ETV Bharat / state

PM મોદીની સભા દરમિયાન ડ્રોન ઉડતા 3ની ધરપકડ, પોલીસે કહ્યું સુરક્ષામાં કોઈ ચૂક નથી રહી

author img

By

Published : Nov 25, 2022, 1:56 PM IST

Updated : Nov 25, 2022, 3:42 PM IST

અમદાવાદમાં બાવળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સભા (PM Modi Public Meeting at Bavla) સંબોધી હતી. જોકે આ સભામાં તેમની સુરક્ષામાં ફરી એક વાર ચૂક જોવા મળી હતી. કારણ કે વડાપ્રધાન જ્યારે સભા સંબોધતા હતા તે દરમિયાન ત્યાં 3 શખ્સ ડ્રોન ઉડાડતા (unidentified drone spotted PM Modi Public Meeting) નજરે પડ્યા હતા.

PM મોદીની સભા દરમિયાન ડ્રોન ઉડતા 3ની ધરપકડ, પોલીસે કહ્યું સુરક્ષામાં કોઈ ચૂક નથી રહી
PM મોદીની સભા દરમિયાન ડ્રોન ઉડતા 3ની ધરપકડ, પોલીસે કહ્યું સુરક્ષામાં કોઈ ચૂક નથી રહી

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર અંતર્ગત ગુરૂવારે બાવળામાં જાહેર સભા (PM Modi Public Meeting at Bavla) સંબોધી હતી. આ સભા દરમિયાન જ એક અજાણ્યું ડ્રોન ઊડતું નજરે પડ્યું હતું. તો પોલીસે તાત્કાલિક 3 યુવકની ધરપકડ કરી હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વિસ્તારમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન'ના (No Drone Fly Zone) જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. એટલે વડાપ્રધાનની સુરક્ષામાં ફરી એક વાર ચૂક હોવાનું સામે આવ્યું હતું.

સેન્ટ્રલ IBની ટીમ કરી રહી છે તપાસ

ડ્રોનમાંથી કોઈ હાનિકારક વસ્તુ ન મળી વડાપ્રધાનની જાહેર સભાના (PM Modi Public Meeting at Bavla) 2 કિલોમીટરના વિસ્તારમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન'ના (No Drone Fly Zone) જાહેરનામાની જાહેરાત અગાઉ જ જિલ્લા મેજિસ્ટ્રેટ (Ahmedabad District Magistrate) દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં જાહેર સભા દરમિયાન અમદાવાદ ગ્રામ્ય LCBના એક પોલીસકર્મીએ હવામાં ડ્રોન ઉડતા જોયું હતું. તેમણે તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ડ્રોન ઉડાડનારા ત્રણ યુવકોની અટકાયત કરી હતી. ડ્રોનને નીચે ઉતારીને BDDS ટીમે તપાસ કરતાં તેમાં કોઈ પણ હાનિકારક વસ્તુઓ મળી આવી નહતી. જોકે, ત્રણેય આરોપીઓએ જાહેરનામાનો ભંગ કર્યો હોય તેઓની સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કરી ધરપકડ આ મામલે પકડાયેલા આરોપીઓના નામ નિકુલ રમેશભાઈ પરમાર, રાકેશ કાળુભાઈ ભરવાડ અને રાજેશકુમાર માંગીલાલ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય યુવકો અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે IPCની કલમ 188 મુજબ તેમની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓને જાણ નહતી આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ત્રણેય આરોપીઓએ સામાન્ય ફોટોગ્રાફી કરવા માટે ડ્રોન (No Drone Fly Zone) ઉડાડયું હતું અને તેઓ જાણતા નહતા કે, આ વિસ્તાર ડ્રોન પ્રતિબંધિત છે. આરોપીનો કોઈ પણ પોલીસ રેકોર્ડ અથવા ગુનાહિત ઈતિહાસ મળ્યો નથી. તેઓ કોઈ પણ રાજકીય પક્ષ કે સંગઠન સાથે સંકળાયેલા ન હોવાનું પણ સામે આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

સેન્ટ્રલ IBની ટીમ કરી રહી છે તપાસ આ મામલે અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાએ જણાવ્યું હતું કે, પોલીસની સુરક્ષામાં કોઈ ચૂક નથી રહી. સભાની બહાર ડ્રોન ઉડાવવા પાર્ટીના નેતા દ્વારા ફોટોગ્રાફીનો ઓર્ડર આપનારા લોકોનું ડ્રોન હતું. ડ્રોન કેમેરો સભાની બહાર ઉડતું હોવાનું એક કોન્સ્ટેબલને ધ્યાન પર આવતા ડ્રોન નીચે ઉતારી દીધું હતું. તેમ જ આ ડ્રોન સભા સ્થળથી દૂર ઉડી રહ્યું હતું. ત્રણેય લોકોના ઘરે તપાસ કરી પણ કોઈ શકાસ્પંદ ચીજ વસ્તુઓ મળી આવી નથી. આ કેસમાં સેન્ટ્રલ આઈ.બી સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ છે.

Last Updated : Nov 25, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.