રત્ન કલાકાર, કારખાનામાં ટિફિન પહોંચાડનાર, ઘરકામ કરનારના પુત્રોએ ધોરણ 12 ની પરીક્ષામાં બાજી મારી - CLASS 12 RESULT

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 2:11 PM IST

thumbnail
રત્ન કલાકાર, કારખાનામાં ટિફિન પહોંચાડનાર, ઘરકામ કરનારના પુત્રોએ ધોરણ 12 ની પરીક્ષામાં બાજી મારી (ETV Bharat gujarat)

સુરત: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરાયું છે. પરિણામ બાદ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે સુરતમાં સામાન્ય પ્રવાહ કોમર્સમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટિફિન આપવા જનારના પુત્ર હિમાંશુએ 95.33 ટકા મેળવ્યા છે. તેણે જણાવ્યું હતું કે અત્યારથી તેણે સીએ માટેના ક્લાસ શરૂ કરી દીધા છે. તે સીએ બનવા માંગે છે. માતા પિતા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે જે મહેનત કરી રહ્યા છે તેને સફળ કરવાનું છે.બીજી બાજુ રત્ન કલાકારના પુત્ર વિશ્વ એ ગુજકેટમાં 120 માંથી 120 અંક પ્રાપ્ત કર્યા છે. તેની માતા ઘર કામ કરે છે. માતા પિતાના સંઘર્ષને લઈ તેને જણાવ્યું હતું કે તે ડોક્ટર બનવા માંગે છે જેથી માતા પિતા સહિત અન્ય લોકોને સેવા આપી શકે. હીરાના કારખાના ચલાવનારના પુત્ર મિયાની યુગે પણ ગુજકોટમાં 120 માંથી 120 અંક મેળવ્યા છે.

  1. ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ ખુશ - 12th board result
  2. ધોરણ 12 પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઝૂમીને ગરબા કરતા નજરે પડ્યા - 12th science board result

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.