ETV Bharat / politics

ગુજરાત સરહદ મારફતે દેશમાં ડ્રગ્સ આવી રહ્યા છે, ભાજપ તેમાં સામેલ: પંજાબના નાણામંત્રી

હરપાલસિંહ ચીમાએ આરોપ લગાવ્યો કે, ભાજપ યુવાનોને નશાની લતમાં ધકેલી રહ્યું છે અને પછી નશો ખતમ કરવાનો દેખાવ કરે છે.

હરપાલસિંહ ચીમાએ આરોપ લગાવ્યો કે, ભાજપ યુવાનોને નશાની લતમાં ધકેલી રહ્યું છે અને પછી નશો ખતમ કરવાનો દેખાવ કરે છે.
હરપાલસિંહ ચીમાએ આરોપ લગાવ્યો કે, ભાજપ યુવાનોને નશાની લતમાં ધકેલી રહ્યું છે અને પછી નશો ખતમ કરવાનો દેખાવ કરે છે. (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 22, 2026 at 8:36 AM IST

1 Min Read
Choose ETV Bharat

ચંડીગઢ, 22 સપ્ટેમ્બર: પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં નશાની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય ટકરાવ ચાલી રહ્યો છે. પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ સોમવારે આરોપ મૂક્યો કે ગુજરાતની સરહદ મારફતે દેશમાં ડ્રગ્સ પ્રવેશે છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામેલ છે. તેમણે દાવો કર્યો કે AAP સરકાર હેઠળ પંજાબમાં નશાની સમસ્યા “લગભગ સમાપ્ત” થઈ ગઈ છે

ચીમાએ ANIને જણાવ્યું કે સમગ્ર દેશ જાણે છે કે, દેશભરમાં પહોંચતું ડ્રગ્સ ગુજરાતની સરહદ મારફતે આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ યુવાનોને નશાની લતમાં ધકેલી રહ્યું છે અને પછી નશો ખતમ કરવાનો દેખાવ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે 2007થી 2017 દરમિયાન પંજાબમાં અકાલી દળ અને ભાજપની સરકાર હતી અને તે સમયગાળામાં રાજ્ય નશાની ચપેટમાં ભારે ફસાયું હતું. ચીમાના જણાવ્યા મુજબ, જે લોકો પહેલાં ડ્રગ્સ ફેલાવતા હતા તેઓ જ હવે તેને બંધ કરવાની વાત કરી રહ્યા છે; જ્યારે પંજાબના મુખ્યમંત્રી છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાંથી નશો દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે.

AAPના સાંસદ સંજય સિંહે પણ આરોપ મૂક્યો કે ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નશા વિરોધી અભિયાનને બદનામ કરવા માટે કાવતરું કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ, અગાઉ ડ્રગ્સ માફિયાના ભાજપના લોકો સાથે સંબંધો હતા.

બીજી તરફ, પંજાબમાં ડ્રગ્સની સ્થિતિને લઈને ભાજપ રાજ્ય સરકારની ટીકા કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે નશાના કારણે પંજાબ બરબાદી તરફ જઈ રહ્યો હોવાનું જોવું દુખદ છે અને રાજ્યને આ સમસ્યાથી બચાવવું જરૂરી છે.

ભાજપ સાંસદ તરુણ ચૂઘે આરોપ મૂક્યો કે રાજ્યભરમાં “ચિટ્ટા” ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને ડ્રગ્સના વેપાર સામે અવાજ ઉઠાવનારાઓને નિશાન બનાવવામાં આવે છે. ભાજપે આ મુદ્દે રાજ્યવ્યાપી અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં “નશા મુક્ત પંજાબ યાત્રા”નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: