ETV Bharat / assembly-elections

રાહુલ ગાંધીએ ગુજરાતને વચનો આપ્યા છે, ગુજરાત પ્રભારી રઘુ શર્મા સાથે ખાસ વાત

author img

By

Published : Nov 30, 2022, 6:41 PM IST

Updated : Nov 30, 2022, 7:01 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ બરાબર જામ્યો છે. આવતીકાલે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તો ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીય જંગ જોવા મળશે, ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસની ખાસ રણનીતિ શું છે અને આ વખતે કોંગ્રેસ પોતાની સરકાર બનાવવા માટે કઈ રીતે તૈયાર છે? એની સમગ્ર માહિતી ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં (Gujarat congress In charge Raghu sharma rubaru) કરી હતી.

Gujarat congress In charge Raghu sharma rubaru
Gujarat congress In charge Raghu sharma rubaru

પ્રશ્ન 1. ગુજરાતમાં કાલે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજવા જઈ રહી છે શું છે ખાસ કોંગ્રેસની તૈયારીઓ?

જવાબ. કોંગ્રેસે શરૂઆતથી જ બુથ મેનેજમેન્ટ ઉપર કામ કર્યું છે ગુજરાતમાં કુલ 52000 બુથ છે. અમારા કોંગ્રેસના 25 થી 30 કાર્યકર્તાઓ તૈયાર છે. રાહુલ ગાંધીએ ગુજરાતને જે વચનો (Gujarat Congress Declairation) આપ્યા છે જેમાં ગુજરાતમાંથી મોંઘવારીને, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ઓછી કરવાનું માપદંડ છે. કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં ગુજરાતને શુંશાસન આપશે એ બધી જ વાતોને અમે જન ઘોષણાપત્રમાં પણ સામેલ કરી છે. બીજેપીના કુશ આસન સામે અમે ચાર્જશીટ પણ કાઢી છે. જોકે આજ સુધી એનો જવાબ બીજેપી અમને આપ્યો નથી. 27 વર્ષ પછી ફરીથી ગુજરાત (Gujarat Assembly Election 2022) સંકલ્પ પત્ર લઈને આવી છે અમારું કહેવું એમ છે કે તમે રિપોર્ટ કાર્ડ લાવો. કોંગ્રેસ વિપક્ષમાં છે જન ઘોષણાપત્ર એ આપશે તમારી રિપોર્ટ કાર્ડ આપવો જોઈએ, બીજેપી ફરીથી ખોટા વચનો સાથે આવી છે તેમ છતાં પણ પોતાનો રિપોર્ટ કાર્ડ તે નથી આપી રહી જ્યારે જનતા પાસે વોટ માંગવા જઈ રહ્યા છો તો તમારે ચોક્કસ હિસાબ આપવો જોઈએ. (Gujarat congress In charge Raghu sharma rubaru)

કોંગ્રેસે શરૂઆતથી જ બુથ મેનેજમેન્ટ ઉપર કામ કર્યું

પ્રશ્ન-૨ આ વખતે ના ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખી ફોજ ઉતારી છે જ્યારે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ માત્ર બે જ સભાઓ કરી છે કોંગ્રેસ આ બાબતે શું કહેશે?

જવાબ:- રાહુલ ગાંધી ગુજરાતમાં ચાર વાર આવ્યા છે ગુજરાતની જનતાને જે વચનો આપ્યા છે તે પણ રાહુલ ગાંધીએ જ આપ્યા છે અમારું કેમ્પેઈન પણ ખુબ જ સરસ ચાલી રહ્યું છે ગુજરાતમાં રાહુલ ગાંધી કુલ ચાર મીટીંગ કરી ચૂક્યા છે. પરંતુ છેલ્લા આઠ મહિનાથી વડાપ્રધાન વારંવાર કેમ્પ ઓફિસ ખોલીને અહી બેઠા છે. બીજેપીને આ વખતે હારવાનો ડર સતાવી રહ્યો છે એટલા માટે જ ચાલીસ ચાલીસ જેટલા મંત્રીઓ અહીં ગલી ગલીમાં ફરી રહ્યા છે. ગૃહ મંત્રી તો પરમીનેટલી અહીં જ રહ્યા છે દેશમાં જ્યાં પણ બીજેપીની સરકાર છે તે તમામ મુખ્યમંત્રીઓ પોતાનું રાજકારણ છોડીને ગુજરાતમાં જ કેમ નજર આવી રહ્યા છે આ વખતે પરિવર્તન નિશ્ચિત રૂપથી આવવાનું છે. આ વખતે કોંગ્રેસને પરિવર્તનનું ઉમ્મીદ છે અમે 125 સીટ સાથે સરકાર બનાવીશું.

પ્રશ્ન ૩. જ્યારથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને તમે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન સંભાળી છે ત્યારથી ગુજરાત કોંગ્રેસના ઘણા સિનિયર નેતાઓએ પાર્ટી છોડીને બીજેપી નો સાથ લીધો છે તેનાથી કોંગ્રેસને કેટલું નુકસાન થયું છે?

જવાબ. કેટલા લોકો છોડીને ગયા? માત્ર ત્રણ લોકો. જ્યારે બીજેપી માંથી અત્યારે 32 લોકો પાર્ટીથી નારાજ છે. 12 થી 13 લોકોને એમણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. કમલમમાં ભાજપના જ નેતાઓ કોંગ્રેસ પાર્ટી જિંદાબાદના નારાઓ લગાવી રહ્યા છે. ગૃહ મંત્રીને સમાધાન માટે બે થી ત્રણ દિવસ લેવા પડે છે. કોંગ્રેસમાંથી આ વખતે અમે એક થી એક ચડિયાતા ઉમેદવારો આપ્યા છે. અમે લોકો મજબૂતીથી ચૂંટણી લડી રહ્યા છીએ.

પ્રશ્ન ૪. મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીને રાવણની ઉપમા આપી છે જેનાથી રાજકારણ ગરમાયું છે એના પર આપ શું કહેશો?

જવાબ:- ખડકેજીએ શું કહ્યું એમણે એવું કહ્યું કે દેશમાં એક પરંપરા રહી છે કે લોકસભાના ચૂંટણીમાં વડાપ્રધાન જતા હોય છે. પરંતુ સામાન્ય ચૂંટણીમાં પણ જો વડાપ્રધાન જતા હોય ત્યારે મોદીના ચહેરાને જોઈને વોટ આપો. બસ આવી જ ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગે છેલ્લા 51 વર્ષથી પોલિટિક્સમાં છે. નું વિધાનસભા તેઓ અત્યાર સુધીમાં 11 ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે જે પણ કીધું છે એ સમજી વિચારીને કીધું છે. અમારી સરકાર વખતે ના પ્રધાનમંત્રીઓને પણ બીજેપી દ્વારા ઘણું બધું કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મનમોહનસિંઘ અને પ્રધાનમંત્રી યોજના જેટલા પણ અપમાન કર્યા છે એ તો ખુદ એક મીશાલ છે. અમે કોઈનું અપમાન કર્યું નથી અમે માત્ર વાત કરી છે કે દર ચૂંટણી વખતે પ્રધાનમંત્રી નો ચહેરો ના હોવો જોઈએ.

પ્રશ્ન 5 . આમ આદમી પાર્ટીનું ખૂબ જ પ્રચંડ રીતે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે તેમનું કહેવું એમ છે કે કોંગ્રેસની એક પણ સીટ આ વખતે ગુજરાતમાં નહીં આવે.

જવાબ:- આમ આદમી પાર્ટી એ મોસમી પાર્ટી છે જ્યારે પણ હું રાજકારણ આવે છે ત્યારે આ પાર્ટી દેખાય છે મેં આની પહેલા પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ને ગુજરાતમાં ઝીરો સીટ મળવાની છે. આમ આદમી પાર્ટી સત્તા બનાવવા માટે નથી આવી પરંતુ કોંગ્રેસને હરાવવા માટે આવી છે. અમે ગુજરાતની જનતાની ડોર ટુ ડોર કેમ્પેઈનમાં આ વાત સમજાવી દીધી છે.

પ્રશ્ન ૬:- ભારતીય જનતા પાર્ટીનું એવું કહેવું છે કે અમે આ વખતે બહુ પ્રચંડ જન્મથી સરકાર બનાવીશું 27 વર્ષથી અમારું જ શાસન હતું અને ફરીથી અમારી સરકાર બનશે તો સામે કોંગ્રેસનું પણ એવું કહેવું છે કે 125 સીટ સાથે અમે સરકાર બનાવીશું તો આ બાબતે શું કહેવું છે?

જવાબ:- બીજેપીએ 2017 ની ચૂંટણીમાં પણ એવું જ કીધું હતું કે અમે 150 થી વધારે સીટો જીતીશું, પરંતુ બીજેપી નો ગ્રાફ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યો છે. જનતાથી જ તેઓ જે વચનો આપે છે એમાંથી એક પણ વચનો ઉપર તેઓ ખરા કરતા નથી. કુવીડમાં જે પ્રકારનું મિસ મેનેજમેન્ટ ગુજરાતની જનતાએ જોયું છે તેનાથી તેઓ અજાણ નથી સાડા ત્રણ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 135 લોકોના મૃત્યુ થયા, વારંવાર પેપર લીક થાય છે, ઘણા બધા બુથો ખાલી છે, ગુજરાતમાં સરેઆમ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. આટલું બધું થયા હોવા છતાં પણ તમે એમ જ કહો કે અમારી જ સરકાર બનશે તો આ વખતે જનતાને નક્કી કરવા દો કે કોની સરકાર બનશે.

પ્રશ્ન .૭ વખતે તમને શું લાગી રહ્યું છે ગુજરાતની હવા અને જનતા શું કહી રહી છે મતલબ કે તમને શું લાગે છે પરિવર્તન થશે કે નહીં?

જવાબ:- ગુજરાતની જનતા વખતે આક્રોશમાં છે. પરિવર્તન નું મન બનાવી ચૂકી છે. અને એટલે જ અમે કહીએ છીએ કે 125 જેટલી સીટો જીતીને કોંગ્રેસ આ વખતે સરકાર બનાવશે. કોઈપણ જાતના ગતકડા બીજેપીના કામ આવશે નહીં.

Last Updated : Nov 30, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.