ETV Bharat / bharat

'રાહુલ ગાંધીનું નિવેદન ટૂલકિટ ગેંગનું મોટું ષડયંત્ર', ભાજપના ગંભીર આરોપ

રાહુલ ગાંધી મોદી સરકારને પાડી દેવા માટે 'અરાજકતા' ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે: ભાજપ

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ (ANI)
author img

By PTI

Published : May 24, 2026 at 5:42 PM IST

|

Updated : May 24, 2026 at 6:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર દેશમાં 'અરાજકતા પેદા કરીને' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ ધરાવતી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા કહ્યું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા વિદેશી તાકાતોના ઇશારે કામ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિત ભાજપના અનેક નેતાઓે દાવો કર્યો કે રાહુલ ગાંધીનું 'ષડયંત્ર' ત્યારે ખુલ્લું પડી ગયું જ્યારે લોકસભામાં વિપક્ષના નેતાએ કોંગ્રેસ લઘુમતી વિભાગના સલાહકાર પરિષદની બેઠકમાં કથિત રીતે કહ્યું કે, મોદી સરકાર એક વર્ષમાં પડી જશે.

પિયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ અને ભારતને અસ્થિર કરવાનું સ્વપ્ન જોતી 'ટૂલકીટ ગેંગ' દેશ વિરૂદ્ધ મોટા કાવતરા તરફ ઇશારો કરે છે.

સીનિયર ભાજપના નેતાએ એક મીડિયા રિપોર્ટ શેર કરતા કહ્યું, "આ કોઇ સામાન્ય નિવેદન નથી પણ દેશમાં અરાજકતા ફેલાવવાનું એક ગંભીર ષડયંત્ર છે." આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ પાર્ટીની બેઠકમાં કહ્યું કે મોદી સરકાર એક વર્ષની અંદર પડી જશે.

પિયૂષ ગોયલે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અને તેમના સહયોગી તેમણે આ સમજ આવ્યા બાદ દેશભરમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોંગ્રેસ સીધા લોકશાહી મુકાબલામાં ભાજપને હરાવી શકતા નથી અને ના તો મોદી સરકારને હટાવી શકે છે કારણ કે લોકોના મનમાં વડાપ્રધાન (મોદી) પ્રત્યે ઘણુ સન્માન છે.

ભાજપના નેતાએ જણાવ્યું, "તેમણે ભારતથી એટલી નફરત છે કે દેશમાં કંઇ પણ સારૂ થાય તો આ જોઇ શકતા નથી. દેશને બદનામ કરવું, બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું અને વિદેશી ધરતી પર જઇને વિદેશી તાકાતોને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપની અપીલ કરવી- આ જણાવે છે કે કોંગ્રેસનો અસલી ઇરાદો શું છે?"

પિયૂષ ગોયલે કહ્યું, "દેશની જનતા સમજદાર છે. તે રાહુલ ગાંધી, વિપક્ષ અને દેશ વિરૂદ્ધ કામ કરી રહેલી ટૂલકિટ ગેંગને સારી રીતે સમજે છે. જનતાએ વારંવાર આ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડી ગઠબંધનનું ભારતમાં આગ લગાડવાનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થઇ શકે.

રાજ્યસભાના સભ્ય અને ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ પણ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ માત્ર 'રાજકીય હતાશા'ને દર્શાવે છે પણ 'ભારતને અસ્થિર કરવાની એક ખતરનાક માનસિકતા'નું સાર્વજનિક પ્રદર્શન પણ છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું, "જ્યારે જ્યારે ભારતે વૈશ્વિક મંચ પર પોતાની સ્થિતિ મજબૂત કરી છે, તેની અર્થવ્યવસ્થા નવી ઊંચાઇઓ પર પહોંચી છે અને વિશ્વએ વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વનો સ્વીકાર કર્યો છે, ત્યારે ત્યારે ભારત વિરોધી આંતરરાષ્ટ્રીય તાકાતોએ દેશને બદનામ કરવાનું અભિયાન ચલાવ્યું છે અને કોંગ્રેસે તેમનો સાથ આપ્યો છે."

ત્રિવેદીએ દાવો કર્યો કે મહેનત કર્યા વગર ચૂંટણી જીતવાના રાહુલ ગાંધીના સપનાને કારણે વારંવાર મળેલી ચૂંટણી હાર બાદ કોંગ્રેસ 'અરાજકતાનું રાજકારણ' પર ઉતરી આવ્યા છે.

ભાજપના નેતાએ જણાવ્યું કે તાજેતરના રાજ્ય ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી વિદેશ યાત્રાઓ પર ગયા અને ચૂંટણી રાજ્યમાં અનેક સંખ્યામાં રેલીને સંબોધિત કરી છે.

સુધાંશુ ત્રિવેદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, "વિદેશી ધરતી પર ભારતીયસ્થાઓને કઠેડામાં ઉભી કરવી, દેશવિરોધી પ્રવચનને વેગ આપવો અને ભારતમાં અસ્થિરતાની આગાહી કરવી- આ બધું કોઇ સંયોગ નથી પણ સુનિયોજિત 'ટુલકિટ રાજનીતિ'નો ભાગ છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિધ પાત્રાએ પણ રાહુલ ગાંધીની કથિત ટિપ્પણીને લઇને તેમની પર નિશાન સાધ્યું અને કોંગ્રેસના નેતા પર દેશમાં રમખાણો ભડકાવીને મોદી સરકારને હટાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

સંબિત પાત્રાએ એક વીડિયો મેસેજમાં કહ્યું, "લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત દુસાહસ કર્યું છે, તેમણે એક બેઠકમાં કહ્યું કે મોદી સરકાર એક વર્ષની અંદર પડી જશે. રાહુલ ગાંધી રમખાણો ભડકાવી અરાજકતા દ્વારા મોદી સરકારને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી પુરી રીતે સ્પષ્ટ થઇ ગયું કે તે ભારતમાં લોકશાહીને ખતમ કરવાના ઇરાદાથી અમેરિકન બિઝનેસમેન જોર્જ સોરોસ જેવા પોતાના આકાઓ અને તેમની વિદેશ યાત્રાઓ માટે ધન ઉપલબ્ધ કરાવનારી વિદેશી કંપનીઓના ઇશારા પર વિદેશી એજન્ડાને આગળ વધારી રહ્યા છે.

તેમણે કહ્યું, "દેશની જનતા સમજદાર છે. ભારતના લોકોમાં આધ્યાત્મિક ચેતના છે. શું તમે ભારતના લોકોને ભડકાવીને રમખાણ કરાવી શકશો? ના, રાહુલજી. તમે પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં જોયું કે શું થયું."

સંબિત પાત્રાએ કહ્યું, "ભારતમાં બંધારણનું શાસન છે અને અહીં લોકશાહીની જીત થાય છે. આ ભારતના 140 કરોડ લોકોની સરકાર છે. સોરોસ સહિત તમારા વિદેશી આકા આ દેશમાં કંઇ બગાડી શકતા નથી."

ભાજપના નેતાએ કહ્યું, "આ સરકારને જ્યાર સુધી જનતાનો આશીર્વાદ પ્રાપ્ત છે, આ દેશની સેવા કરતી રહેશે."

આ પણ વાંચો:

Last Updated : May 24, 2026 at 6:37 PM IST