ETV Bharat / state

પોરબંદરમાં મહિલાઓએ થાળી વગાડી મતદારોને જગાડ્યા, 94 વર્ષીય મતદાતા બન્યા પ્રેરણાદાયી ઉદાહરણ - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 12:22 PM IST

પોરબંદરમાં મહિલાઓએ થાળી વગાડી મતદારોને જગાડ્યા
પોરબંદરમાં મહિલાઓએ થાળી વગાડી મતદારોને જગાડ્યા (ETV Bharat Desk)

આજે 7 મે, મંગળવારના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. પોરબંદરમાં જોરશોરથી મતદાન થઈ રહ્યું છે. 94 વર્ષીય મતદાતા લોકોને મતદાન માટે પ્રેરણા આપી રહ્યા છે. બીજી તરફ મહિલાઓ થાળી વગાડતાં મતદાન કરવા પહોંચ્યા હતા.

પોરબંદર : આજે 7 મે, મંગળવારના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પોરબંદર લોકસભા બેઠક અને વિધાનસભા બેઠક પર પણ મતદાન શરૂ થઈ ગયું છે. પોરબંદર વિસ્તારમાં મતદાન મથક પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

94 વર્ષીય મતદાતા બન્યા પ્રેરણાદાયી ઉદાહરણ
94 વર્ષીય મતદાતા બન્યા પ્રેરણાદાયી ઉદાહરણ (ETV Bharat Desk)

મહિલાનો અનોખો મૂડ : પોરબંદરના જુના કુંભારવાડા વિસ્તારમાં મહિલાઓએ થાળી વગાડીને મતદાતાઓને મતદાન માટે જાગૃત કર્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. આજે હીટ વેવની આગાહી વચ્ચે મતદાન મથકમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પોરબંદરમાં 19.83 ટકા મતદાન નોંધાયું છે. સાંજના ચાર વાગ્યા બાદ મતદાનની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા રહી છે.

94 વર્ષીય મતદાતા : પોરબંદરના રૂપાળી બા શાળાના મતદાન મથકમાં 94 વર્ષના વૃદ્ધ રમેશભાઈ ઝાલાએ મતદાન કરી અન્ય મતદાતાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. દર વખતે મતદાનના દિવસે રમેશભાઈ ઝાલા વહેલી સવારે મતદાન કરવા આવીને મતદાન કરે છે. આ સાથે મોટી સંખ્યામાં અન્ય મતદાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : પોરબંદરના બરડા અને માધવપુર ઘેડ વિસ્તારમાં પણ લોકો સવારથી મતદાન કરવા માટે આવી ગયા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સ્ટેટીક સર્વેલન્સની કુલ 45 ટીમ, ફ્લાયિંગ સ્કવોર્ડની 36 ટીમ, વીડિયો સર્વેલન્સની 25 ટીમ, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચરની 7 ટીમ તથા વિડિઓ વ્યુઇંગની 9 ટીમ તૈનાત કરવામાં આવી છે.

પોરબંદરના મતદારો : પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર સહિત કુતિયાણા, ગોંડલ, જેતપુર, ધોરાજી, માણાવદર, કેશોદ વિધાનસભા પર 9,12,077 પુરુષ મતદાર અને 8,56,110 સ્ત્રી મતદાર તથા અન્ય 25 મળીને કુલ 17,68,212 મતદાતાઓ છે. પોરબંદર વિધાનસભા બેઠક પર પુરુષ મતદાર 2,51,631 અને સ્ત્રી મતદાર 2,40,531 તથા અન્ય 9 મળીને કુલ 4,92,171 મતદાતા નોંધાયા છે.

પોરબંદરના મતદાન મથક : પોરબંદર જિલ્લામાં કુલ 484 મતદાન મથક છે, જેમાં 186 અર્બન અને 298 રૂરલ મતદાન મથક છે. જ્યારે 11 લોકસભા બેઠક પર 589 અર્બન અને 1,219 રૂરલ મથક મળી કુલ 1,806 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી 205 મતદાન મથકો પર છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. મતદાતાઓએ વિચારીને મત આપવાનો દિવસ 7મે - Porbandar Lok Sabha Seat
  2. અમદાવાદથી અમિત શાહ LIVE - Loksabha Election
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.