીકીટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. જોકે, આ બેઠક પરથી ભાજપ પાટીદાર ઉમેદવારને ચૂંટણી લડાવે છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. જ્યારે બેઠક પર પાટીદાર ઉમેદવારનું નામ નક્કી કરી શકી નથી.

કોંગ્રેસની વિધાનસભાની 38 બેઠકો બાકી ધંધુકા, બેચરાજી, બાયડ ,કપડવંજ, પાલનપુર, દિયોદર, પેટલાદ, ઠાસરા, બાલાસિનોર, ઊંઝા, કાંકરેજ, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, સાણંદ, ધોળકા, ગાંધીનગર નોર્થ, નારણપુરા, મણીનગર, અસારવા, ખંભાત, માતર, મહેમદાવાદ, લુણાવાડા, સંતરામપુર ,શહેરા ગોધરા, હાલોલ, દાહોદ ,સાવલી, પાદરા અને કરજણ આમ કોંગ્રેસની વિધાનસભાની 38 બેઠકો બાકી છે.

જ્ઞાતિગત સમીકરણમાં અટવાયું કોંગ્રેસ કોંગ્રેસ પક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસે 34 જેટલી બેઠકો ઉપર હજી સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ તરફી જે ઉમેદવાર નક્કી છે. તેવા ઉમેદવારોને ફોન કરીને પીપળીની તૈયારી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની ઘટના અથવા તો વિરોધના સુર સામે ન આવે તેને ધ્યાનમાં લઈને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ અંદરખાનેથી ચૂંટણી ફોર્મ ભરવાની તૈયારીઓ (Preparations for filling election form) છે. જ્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગીના ઘણા બધા મહાપ્રદંડોને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી થતી હોય છે. કોંગ્રેસ પક્ષમાં અનેક લોકોએ ટિકિટની માંગ કરી હતી. દરેક બેઠક ઉપર સક્ષમ લોકો હોવાના કારણે દરેક વ્યક્તિ એવી અપેક્ષા રાખે છે કે મને ટિકિટ મળે અને હું જીતનો દાવેદાર છું. પરંતુ ઘણા બધા સમીકરણોને ધ્યાનમાં રાખીને બેઠકમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને ટુક સમયમાં ઉમેદવાર ની જાહેરાત થઈ જશે.

આપે 182 ઉમેદવાર જાહેર કર્યા ઉલ્લેખની એ છે કે આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે. જ્યારે વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં અમુક બેઠકો ઉપર જ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી હતી. પરંતુ 2022ની વિધાનસભા બેઠકમાં તમામ 182 બેઠક ઉપરના ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી છે.

શુ માની રહ્યા છે રાજકિય પંડિતો ટિકિટ વહેચણી અને બાકી રહેલ બેઠક બાબતે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે બેઠક પર દાવેદારો વધારે હોય અને જે લોકો ટીકીટ નક્કી કરવા બેઠા હોય તેમની વચ્ચે ગજગ્રાહ ચાલતો હોય. ટિકિટ આપ્યા પછી કોઈપણ પ્રકારનો વિરોધ ન થાય અને બેઠકમાં ઉમેદવાર બદલવાની પરિસ્થિતિ ઉભી ન થાય. તેને ધ્યાનમાં લઈને મોડી જાહેરાત કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસમાં દર વખતે મોડીજ ઉમેદવારની યાદી (List of candidates in Congress) જાહેર કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.