નેતાની નોટબુકમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડોક્ટર દર્શિતા શાહ, મૂળ જાણો

author img

By

Published : Nov 17, 2022, 6:05 PM IST

નેતાની નોટબુકમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડોક્ટર દર્શિતા શાહ, મૂળ જાણો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat ) ની ટિકીટ મેળવનાર ડોક્ટર દર્શિતા શાહ ( Doctor Darshita Shah ) ને ભાજપે ( BJP ) એમ જ પસંદ નથી કર્યાં. સંઘનું પીઠબળ ધરાવતાં આ નેતાની નોટબુક ( Leaders Profile )માં બીજું ઘણું એવું છે જે તેમને આગળ પડતાં બનાવ્યાં છે. જૂઓ વિશેષ અહેવાલ.

રાજકોટ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat ) પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) એટલે કે આ વખતની ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર એવા ડોક્ટર દર્શિતા શાહ ( Doctor Darshita Shah ) ને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને ડો. દર્શિતા હાલ પોતાના મતવિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જોઇએ નેતાની નોટબુકમાં ડોક્ટર દર્શિતા શાહ.

દર્શિતા શાહનો પ્રાથમિક પરિચય જોઇએ તો તેમનું આખું નામ ડોક્ટર દર્શિતા પારસભાઈ શાહ છે.તેમનો જન્મ 23 જાન્યુઆરી 1969ના રોજ રાજકોટના જાણીતા સંઘ અગ્રણી પી વી દોશી પરિવારમાં થયો છે. તેમના બે સંતાનો પણ છે. દર્શિતા શાહે ( Doctor Darshita Shah ) જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજમાંથી MMBS અને MD પેથોલોજીનો અભ્યાસ કર્યો છે. તેઓ પેથોલોજિસ્ટ તરીકે સુપ્રાટેક લેબોરેટરી સાથે સંકળાયેલાં રહ્યાં છે.

ડોક્ટર દર્શિતા શાહના પરિવારનું રાજકોટમાં મોટું નામ છે
ડોક્ટર દર્શિતા શાહના પરિવારનું રાજકોટમાં મોટું નામ છે

દર્શિતા શાહનો રાજકારણમાં પ્રવેશ દર્શિતા શાહના દાદા અને પિતા સંઘ સાથે જોડાયેલા દર્શિતા શાહ ( Doctor Darshita Shah ) વ્યવસાયે ડોક્ટર છે. જ્યારે તેમના દાદા અને પિતા વર્ષોથી સંઘ સાથે જોડાયેલા હતા. ડો. દર્શિતા શાહના દાદા ત્યારબાદ તેમના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. જેના કારણે જ આ વખતે દર્શિતા શાહને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat ) પરથી ટિકિટ ( Gujarat Assembly Election 2022 ) મળી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં દર્શિતા શાહ રાજકોટ વોર્ડ નંબર 2ના કોર્પોરેટરની સાથે ડેપ્યુટી મેયર પણ છે.

રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન દર્શિતા શાહ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર તરીકે પ્રથમ વખત ચૂંટાયા વ્યવસાયે ડોક્ટર ( Doctor Darshita Shah ) એવા દર્શિતા શાહ વર્ષ 2015માં કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં કોર્પોરેટર તરીકે ભાજપમાંથી ચૂંટાયા હતાં. ત્યારબાદ તેઓ હજુ પણ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર છે. જ્યારે તેઓએ રાજકોટ મહાનગરપાલિકામાં સતત બે વખત ડેપ્યુટી મેયર તરીકેની ભૂમિકા પણ ભજવી છે. હાલમાં તેઓ રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર છે. આ સાથે જ દર્શિતા શાહ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટના જોઈન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. ભારતીય જૈન સંગઠન, રાજકોટના પ્રમુખ છે.

દર્શિતા શાહનું મહત્ત્વ તેઓ પશ્ચિમ બેઠક પર પ્રથમ વખત મહિલા ઉમેદવાર ( Doctor Darshita Shah ) છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર અત્યાર સુધી ભાજપ દ્વારા કોઈપણ મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર એટલે કે ડોક્ટર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પરથી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણાંપ્રધાન વજુભાઈ વાળા સતત છ વખત ચૂંટાયા છે. નરેન્દ્ર મોદી પણ આ બેઠક પરથી ચૂંટાઈને પ્રથમ વખત ધારાસભ્ય ( Rajkot West Assembly Seat ) બન્યા હતા. ત્યારબાદ વિજયભાઈ રૂપાણી પણ અહીંથી ચૂંટાયા હતાં અને મુખ્યપ્રધાન બન્યા હતાં.

દર્શિતા શાહની લોકપ્રિયતા ડોક્ટર દર્શિતા શાહ ( Doctor Darshita Shah ) રાજકોટ મહાનગરપાલિકામાં બે ટર્મ સુધી ડેપ્યુટી મેયર રહ્યા હોવા છતાં એક પણ વિવાદમાં આવ્યા નથી. આ સાથે જ તેઓ રાજકોટના લોકો માટે સતત કાર્યશીલ રહેતા જોવા મળે છે. જ્યારે પોતાના દાદા અને પિતા પાસેથી ડોક્ટર દર્શિતા શાહને સંઘના સંસ્કાર મળ્યા છે. જેના લાભ થકી તેમને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકની ટિકિટ ( Rajkot West Assembly Seat ) મળી છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી દર્શિતા શાહનું ભાવિ ( Gujarat Assembly Election 2022 ) શું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.