બિગ ફાઇટ સીટ રાજકોટ પશ્ચિમ બેઠક પર આ વખતે કોણ મારશે બાજી, ભાજપના દર્શિતા શાહ માટે કોણ પડકારરુપ

author img

By

Published : Nov 28, 2022, 9:56 PM IST

બિગ ફાઇટ સીટ રાજકોટ પશ્ચિમ બેઠક પર આ વખતે કોણ મારશે બાજી, ભાજપના દર્શિતા શાહ માટે કોણ પડકારરુપ
બિગ ફાઇટ સીટ રાજકોટ પશ્ચિમ બેઠક પર આ વખતે કોણ મારશે બાજી, ભાજપના દર્શિતા શાહ માટે કોણ પડકારરુપ ()

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat ) બિગ ફાઇટ સીટ ( Big Fight Seat ) કહી શકાય છે. અહીં ભાજપના ડોક્ટર દર્શિતા શાહ ( Darshita Shah )સામે કોંગ્રેસના મનસુખ કાલરિયા ( Mansukh Kalaria ) મોટી ટક્કર આપશે. તો આપ દ્વારા દિનેશ જોશીને ( Dinesh Joshi ) ને ટિકીટ આપવામાં આવી છે.

રાજકોટ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને ( Rajkot West Assembly Seat )ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં આ બેઠક પરથી બે મુખ્યપ્રધાન પણ ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર દર્શિતા શાહને ( Darshita Shah ) ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મનસુખ કાલરીયાને ( Mansukh Kalaria ) આ બેઠક પરથી ટિકિટ અપાઇ છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી દિનેશ જોશી ( Dinesh Joshi )ને ટિકિટ આપવામાં આવી છે. એવામાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભાજપ દ્વારા સેકન્ડ કેડરના લીડરને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવતાં બિગ ફાઇટ સીટ ( Big Fight Seat ) બની છે. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠક પર પણ ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભાજપ દ્વારા આ વખતે ડોક્ટર દર્શિતા શાહ ( Darshita Shah )ને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડોક્ટર દર્શિતા શાહ બે ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાય છે અને તેઓ રાજકોટના બે વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર કક્ષાના ઉમેદવારને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. દર્શિતા શાહ પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડે છે. જ્યારે તેમના પિતા અને દાદા સંઘ સાથે જોડાયેલા હતા અને વડાપ્રધાન મોદીની નજીક હતાં.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયા ( Mansukh Kalaria ) એ પાટીદાર નેતા છે. જ્યારે તેઓ રાજકોટના વોર્ડ નંબર 10 માંથી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. આ સાથે જ કાલરીયા કોંગ્રેસમાં સતત પ્રયત્નશીલ નેતાની છાપ પણ ધરાવે છે. જ્યારે પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat ) પર પાટીદાર મતદારોનો દબદબો જોવા મળે છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી મનસુખ કાલરીયાને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આપ ઉમેદવાર રાજ્યોની તમામ બેઠક પર આ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજકોટની હાઈ પ્રોફાઈલ પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat )પરથી આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોશીને ટિકિટ આપવામાં આવી છે. દિનેશ જોષી બ્રહ્મસમાજના ગાંધીગ્રામ વિસ્તારના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ તેઓ છે અને આમ આદમી પાર્ટીમાં સક્રિય છે. જેને લઈને આ વખતે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકનું મહત્વ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનું જોર વધુ છે. જ્યારે આ બેઠકને વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2002માં યોજાયેલી પેટા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અહીંથી ( Rajkot West Assembly Seat ) વિધાનસભાના ઉમેદવાર બન્યા હતા અને તેઓ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્ય બન્યા હતા અને ગુજરાતના સીએમ બન્યા હતા. જ્યારે વર્ષ 2017 ની ચૂંટણીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને મુખ્યપ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા. ત્યારે આ બેઠકને હાઈ પ્રોફાઈલ બેઠક (Gujarat Assembly Election 2022 ) માનવામાં આવે છે.

જાતિ સમીકરણો રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ( Rajkot West Assembly Seat )કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )પર કુલ 353947 મતદારો છે.જેમાંથી 1,79,559 પુરુષ મતદાર છે. જ્યારે 1,74, 382 સ્ત્રી મતદાર છે. આ ઉપરાંત 6 અન્ય મતદાર છે.

અગાઉની 2017ની વિધાનસભા ચૂંટણીનો જંગ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતાં અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની ( Rajkot West Assembly Seat ) ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.