ETV Bharat / assembly-elections

Gujarat Assembly election 2022: સાંસદો-ધારાસભ્યોના પરિવારજનોને નહીં મળે ટિકિટઃ પાટીલ

author img

By

Published : Nov 6, 2022, 11:54 AM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (BJP State President CR Patil) જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) ભાજપના કેટલાક સાંસદો અને ધારાસભ્યોએ પરિવારજનો માટે ટિકિટ માંગી હતી. જેને લઇ પાર્ટીએ ટિકિટ ના આપવાનો નિર્ણય લીધો છે.

ભાજપના ચૂંટણી લક્ષી નિયમો : સી આર પાટીલે કહ્યું સાંસદો અને ધારાસભ્યોના પરિવારજનોને નહીં મળે ટીકીટ
ભાજપના ચૂંટણી લક્ષી નિયમો : સી આર પાટીલે કહ્યું સાંસદો અને ધારાસભ્યોના પરિવારજનોને નહીં મળે ટીકીટ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ પક્ષે દ્વારા ટિકિટની વહેંચણીને પહેલા અમુક નિયમો લાવવામાં આવે છે. જે નિયમને લઈને અનેક ઉમેદવારોના સપના ડોળાઈ જાય છે. ત્યારે આજે પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (BJP State President CR Patil) નિયમોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ ધારાસભ્ય અને સાંસદ સભ્યના પરિવારજનોને ટિકિટ આપશે નહીં.

સી આર પાટીલે દાખલો આપ્યો : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખાસ દાખલો આપ્યો હતો કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ભરત ડાભીએ પોતાના પરિવારના સભ્યો માટે વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ અમે તેમની માંગણીઓને નકારી છે. જ્યારે ભાજપ પક્ષ આ વખતે કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્યના પરિવારજનોને એક પણ ટિકિટ આપશે નહીં. ભાવનગરના દરિયાઈ પટ્ટાની વાત કરવામાં આવે તો હીરા સોલંકી અને ઉત્સત્તમ સોલંકીએ પણ ટિકિટની વાત કરી છે, ત્યારે સી આર પાટીલે આ બાબતે જણાવ્યું હતું કે, બંનેની બેઠકો જુદી જુદી છે અને તેમની નીતિ રીતે પણ અલગ છે. જ્યારે ત્યાં પરિવાર વાદ જોવા નથી આવતો અને વિધાનસભા બેઠક પણ અલગ અલગ છે.

જય નારાયણ વ્યાસ મુદ્દે પાટીલે આપ્યું નિવેદન : ભાજપ પક્ષના સૌથી જૂના નેતા જય નારાયણ વ્યાસે પણ ભાજપ પક્ષના કાર્યકર્તા તરીકે સત્તાવાર રાજીનામું આપી દીધું છે તે બાબતે પણ પાટીલે નિવેદન આપ્યું હતું કે, જય નારાયણ વ્યાસ ભાજપ સાથે છેલ્લા 20 વર્ષ સુધી જોડાયા હતા અને તેઓએ આજે સ્વેચ્છિક રીતે રાજીનામું આપ્યું છે તે રાજીનામું અમે સ્વીકારી લીધું છે. જય નારાયણ વ્યાસને પક્ષે કેબિનેટ પ્રધાન તરીકેની પણ જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં બે વખત ટિકિટ આપવામાં આવી હતી તેઓ હાર છતાં પણ ભાજપ પક્ષે તેમને ટિકિટ આપી હતી. સાથે જ સ્થાનિક રાજકારણમાં અમુક કારણોસર તેઓએ રાજીનામું આપ્યું હોવાની વિગતો પણસી આર પાટીલે આપી હતી.

નવી સરકારમાં લાવ્યા હતા નો રિપીટ થિયરી : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવી સરકારની રચના માટે પણ ભાજપમાં નવો નિયમ લાવ્યા હતા અને નો રીપીટ થિયરી (No Repeat Theory) ન અમલ કરવામાં આવ્યો હતો. નો રિપીટ થિયરીના અમલીકરણમાં કોઈપણ પ્રધાનોને રીપીટ કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત જુનાપ્રધાનોના એટલે કે વિજય રૂપાણીને સરકારના પ્રધાનોના સ્ટાફ એટલે કે પીએ. પીએસ ને પણ રિપીટ કરવામાં આવ્યા ન હતા.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.