ETV Bharat / state

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો 8.9 કરોડનો હાઈડ્રોપોનિંગ ગાંજો

બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં આવેલા મુસાફરની તપાસ કરતા 8.9 કિલો હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો 8.9 કરોડનો હાઈડ્રોપોનિંગ ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો 8.9 કરોડનો હાઈડ્રોપોનિંગ ગાંજો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 21, 2026 at 9:31 PM IST

|

Updated : September 21, 2026 at 11:03 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદઃ એરપોર્ટ પર ફરી એક વખત કસ્ટમ્સની AIU ટીમે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક મુસાફરની પ્રોફાઇલિંગના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવતા તેના ચેક-ઇન બેગેજમાંથી 8.9 કરોડ રૂપિયાનો 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. કપડાં વચ્ચે છુપાવીને લાવવામાં આવેલા આ જથ્થાને કસ્ટમ્સની ટીમે જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, બેંગકોકથી અમદાવાદ આવી રહેલી TG 343 ફ્લાઇટમાં મુસાફરોની પ્રોફાઇલિંગ દરમિયાન મુંબઈના એક મુસાફર પર કસ્ટમ્સની AIU ટીમને શંકા ગઈ હતી. ત્યારબાદ તેની બેગેજની તપાસ કરવામાં આવી હતી. ચેક-ઇન બેગેજ ખોલીને તપાસ કરતા કપડાંની વચ્ચે 14 એરટાઇટ પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. પેકેટ ખોલીને તપાસ કરવામાં આવતા તેમાં શંકાસ્પદ લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. પેકેટમાં રહેલા પદાર્થનું કુલ વજન આશરે 8.9 કિલો હોવાનું સામે આવ્યું હતું.

મુસાફરની બેગ ચેક કરતા હાઈડ્રોપોનિક ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા (Etv Bharat Gujarat)

કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટ મારફતે પ્રાથમિક તપાસ કરવામાં આવતા પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન આ જથ્થો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું છે.

AIU ટીમે સમગ્ર જથ્થો કબજે કરી મુસાફર સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મુસાફરની ધરપકડ કર્યા બાદ હવે આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો? અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સંકળાયેલું છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની AIU ટીમ દ્વારા વિદેશથી આવતા મુસાફરોની પ્રોફાઇલિંગ અને શંકાસ્પદ બેગેજની તપાસ દરમિયાન અગાઉ પણ ડ્રગ્સ અને સોનાની દાણચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે. આ કિસ્સામાં પણ મુસાફરની પ્રોફાઇલિંગ બાદ થયેલી તપાસમાં 8.9 કિલોનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર મામલો તપાસ હેઠળ છે.

આ પણ વાંચો:

હિંમતનગર-ઇડર હાઈવે પર 5000 નંબરની સ્કોર્પિયોએ અંબાજી જતા પદયાત્રીઓને ફંગોળ્યા, લોકોએ કારને આગ ચાંપી

આરોપીને માર મારવાના કેસમાં SP સહિત 21 પોલીસકર્મી આદેશ છતાં હાજર ન રહ્યા, હાઇકોર્ટ લાલઘૂમ

Last Updated : September 21, 2026 at 11:03 PM IST