ખેડા લોકસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યુ - Kheda Lok Sabha

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 1:55 PM IST

thumbnail
ખેડા લોકસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યુ (Etv Bharat Gujarat)

ખેડા: લોકસભા ચુંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખેડા લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ ખાતે અને કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ છીપીયાલ ખાતે મત આપ્યો હતો. મતદાન બાદ બંને ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દેવુસિંહ ચૌહાણે પરિવાર સાથે કર્યુ મતદાન: ખેડા જિલ્લામાં આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે પરિવાર સાથે નડિયાદ ખાતે પ્રાથમિક શાળા નંબર એક ખાતે આવેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. આ સાથે દેવુસિંહે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે જ દેવુસિંહે પોતાની જીતનો અને ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

  • મોદી સાહેબને આશીર્વાદ આપવા દેશની જનતા ઉમટી પડી છે : દેવુસિંહ

દેવુસિંહે જણાવ્યુ હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને જ્યારે આશીર્વાદ આપવા દેશની જનતા ઉમટી પડી છે. ત્યારે ખેડા લોકસભાનુ પણ વાતાવરણ એવું છે આપ જોઈ શકો છો. છેલ્લા દસ વર્ષમાં જે સામાજીક આર્થિક પરિવર્તન આવ્યું છે. ગરીબ કલ્યાણનું કામ થયું છે. આધુનિક ઈનફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ થયા છે. ધર્મ અને અધ્યાત્મની એક પ્રકારે સંતુલન કરીને દેશની પ્રતિષ્ઠા દુનિયામાં વધી છે. ત્યારે સૌ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા છે. ત્યારે આજના આ પર્વે હુ પણ મારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યો છુ.

કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ મતદાન કર્યુ: ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યુ હતું. મતદાન કરવા સાથે તેમણે એક લાખ મતથી કોંગ્રેસ જીતશે અને ગુજરાતમાં 15 સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • એક લાખ ઉપરાંત લીડથી અમારા જીત થશે : કાળુસિંહ

કાળુસિંહ ડાભીએ જણાવ્યુ હતું કે, તમે જુઓ છો તેમ સાડા આઠ સુધી બારથી પંદર ટકા મતદાન થઈ ગયુ છે. મતદારોમાં ખૂબ ઉત્સાહ છે. કોંગ્રેસને જીતાડવા માટે ચારેય બાજુથી વાતાવરણ બની ગયુ છે. ગુજરાતમાં ચૌદથી પંદર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસની આવવાની છે. દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે. ખૂબ ઉત્સાહથી ચારે બાજુ કોંગ્રેસની સરકાર બનવાનો માહોલ બની ગયો છે. અમે એક લાખ ઉપરની લીડથી આ બેઠક જીતીશું એવો અમને સંપુર્ણ વિશ્વાસ છે.

પ્રથમ બે કલાકમાં 10.20 ટકા મતદાન: ૧૭-ખેડા લોકસભા બેઠકમાં મતદાનના પ્રથમ બે કલાકમાં 10.20 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સવારે 7 થી 9 કલાક દરમ્યાન માતર ખાતે 10 ટકા, નડીયાદ ખાતે 9.08 ટકા, મહેમદાવાદ ખાતે 15.54 ટકા, મહુધા ખાતે 9.04 ટકા, કપડવંજ ખાતે 8.57 ટકા, દસક્રોઈ ખાતે 9.97 ટકા અને ધોળકા ખાતે 9.71 ટકા મતદારોએ મતદાન નોંધાવ્યું હતું.

  1. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ - lok sabha election 2024
  2. પોરબંદરમાં મહિલાઓએ થાળી વગાડી મતદારોને જગાડ્યા, 94 વર્ષીય મતદાતા બન્યા પ્રેરણાદાયી ઉદાહરણ - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.