ETV Bharat / assembly-elections

પ્રધાનમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકની Ats એ કરી ધરપકડ

author img

By

Published : Nov 28, 2022, 12:55 PM IST

એક બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ જામ્યો છે. તો બીજી બાજુ પ્રધાનમંત્રીને ધમકી આપનાર યુવકની ગુજરાત ATS (Gujarat ATS) ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા યુવકે મેઈલ કરીને પ્રધાનમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આ યુવકની ગુજરાત ATS ધરપકડ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકની ATS એ કરી ધરપકડ
પ્રધાનમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકની ATS એ કરી ધરપકડ

અમદાવાદ ગુજરાતમાં હાલ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈ-મેલ કરીને ધમકી (Death threat to Prime Minister by mail) એક યુવકે ધમકી આપી હતી. જે બાદ ગુજરાત ATS એ ધમકી આપનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

યુવકની ધરપકડ ગુજરાત ATS (Gujarat ATS) દ્રારા ઉત્તર પ્રદેશના બદાયુમાં રહેતા એક યુવકની ધરપકડ કરી છે. જેનું નામ અમન સક્સેના છે. થોડા દિવસ પહેલા આ યુવકે મેઈલ કરીને પ્રધાનમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પકડાયેલો આરોપી મુંબઇથી ITI નો અભ્યાસ કરેલો હોવાનું ખુલ્યું છે. ATS (Anti Terror Squad )એ સ્થાનિક પોલીસને સાથે રાખીને આરોપીને બદાયુમાં રેડ કરીને ઝડપીને પૂછપરછ શરૂ કરાઇ છે.

જાનથી મારી નાખવાની ધમકી આરોપી અમન સક્સેનાએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં (Prime Minister Office) મેઇલ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનામાં આરોપીની સાથે ગુજરાતની એક યુવતી અને દિલ્હીનો એક યુવક સામેલ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં ATSના ઉચ્ચ અધિકારીએ (senior officer of ATS) આ મામલે જણાવ્યું હતું કે આ મામલે યુવકને ઝડપી પૂછપરછ કરવામાં આવી રહી છે. અને પ્રધાનમંત્રીને ધમકી ભર્યો મેઇલ કરવા પાછળનું કારણ જાણવાની તજવીજ તેજ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.