ETV Bharat / bharat

સંસદ રત્ન પુરસ્કારો માટે 12 સાંસદ, ચાર સંસદીય સમિતિની પસંદગી

ગુજરાતના સાંસદ નરહરિ અમીનની સંસદ રત્ન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

સંસદ
સંસદ (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2026 at 4:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: આ વર્ષના સંસદ રત્ન પુરસ્કારો માટે 12 સાંસદો અને ચાર સંસદીય સમિતિઓની પસંદગી કરવામાં આવી છે. ખાનગી સંસ્થા પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશનના એક નિવેદનમાં જણાવાયું છે કે વ્યક્તિગત શ્રેણીમાં પસંદ કરાયેલા સાંસદોમાં ભાજપના જગદંબિકા પાલ (ઉત્તર પ્રદેશ), પી.પી.ચૌધરી (રાજસ્થાન), નિશિકાંત દુબે (ઝારખંડ) અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે (મહારાષ્ટ્ર) સામેલ છે. સંસદ રત્ન પુરસ્કાર ભારત સરકાર દ્વારા નહીં પણ પ્રાઇમ પોઇન્ટ ફાઇન્ડેશન દ્વારા આપવામાં આવે છે.

નિવેદન અનુસાર, પ્રવીણ પટેલ (ઉત્તર પ્રદેશ), વિદ્યુત બરન મહતો (ઝારખંડ), લુમ્બારામ ચૌધરી (રાજસ્થાન), હેમંત વિષ્ણુ સવરા (મહારાષ્ટ્ર), સ્મિતા ઉદય વાઘ (મહારાષ્ટ્ર), નરેશ ગણપત મ્હસ્કે (મહારાષ્ટ્ર), મેઘા વિશ્રામ કુલકર્ણી (મહારાષ્ટ્ર) અને નરહરી અમીન (ગુજરાત)નું આ વર્ષે બજેટ સત્રના અંત સુધી સંસદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિવિધ ક્ષેણીઓમાં સન્માન કરવામાં આવશે.

ચાર સંસદીય સમિતિઓને પણ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે જેમાં ચરણજીત સિંહ ચન્નીની અધ્યક્ષતા ધરાવતી કૃષિ સમિતિ, ભર્તૃહરી મહતાબની અધ્યક્ષતા ધરાવતી નાણાકીય સમિતિ, સપ્તગિરિ શંકર ઉલાકાની અધ્યક્ષતા ધરાવતી ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિ અને અનુરાગ ઠાકુરની અધ્યક્ષતા ધરાવતી કોલસા અને ખાણ સમિતિ સામેલ છે.

મહત્ત્વપૂર્ણ છે કે સંસદ રત્ન પુરસ્કારની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના સૂચન પર આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી, તેમનું કહેવું હતું કે જે સાંસદ સારૂ કરે છે, જે કોઇ વિઘ્નના ચર્ચા અને નીતિ-નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે તેમણે નાગરિક સમાજ દ્વારા માન્યતા મળવી જોઇએ.

સ્થાપના બાદથી સંસદ રત્ન પુરસ્કાર પારદર્શિતા અને સંસદીય ઉત્કૃષ્ટતાની એક પ્રતિષ્ઠિત સંસ્થાના રૂપમાં વિકસિત

તેની સ્થાપના થઇ ત્યારથી, સંસદ રત્ન પુરસ્કારો પારદર્શિતા અને સંસદીય શ્રેષ્ઠતાની એક પ્રતિષ્ઠિત સંસ્થામાં વિકસિત થયા છે. ફાઉન્ડેશને કૂલ 143 પુરસ્કારો એનાયત કર્યા છે જેમાં વ્યક્તિગત સાંસદો અને સંસદીય સમિતિઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારોને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

આ વર્ષે, એવા સાંસદોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમણે લાંબા સમયથી જાહેર વહીવટમાં સેવા આપી છે અને શાસન પ્રણાલીનું નજીકથી નિરીક્ષણ કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ અને ચરણજીત સિંહ ચન્ની આ યાદીમાં સામેલ છે. ગુજરાતના નરહરિ અમીન પૂર્વ નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે.

આ પણ વાંચો: