રાજ્યમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં આજે શાળા-કોલેજ બંધ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા સહિત કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રએ લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે.

By ANI
Published : August 1, 2026 at 6:56 AM IST
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે ગુજરાત અને કેરળના કેટલાક જિલ્લાઓ માટે આગામી બે થી ત્રણ કલાક માટે રેડ વોર્નિંગ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર લગભગ 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવો, વીજળી પડવી અને 15 મીમી પ્રતિ કલાકથી વધુ ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી આપી છે.
ગુજરાતમાં, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત અમરેલી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, દાદરા અને નગર હવેલી, દાહોદ, દમણ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી અને વલસાડ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે અસરગ્રસ્ત પ્રદેશોના રહેવાસીઓને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે, જેમાં ઝાડ અથવા નબળા માળખા નીચે આશ્રય લેવાનું ટાળવું, રસ્તા અને ટ્રાફિકની સ્થિતિ તપાસવી, બિનજરૂરી મુસાફરી ટાળવી અને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવું શામેલ છે.
૩૧ જુલાઈના રાત્રિના ૮:૦૦ વાગ્યા સુધી નવસારી જિલ્લાના ભારે વરસાદની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની એ માહિતી આપી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી, સ્થળાંતર અને સતત મોનિટરિંગની કામગીરી કાર્યરત છે. #Navsari #HeavyRain #Gujarat @CollectorNav @InfoGujarat pic.twitter.com/PfKzONyMcm
— Info Navsari GoG (@InfoNavsariGoG) July 31, 2026
આ દરમિયાન, નવસારી કલેક્ટર મનીષ ગુરવાણીએ ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં સવારે 6 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન આશરે સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને, વાંસદા તાલુકામાં ૧૩ ઈંચ, જ્યારે નવસારી અને ખેરગામમાં 8-8 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાંથી ત્રણ મુખ્ય નદીઓ વહે છે: પૂર્ણા નદી ૨૩ ફૂટના ભયજનક સ્તર સામે 25.5 ફૂટ પર વહે છે. કાવેરી નદી 19 ફૂટના ભયજનક સ્તર સામે 24 ફૂટ પર વહે છે, જ્યારે અંબિકા નદી હાલમાં 28 ફૂટના ભયજનક સ્તર સામે 26 ફૂટ પર વહી રહી છે,"
જિલ્લા વહીવટીતંત્રે 9,236 લોકોને સલામત સ્થળોએ સ્થળાંતરિત કર્યા
તેમણે ઉમેર્યું કે, "જિલ્લા વહીવટીતંત્રે 9,236 લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે. વરસાદને કારણે, કુલ 188 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 9 RNP/રાજ્ય માર્ગ અને 179 પંચાયત રસ્તાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ત્રણ SDRF ટીમો, એક NDRF ટીમ અને એક આર્મી કોલમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, ITI અને આંગણવાડીઓમાં આજે શનિવારે રજા જાહેર કરવામાં આવી છે. વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન અને સમીક્ષા કરી રહ્યા છે,"
હવામાન વિભાગે ગુજરાત ઉપરાંત કેરળ, મહારાષ્ટ્ર અને આસામના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તે 40-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવા, વીજળી પડવા અને 5-15 મીમી પ્રતિ કલાકના મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી આપે છે.
કેરળના કન્નુર, કાસરગોડ, કોલ્લમ, કોઝિકોડ, લક્ષદ્વીપ, મલપ્પુરમ, પલક્કડ, તિરુવનંતપુરમ, ત્રિશુર અને વાયનાડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.જ્યારે અલાપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ અને પઠાણમથિટ્ટા જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે.

