ETV Bharat / assembly-elections

ભાજપ એવું ઈચ્છે છે કે ફક્ત રાજસત્તા હોવી જોઈએ : ડિ. જી વણઝારા

author img

By

Published : Nov 18, 2022, 4:47 PM IST

Updated : Nov 18, 2022, 11:18 PM IST

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) પહેલા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા પોતાનો નવો પક્ષ લઈને ગુજરાતની ચૂંટણીમાં પ્રવેશ્યા છે, ત્યારે તે ગુજરાતને ભ્રષ્ટાચાર અને ભયમુક્ત વાતાવરણ બનાવવા માંગે છે. સાથે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 38 બેઠક પરથી ચુંટણી લડશે. ત્યારે જુઓ ડીજી વણઝારાની Etv Bharat સાથેની ખાસ વાતચીત. D G Vanzara Rubaru

Gujarat Assembly Election 2022
D G Vanzara Praja Vijay Paksh

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) હવે જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓનો અંતિમ ઓપ આપી રહ્યા છે, ત્યારે પૂર્વ આઈપીએસ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડીજે વણઝારા પણ પ્રજા વિજય પક્ષની રચના કરી છે. આજ રચનાને રણનીતિમાં ફેરવવા અંગે તેમણે ખાસ વાતચીત (D G Vanzara Rubaru ) કરી હતી.

ડીજી વણઝારાની Etv Bharat સાથેની ખાસ વાતચીત

પ્રશ્ન : પોલીસ કર્મચારી તરીકે જનતાની સેવા કરી અને હવે રાજકારણમાં જનતાની સેવા કરવા જઈ રહ્યા છો શું કહેશો.?

જવાબ : પોલીસ અધિકારી તરીકે મેં તન, મન અને ધનથી દેશ અને રાજ્યની સમાજની સેવા કરી છે. અને મેં જે કાંઈ કર્યું છે તે બાબતનું મને ગર્વ છે જે મારી જે પ્રથમ ઇનિંગ હતી. પોલીસ અધિકારી તરીકેની તે પૂર્ણ કર્યા બાદ મારી બીજી ઈનિંગ ચાલુ થઈ રહી છે.અને મને છેલ્લા છ વર્ષથી ગુજરાત રાજ્યમાં પ્રવાસ કરવાનો મોકો મળ્યો છે.અને લોકોની સમસ્યાથી વાકેફ થયો છું. મને એવું લાગે છે આજે કે સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ રાજકીય રીતે ઉકેલ આવી શકે છે. એના કારણે અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે. તેવા સંજોગોમાં એક નવા રાજકીય પ્રજા વિજય પક્ષ લઈને અમે મેદાનમાં આવ્યા છીએ.

પ્રશ્ન : પ્રજા વિજય પક્ષ લાવવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ.?

જવાબ : અમે ગુજરાત રાજ્યમાં સંતો દ્વારા આંદોલન ચાલ્યું છે સંતોની એવી માગણી હતી કે રાજ્યમાં અને દેશમાં રાજ્ય સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. ગુજરાત રાજ્ય અને દેશમાં ભાજપનું શાસન ચાલે છે અને આજે શાસન છે તે હિંદુત્વવાદી શાસન છે. તેમ છતાં પણ રાજ્યમાં અને દેશમાં રાજ સાથે ધર્મ સત્તા હંમેશા કાર્યરત રહી છે. આઝાદી પછી પણ રાજ સત્તા આવી પણ ધર્મ સત્તા નથી. ધર્મસત્તા કાયદા શાસનની અંતર્ગત પ્રસ્થાપિત થાય એટલા માટે એ વિષયને લઈને અમે પણ એક હિન્દુત્વ વાદી પક્ષ તરીકે મેદાનમાં આવ્યા છીએ. પરંતુ ભાજપ કરતાં અમારો જે પક્ષ છે એ કદમ આગળ છે. કારણ કે પ્રજા વિજય પક્ષ (D G Vanzara Praja Vijay Paksh ) એવું ઈચ્છે છે કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. જ્યારે ભાજપ એવું ઈચ્છે છે કે ફક્ત રાજસતા હોવી જોઈએ આ તફાવત ઊભો થયો એટલે રાજકીય ક્ષેત્રમાં આવ્યા છીએ.

પ્રશ્ન: એવા કયા મુદ્દા છે જે તમે પ્રજા સમક્ષ લઈને જશો અને રાજકારણમાં આવવાથી પ્રજા વિજય પક્ષ સામે પડકારો હશે.

જવાબ : કોઈપણ નવો પક્ષ હોય તેને પડકારો ઉભા થાય છે. પરંતુ અત્યાર સુધી મારું જીવન રહ્યું છે. તે પડકારોથી ભરપૂર રહ્યું છે.જે પણ પડકાર મારી સામે આવ્યા પોલીસ અધિકારી તરીકે જેલમાં કેદી હતો ત્યારે તે વખતે પણ પડકારો આવ્યા હતા.એ તમામ પડકારો સામનો હિંમતપૂર્વક અને વિશ્વાસપૂર્વક કર્યો છે. તો પ્રજા વિજય પક્ષને લઈને મેદાનમાં લઈને આવ્યા છીએ. અહીંયા પણ પડકારો આવશે. અને જેવા પડકારો આવશે તેવા પડકારોને કેવી રીતે જ જવાબ પણ આપવામાં આવશે. અમને સફળતા મળશે તેનો પૂરો ભરોસો છે. તમ કહ્યું કે કયો મુદ્દા લઈને આપ જશો તો અત્યારે અત્યારે એવું એનાલિસિસ છે. ભાજપનું ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી એક જ પક્ષનું શાસન છે એના કારણે ભયનું વાતાવરણ ઊભું થયું છે અને ભ્રષ્ટાચાર ચારે બાજુ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકકલ્યાણના કામો થવા જોઈએ તે પ્રમાણે થયા નથી તો આ વિષય લઈને અમે લોકો પાસે જઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્યમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યને નાબૂદ કરીશું અને તેની સામે નિર્ભય પ્રજા રાજની સ્થાપના કરીશું.

પ્રશ્ન: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ઉમેદવારી પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. પ્રજા વિજય પક્ષ કેટલી બેઠક ઉપર ચૂંટણી લડશે.

જવાબ: ગુજરાત રાજ્યમાં તમે કહ્યું એ પ્રમાણે અમારો પક્ષ નવો છે. ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી પક્ષ મેદાનમાં આવ્યો છે. અને છતાં પણ ગુજરાત રાજ્યમાં 38 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે. રહી વાત અમદાવાદ શહેરની અમદાવાદ શહેરમાં 10 બેઠક પર ચૂંટણી લડવાના છે.

પ્રશ્ન : તમને એવું લાગી રહ્યું છે કે, ધર્મ સત્તા ઉપર રાજ સત્તા આવી થઈ ગઈ હોય ?

જવાબ : તમારી વાત બિલકુલ સાચી છે કે ધર્મ સત્તા ઉપર રાજ સત્તા આવી થઈ ગઈ છે. પણ એમાં હું સુધારો કરવા માગું છું. અત્યારે એવી પરિસ્થિતિ છે કે ધર્મ સત્તા રહેવા જ દીધી નથી. ધર્મ સત્તાનો છેદ ઉડી ગયો છે અને ધર્મ જે છે તેનો પણ ખરેખર છેદ ઉડાડી દેવામાં આવે છે તેના કારણે જ આપણા શાસ્ત્રોમાં આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા એવું કહે છે કે રાજનીતિમાં ધર્મ હોવી જ જોઈએ. પરંતુ ધર્મમાં રાજનીતિ ન હોવી જોઈએ. પરંતુ આપણે ત્યાં ઊલટું બની ગયું છે. રાજનીતિમાં ક્યાંય ધર્મ દેખાતું નથી અને ધર્મ જે છે તેમાં રાજનીતિ છે.તમારી વાત સાચી છે અને આ જ પરિસ્થિતિમાંથી ગુજરાત રાજ્યને મુક્ત કરવા અને દેશને મુક્ત કરવા માટે પ્રજા વિજય પક્ષ મેદાનમાં આવ્યો છે.

પ્રશ્ન: 38 બેઠક પરથી કેટલી બેઠકો પર વિજય મેળવશો તેવી આશા છે?

જવાબ : બધી જગ્યાઓ પર અમારા ઉમેદવારો કરશે તેઓ વિશ્વાસ છે.

પ્રશ્ન: આપ ચૂંટણી લડશો કે માત્ર ઉમેદવારને માર્ગદર્શન આપશો.

જવાબ : અમારો નવો પક્ષ છે અને નવા ઉમેદવારો છે તે પણ નવા છે. આખી પ્રક્રિયા પણ તેમના માટે નવી છે. એટલા માટે જે મુખ્ય આગેવાનો છે જેમાં મારી વાત કરૂ તો એવું નક્કી કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ ઉમેદવારો વચ્ચે રહીને તેમના માટે પ્રચાર કરવો અને ઉમેદવારોને લડાવવા એક બેઠક ઉપર લડવું અને જીતવું તેના કરતાં 38 પ્રચાર થાય અને વધુમાં વધુ ઉમેદવારો છે તે એ અમારો ઉદ્દેશ છે.

Last Updated : Nov 18, 2022, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.