ETV Bharat / assembly-elections

વડોદરા સયાજીગંજ બેઠક પર મેયર સામે લોહા લેતા કોંગ્રેસ ઉમેદવાર સાથે રૂબરૂ

author img

By

Published : Nov 25, 2022, 8:02 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપના વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડીયા અને કોંગ્રેસના વિપક્ષી નેતા અમી રાવત વચ્ચે સીધીજ લડાઈ છે, ત્યારે ETV BHARATની વિશેષ રજુઆત રૂબરૂમાં કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત સાથે ખાસ વાતચીત (Ami Ravat rubaru) પર એત નજર...

Etv Bharat Ami Ravat rubaru
Etv Bharat Ami Ravat rubaru

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક પર ખરા ખરીનો જંગ જોવા મળશે, કારણ કે અગાઉ ભાજપે સતત જીત મેળવી છે પરંતુ 2022 વિધાનસભામાં ભાજપના વડોદરા મહાનગરપાલિકાના મેયર કેયુર રોકડીયા અને કોંગ્રેસના વિપક્ષી નેતા અમી રાવત (Sayajiganj Congress Candidate Ami Ravat ) વચ્ચે સીધીજ લડાઈ છે, ત્યારે ETV BHARATની વિશેષ રજુઆત રૂબરૂમાં કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત સાથે ખાસ વાતચીત (Ami Ravat rubaru) કરી હતી.

સયાજીગંજ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત સાથે ખાસ વાતચીત

સવાલ : હવે મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કયા પ્રકારના મુદ્દા લઈ લોકો સમક્ષ આપ જઈ રહ્યા છો?

જવાબ: છેલ્લા 25 વર્ષથી વડોદરામાં એક પ્લાનર અને પર્યાવરણ વિદ તરીકેની ભૂમિકા ભજવી રહી છું. સતત 25 વર્ષથી પર્યાવરણવીદ તરીકે અવાજ ઉઠવતી આવી છું સાથે હંમેશા વડોદરાના લાંબા ગાળાના આયોજન માટે હું લડતી આવી છું. 7 વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં અનેક પ્રશ્નોને લઈ લડતી આવી છું અને કોર્પોરેટરમાં સારા પ્રોજેક્ટને પ્રાયોરિટી માટે પ્રયત્નશીલ રહી છું. વિવિધ પ્રોજેકટ લાવવા માટે ભાજપના શાસનના સત્તાધારીઓ ને મજબુર કર્યા છે. વિવિધ કરોડો રૂપોયને લઈ કરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે વાજ ઉઠાવી વિવિધ પ્રોજેક્ટ અપાવ્યા સાથે સતત પાણીના પ્રશ્નો માટે લડતી આવી છું અને મારી કામગીરી સ્થાનિકોએ જોઈ છે. તમામ મુદ્દાને લઈને હું લડતી આવી છું , લડું છું અને લડતી રહીશ.27 વર્ષના ભાજપના શાસનમાં વિકાસ રૂંધાઇ ગયો છે. તેના માટે વડોદરા ના રહીશો મને એક વાર તક આપે અને મેયરના જ વોર્ડમાં વધુ સમસ્યા હોય ત્યારે સમજી શકાય છે કે અહીં પરિસ્થિતિ શુ હશે અને અહીં સ્થાનિક લોકોની સમસ્યા ઓ માં ઇલેકશન ડાયવર્ટ થયું છે અને જે 27 વર્ષમાં નથી થયું તે હવે જવા થઈ રહ્યું છે. વડોદરાનો હું અવાજ બનીશ અને આપના માટે લડીશ.

સવાલ: આ બેઠક પર વીએમસી વિપક્ષી નેતા અને સામે મેયર તો સીધી ફાઇટ થશે કે, આપનો રોલ રહેશે?

જવાબ : આમ આદમી પાર્ટીમાં તો ગામમાં ઘર નહી ને, સીમમાં ખેતર નહીં તેવી સ્થિતિ છે ત્યારે સીધી ફાઇટ મેયર અને વિપક્ષ નેતા સામે છે. મેયરે અનેક ઠેકાણે જાહેરાતો કરી છે પરંતુ તેમની જાહેરાતો પોકળ સાબિત થઈ છે. તેઓએ 15 દિવસમાં રખડતી ગાયોને હટાવવાની વાત કરી , મોટા મોટા આવાસ યોજનાના પ્રોજેક્ટ શરૂ કરવાની વાત કરી છે પરંતુ હજુ સુધી એક પણ કામ થયું નથી. તેઓએ છપાયેલી પત્રિકામાં 7 વર્ષ પહેલાના કામોને બતાવ્યા છે ત્યારે આ ક્રેડિટ ગણતા હોય તો ક્યાં છે વડોદરા સ્માર્ટસિટી અને શહેરનો એક પણ રોડ સ્માર્ટ નથી બન્યો સાથે એક સ્માર્ટ રોડ નથી કે જ્યાં 50 મીટરે ખાડો ન હોય. આખું વડોદરા શહેરમાં આ પ્રકારની સ્થિતિ રહી છે.

સવાલ: કોંગ્રેસનો પહેલેથીજ મુદ્દાને લઈ ચૂંટણી લડી રહી છે, પરંતુ આપ કયા સ્થાનિક મુદ્દાને લઈ મત માંગશો?

જવાબ: આ વખતે મતદાન સ્થાનિક રાજકીય અને ગુજરાતના તમામ સમસ્યાઓને લઈ થશે. કોંગ્રેસે જનતા પાસે જઈ જનતાનો મેનિફેસ્ટો બાનાવ્યો છે. આ જનતાના પ્રશ્નોને લઈ કોંગ્રેસે લોકોની સમસ્યાઓ, મોંઘવારી,રોજગારી, વીમો સહિતના વિવિધ મુદ્દાને લઈને કોંગ્રેસ આજે લડી રહી છે સાથે ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ આજે કોંગ્રેસ ગુજરાતમાં લડી રહી છે. આજે ઘરે ઘરે જાઉં છું ત્યારે લોકો કહે છે હવે થકી ગયા છીએ પરિવર્તન જનતા ઈચ્છી રહી છે ,મોંઘવારી વધી ગઈ છે ગટર ,પાણીની સમસ્યા ત્યાંની ત્યાંજ છે ત્યારે સયાજીગંજ વિધાનસભા બેઠકનો વિકલ્પ તરીકે મેયર સામે મને મૂકી છે ત્યારે ચોક્કસથી બધાજ ફેકટરી ભેગા થઈ હું જીતીશ અને વડોદરા શહેર જિલ્લામાં 10 માંથી 6 સીટ જીતીશુ તે નિશ્ચિત છે અને ગુજરાતમાં સવા સો સીટો સાથે સરકાર બનાવી શુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સવાલ : આ બેઠક પર જાતિ સમીકરણ અને સામે મહાનગરપાલિકાના મેયર છે, તો કઈ રીતે આપ જીત માટે પ્રયત્ન કરશો?

જવાબ: સૌપ્રથમ તો વડોદરા શહેરમાં મિશ્ર જાતિ હોવાના કારણે અહીં જાતિ સમીકરણ અહીંયા મહત્વનું નથી અહીં સયાજીગંજ મતવિસ્તારમાં કાઉન્સિલર અને ધારાસભ્ય ગુજરાતની બહારના હોય છે ત્યારે જાતિસમિકારણ નું કોઈ વર્ચસ્વ નથી ત્યારે વોટ શેરમાં આ વખતે અમને વિશ્વાસ છે કે અમે બહુ જંગી બહુમતીથી જીતીશુ તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.