અમિત શાહની અમદાવાદના નરોડા ગામથી જાહેર સભા LIVE - Amit Shah live

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 9:21 PM IST

thumbnail

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે અમદાવાદમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. અમદાવાદના નરોડા ગામ સ્થિત પંચાયત ઓફિસ પાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિજય સંકલ્પ રેલીને સંબોધી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં 7મી મેના રોજ  લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેના માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામા આવી રહ્યું છે, મહત્વપૂર્ણ છે કે, આવતીકાલે 1 અને 2 મેના રોજ વડાપ્રધાન મોદી પણ બે દિવસ ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યાં છે, બે દિવસમાં તેઓ ગુજરાતમાં 6 રેલીઓ સંબોધવાના છે. મોદીની જનસભાઓને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.